પાનેતરનો જાજરમાન અસબાબ….લગ્નોત્સવને બનાવશે ખાસ

રેક યુવતી માટે લગ્નનું પાનેતર તેના જીવનનું આગવું માહાત્મય હોય છે. પાનેતર સાથે જોડાયેલું હોય છે એકપોતીકું અંગત અને લાગણીભર્યું સંસ્મરણ. દરેક યુવતી પોતાના લગ્નના દિવસે વિશેષ દેખાવા માંગતી હોય છે તેમાં પાનેતર ખૂબ મોટો ભાગ ભજવે છે તેમજ લગ્નની ખરીદીમાં પાનેતરની ખરીદી સૌથી વધુ સમય માંગી લેતી હોય છે. જોકે હવે ડિઝાઇનર્સે આ અંગત ખરીદીને થોડી સરળ અને વધારે કર્મશિયલાઇઝ બનાવી દીધી છે.  ફેશન જગત સાથ જોડાયેલા વાચકો તેમજ  ફેશનપરસ્ત યુવતીઓ છેલ્લા થોડા સમયથી લગ્ન સમયે પાનેતરને બદલે ચણિયાચોળી વધારે પસંદ કરી છે. જોકે છેલ્લા બે  વર્ષથી નેટના ચણિયાચોળી ચલણમાં હતા. તેને બદલે ફરી પાછી એક વાર સિલ્ક અને બ્રોકેડના ચણિયાચોળી તેમજ સાડીની ફેશને રંગ જમાવ્યો છે.  તાજેતરમાં જ દીપિકા પદુકોણનું કોકણી લગ્નમાં પેહેરલું સિલ્ક પાનેતર યુવતીઓમાં આ સિઝનમાં લોકપ્રિય બની રહેશે.

ભારતના દરેક પ્રાંતમાં પાનેતર જુદા જુદા રંગમાં ઢળેલું છે. ગુજરાતી નવવધૂ સફેદ અને મરૂન, તો મહારાષ્ટ્રિયન પીળા રંગને મહત્વ આપે છે. એજ રીતે બંગાળમાં લાલ અને વ્હાઇટ રંગનું પ્રાધાન્ય હોય છે. તો વળી દક્ષિણ ભારતમાં  લગ્નમાં પહેરાતી સાડી અને તેની બોર્ડરનું આગવુ મહત્વ હોય છે. આપણા ગુજરાતમાં પણ દરબાર કોમની યુવતીઓ પરંપરા પ્રમાણે મોટા ભાગે કેસરી અન લીલા રંગનું કોમ્બિનેશન જાળવે છે. આવી  દરેક ઝીણી ઝીણી બાબતો સમજીને આ વખતે માર્કેટમાં વિવિધ ડિઝાઇનર પાનેતરના ક્લેક્શ જોવા મળે છે. જેમાં પરંપરાગત વ્હાઇટ મરૂન જેવા રંગની સાથે શુકનવંતા ગ્રીન, લીલો, કેસરી, પીઠી જેવો પીળો રંગ, મજન્ટા, પિચ, ફૂશિયા-રાણી અને ઘાટા ગુલાબી રંગનું કોમ્બિનેશન ફેશન જગતમાં ફૂશિયા તરીકે ઓળખાય છે ઉપરાતં પર્પલ અને આસમાની રંગ પણ હવે પાનેતરમાં ઉમેરાવા લાગ્યા છે.

વેડિંગ ટૂઝો

આ વર્ષે આખેઆખી સાડી કે પાનેતર નેટ કે સિલ્કમાં હોય તેવું જવલ્લેજ જોવા મળે છે. આ વખતે નવવધૂ બનતી યુવતી પાનેતરનું વર્ક અને રંગત જળવાઈ રહે તે માટે બ્રોકેડ, સિલ્ક અને નેટના કોમ્બિનેશનમાં જ ડાર્ક રંગના પાનેતર પહરેશ તો એ પરંપરાગતની સાથે  સ્ટાઇલિશ પણ લાગશે. દીપિકા પાદુકોણે તથા રણવીર સિંહે  ચંદેરી સિલ્કમાંથી બનેલા વેડિંગ વેર આ સિઝનમાં ખૂબ જ લોકપ્રિય થશે. હવે તો ડિઝાઇનર વેડિંગ ટૂઝો તૈયાર કરી આપે છે જેમાં નવવધૂની ત્વચાના રંગ અને શરીરને આધારે બ્લાઉઝના કોમ્બિનેશ તેમજ પાનેતર ડિઝાઇન કરે છે તેની સાથે મેચિંગ બટવો, ફૂટવેર તેમજ હાથરૂમાલ પણ તૈયાર કરે છે

જો આ ક્લેક્શન એનઆરઆઈ માટે હોય તો  ડિઝાઇનર્સ ફિશ કટ કે લટકણવાળા ઘેરદાર ઘાઘરા તૈયાર કરીને  સ્પેગેટી કે શોર્ટ બ્લાઉઝ તૈયાર કરે છે અન તેની સાથે બ્રોકેટ તથા સિલ્કની ઓઢણીનું કોમ્બિનએશ  તૈયાર કરે છે અને મોટા ભાગે આ પાનેતર સ્ટિચ કરેલું હોય છે જેથી એનઆઆઇ યુવતીઓ તેને સરળતાથી પહેરી શકે. સેમી વેર્સ્ટન પાનેતરમાં મેચ થાય તેવા સ્ટિલેટોઝ અને ક્લચ નું કોમ્બિનેશન હોય છે.

એકદમ ફેર સ્કીન ધરાવતી યુવતીઓ પરંપરાગત ઘાટા લાલ તેમજ મરૂન સાથે ગોલ્ડન વર્ક અને બોર્ડરવાળું પાનેતર પસંદ કરે છે.  આ ઉપરાંત જે યુવતીઓએ ચણિયાચોળી નહીં, પરંતુ હેવી સાડીની પસંદગી કરવી હોય તેના માટે  ચણિયાચોળી સ્ટાઇલના  પાનેતર ઉપલબ્ધ છે.

જે યુવતીઓને ચણિયામાં વિવધ કટ્સ જોઈતા  હોય તેના માટે જૂના અમ્બ્રેલા કટથી માંડીને થ્રી ફોર્થ કટ, એપલ કટ સહિતના  ભાગળપુરી સિલ્ક તેમજ બ્રોકેડના કોમ્બિનેશના પાનેતર ચણિયા ડિઝાઇન કરવામાં આવ્યા છે જેની ઉપર સિલ્ક બ્લાઉઝ અને નેટ તથા સિલ્કના કોમ્બિનેશનની મોટા પનાની ચૂંદડી હોય છે જે સાડીની જેમ  જ વિવિધ રીતે કવર કરી શકાય છે.  જોકે અત્યારે  તો કેનકેનવાળા ઘેરદાર ચણિયાની જ માંગ છે. તમને પરંપરાગત ડિઝઆઇન ગમતી હોય તો બાંધણી, ઘરચોળા અને ગોલ્ડન સિલ્વર વર્કવાળી મનમોહક પાનેતર ડિઝાઇનની પસંદગી પણ કરી શકાય.