VVPAT મશીન કેવી રીતે કામ કરે છે?

દેશના વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ 17મી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. એ સાથે જ એમણે મતદાન પ્રક્રિયા સરળતાપૂર્વકની બની રહે એ માટે કેટલાક પગલાંની જાહેરાત પણ કરી છે. આમાં, ઈવીએમ બેલટ પેપર પર ઉમેદવારોની તસવીરની જોગવાઈનો સમાવેશ થાય છે જેથી મતદાર જાણી શકશે કે પોતે કોને વોટ આપે છે.

નવી વ્યવસ્થા અનુસાર, તમામ પોલિંગ બૂથ પર ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની સાથે VVPAT મશીન પણ હશે. જ્યારે મતદાર ઈવીએમ મશીનમાંનું બટન દબાવે ત્યારે VVPAT (વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ) મશીનમાં એક પેપર સ્લિપ પ્રિન્ટ થાય છે. એ સ્લિપમાં પાર્ટીનું ચૂંટણી પ્રતિક અને ઉમેદવારનું નામ હોય છે. VVPATના કાચના કેસમાં વિગત જોઈને મતદાર પોતાની પસંદગી ચેક કરી શકે છે.

આ વખતની ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) પર ઉમેદવારનો ફોટો રહેશે. ચૂંટણીમાં પહેલી જ વાર VVPAT મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવશે.

મતદાન પ્રક્રિયા સરળતાભરી બની રહે એ માટે ઈવીએમ બેલટ પેપર પર ઉમેદવારોના ફોટા દર્શાવાશે જેથી મતદાર જાણી શકે કે પોતે કોને વોટ આપે છે.

મતદાર એના વિસ્તારના ઉમેદવારોને ઓળખી શકે એ માટે બેલ્ટ પેપર પર ઉમેદવારની તસવીર પ્રિન્ટ કરાશે જે ઈવીએમ (બેલટ યુનિટ) તથા પોસ્ટલ બેલટ પેપર્સ પર ડિસ્પ્લે થશે.

ઘણી વાર એક જ મતવિસ્તારમાં સરખા નામ ધરાવતા ઉમેદવારો હોય છે ત્યારે મતદારો માટે ગુંચવણ ઊભી થતી હોય છે. હવે ઉમેદવારોએ રિટર્નિંગ ઓફિસરને સ્ટેમ્પ સાઈઝના ફોટા આપવાના રહેશે.

આ વખતની ચૂંટણી માટે દેશભરમાં 10 લાખ મતદાન કેન્દ્રો ઊભાં કરવામાં આવશે. એ માટે 17.4 લાખ VVPAT મશીનો પ્રાપ્ત કરવામાં આવશે. ઈવીએમની સાથે VVPAT મશીન હશે એટલે મતદારોને એક નવો જ અનુભવ થશે. મતદાન કંટાળાજનક બની નહીં રહે.