પેન્ટ સૂટ જે આપશે ગોર્જિયસ અને ચિક લુક

તહેવારની સિઝન બાદ હવે ગેટ ટુગેધરની સિઝન ચાલી રહી છે. તેમજ ડિસેમ્બર આવતા આવતા તો ન્યૂ યર માટે પાર્ટીઓના આયોજન થવા માંડશે. માટે પારંપરિક તથા પાર્ટી કલ્ચર માટે જો તમારે થોડો નવો આઉટફિટ્ ટ્રાય કરવો હોય તો તેમાં પેન્ટ સૂટ હાલમાં મોખરે છે. આમ તો બોલિવૂડ સેલિબ્રિટીમાં આ ટ્રેન્ડ ઘણો ચલણમાં છે જોકે મોટા ભાગે બોલિવૂડમાં મેટલિક ટ્રેન્ડ ચલણમાં છે પરંતુ હવે તો બ્રોકેટ અને સિલ્ક તથા સાર્ટીન મટિરિયલમાં પણ પેન્ટ સૂટ પહેરાય છે.

પેન્ટ સૂટમાં બ્લેઝર તથા સ્પિલટ વિનાનું પેન્ટ હોય છે આમ તો આ લુક કોર્પોરેટમાં ચાલે છે. પરંતુ પાર્ટીમાં આ પ્રકારના  પેન્ટ સૂટ ગોર્જિયસ લુક આપે છે.

પેન્ટ સૂટમાં અંદર ટી શર્ટ પણ ઘણા પહેરે છે જોકે આમ તો બ્લેઝરના લોંગ વી ગળા સાથે સૂટના બટન ક્લીવેજ પાસેથી શરૂ થતા હોય છે પરંતુ તમારે જો આ પ્રકારનો પેન્ટ સૂટ પહેરવો હોય તો તમે અંદર  ટેન્ક ટોપ પહેરી શકો છો.  પાર્ટીમાં પહેરવા માટે શાઇનિંગવાળું મટિરિયલ પસંદ કરી શકો છો આ ઉપરાંત  મેટ મટિરિયલનો ઉપયોગ પણ કરી શકો છો. અનુષ્કા, દીપિકા તેમજ આલિયા વારંવાર આ પ્રકારના પેન્ટ સૂટ પહેરેલી નજરે પડે છે.

જોકે પેન્ટ સૂટ પહેરવા માટે કેટલીક બાબતનું ધ્યાન રાખવું  જરૂરી છે. જેમ કે તમારું બોડી એકવડું કે પરફેક્ટ શેઇપ ધરાવતું હોય તો જ તમને પેન્ટ સટ ઓપશે.  જ્યારે પેન્ટ સૂટ પહેરો ત્યારે તેમાં વધારે જ્વેલરીના ઠઠારા ન કરવા. પેન્ટ સૂટ પહેરો ત્યારે લોંગ એરિંગ્સ વધારે સારા લાગે છે જોકે ગળામાં ભારે નેકલેસને બદલે પતળી ચેઇન કે પછી  નેકલેસ પહેરવો. અને ફૂટવેરમાં સ્ટિલેટોઝ કે પછી  અન્ય હાઇ હિલના સેન્ડલ વધારે શોભી ઉઠશે.

હાલના ટ્રેન્ડમાં તો ફ્લોરલ પેન્ટ સૂટ ખૂબ ચલણમાં છે. અને ફલોરલ સૂટ તો  જેન્ટસ વોર્ટરોબને પણ શોભાવી રહ્યા છે. તેમાંય ગ્રૂમ માટેની સ્પેશ્યલ વેડિંગ કેટેગરીમાં  ફ્લોરલ પ્રિન્ટ ખૂબ  પસંદગી પામી રહ્યા છે. અનુષ્કાએ સૌ પ્રથમ વાર એક ફંક્શનમાં વિરાટ કોહલી સાથે ઓફિશિયલી એન્ટ્રી લીધી હતી અને ડાર્ક મરૂન રેડ રંગનો પેન્ટ સૂટ પહેર્યો હતો. અને ગળામાં પાતળો નેકલેસ પહેર્યો હતો. તેમજ આઉટફિટ્સનાં રંગની નેલ પેઇન્ટ કરી હતી. તે ખૂબ પસંદગી પામી હતી.

પેન્ટ સૂટ વાઇબ્રન્ટ રંગો શોભી ઉઠે છે પરંતુ એ માટે જોકે એ માટે તમારો વાન કેવો છે  એ પ્રાથમિક વધારે મહત્વની છે.  ઘણા રંગો  હોય છે સરસ, પરંતુ કયારેક તે ગોરા કે શ્યામ વાન પર શોભતા નથી. માટે પેન્ટ સૂટ પહેરતી વખતે તમારી ત્વચાનો રંગ કેવો છે તે બાબતનું ધ્યાન રાખવું.

જે યુવતીઓની હાઇટ વધારે હોય તેમને પેન્ટ સૂટ ખૂબ જ સરસ લાગે છે હા પેન્ટ સૂટમાં ક્યારેય બો કે ટાઇ કે બ્રોચ જેવું કઇ પણ લગાવવાનો પ્રયત્ન ન કરતા , નહિતર આ પ્રકારનો પોશાક હાસ્યાસ્પદ બની રહેશે.