ખૂબ આકર્ષક બનાવશે ટ્રેન્ડી ઇયર કફ કમ એરિંગ્સ

હેલાંના સમયમાં સ્ત્રીઓ કાન ઉપર કાન જેવું જ ઘરેણું પહેરતી હતી તેને કાન કહેવામાં આવતાં. સોના કે ચાંદીના કાન આખા કાનને ઢાંકીને સ્ત્રીના સૌંદર્યને એક નવું જ રૂપ આપતાં હતાં. જોકે  થોડો સમય કાનની ફેશન જતી રહી અને હવે નવા સ્વરૂપે આ ફેશન પરત ફરી છે. ખાસ તો બાહુબલી ફિલ્મમાં અનુષ્કા શેટ્ટીએ જે પ્રકારના કાન અને કાનસેર પહેર્યા હતાં તે પછી આ ટ્રેન્ડ ઘણો લોકપ્રિય થયો છે.

જોકે રૂટિન લાઇફમાં આ પ્રકારના હેવી ઇયરકફ નથી પહેરી શકાતા  તાજેતરમાં જ પોતાના એક શૉના પ્રમોશન માટે  અમદાવાદની મુલાકાતે આવેલી ગુજરાતી લીડ એકટ્રેસ વૃષિકા મહેતાએ પોતાના ગેટઅપમાં ઇયરકફને સ્થાન આપ્યું હતું. અને આ પ્રકારની જ્વેલરીને ઇન ટ્રેન્ડ અને મસ્ટ એકસેસરીઝ ગણાવી હતી. વૃષિકા મહેતાએ જણાવ્યું હતું કેતેનું પાત્ર એક ડાન્સ ટીચરનું છે અને તે પાત્ર માટે વધારે એકસેસરીઝ યોગ્ય નથી. ત્યારે મારો લૂક ડિઝાઇન એવો છે જેમાં મારે ગળા કે હાથમાં નહીં પરંતુ કાનની જવેલરી પહેરી શકાય તેમ જ આ જ્વેલરી હાઇલાઇટ કરી શકાય.

વૃષિકા મહેતાએ ઇયર કફ અંગે ફેશન ટિપ્સ આપતાં જણાવ્યું હતું કે મારા માટે મોટા ભાગે સિલ્વર અને ગોલ્ડન ઇયર કફની પસંદગી કરવામાં આવી છે અને આ પ્રકારના ઇયર કફ કોઈ પણ યુવતી  પહેરી શકે છે

મિત્રો વૃષિકા મૂળ તો ગાંધીનગર પાસેના માણસાની છે અને ગુજરાતી તહેવાર તથા સંસ્કૃતિને બરાબર જાણે છે  તેથી તેણે આ ફેશન અંગે જણાવ્યું હતું કે  ‘હું ગુજરાતી છું એટલે જાણું છું અહીં યુવતીઓ નવરાત્રિમાં પણ આ પ્રકારના મેટલ કે મોતીની બનાવટના અથવા તો ફન્કી ઇયરકફ પહેરી શકે છે. ’

તો ડેનિમ કે  ઇવનિંગ ગાઉન સાથે  ડાયમંડ કે ગોલ્ડન ઇયરકફની પસંદગી કરી શકે છે હાલમાં તો ફેધર અને મેટલના કોમ્બિનેશનના તો  એનિમલ ઇયરકફ પણ મળે છે.

ફેશન ટિપ્સ આપતા આપતા વૃષિકાએ પોતાના શોના પાત્ર પુચકી એટલે કે અસ્મિતા અંગે જણાવ્યું હતું કે સિટી ઑફ જૉય કહેવાતા કોલકાતાની પૃષ્ઠભૂમિમાં આકાર લેતા શોમાં ઍક્ટરો વૃષિકા મહેતા (પુચકી ઉર્ફે અસ્મિતા) અને મનીષ ગોપલાની (શાંતનુ તરીકે) મુખ્ય ભૂમિકામાં છે. પુચકી અત્યંત સ્વતંત્ર અને આત્મવિશ્વાસથી સભર છે. તે એક સુંદર છોકરી છે જેનો ઉછેર કોલકતામાં સોનાગાછીના રેડ લાઇટ વિસ્તારમાં થયો છે. તે મોટી થવાની સાથે નિર્ભય, સ્વતંત્ર છોકરી બને છે જે પોતાની શરતોએ જીવવા માગે છે અને એક એનજીઓ સાથે કામ કરે છે અને તે પહેરઓઢે ઘણી સાદી સરલ છતાં ખૂબ જ એલિગન્ટ છે.

ઇયરકફ છે દરેક મહિલા અને યુવતી માટે

કોલેજગોઇંગ યુવતીઓ સિમ્પલ અને કલરફૂલ ઇયરરિંગ્સ પહેરવાનું પસંદ કરે છે ત્યાં મેરિડ વુમન સ્ટડ ઇયરરિંગ્સ,ટ્રાય કરતી હયો છે. કોઇ ફંક્શન એટેન્ડ કરવાનું હોય તો મહિલાઓ હેવી જ્વેલરીમાં કુંદન, પોલ્કી ગોલ્ડ અને ડાયમંડ ઇયરરિંગ્સ પસંદ કરતી હોય છે. આજકલ ફન્કી ઇયર એક્સસરિઝ પણ ગર્લ્સ ખૂબ જ પસંદ કરતી હોય છે જો તમે પણ આ તમે પણ એક જ સ્ટાઇલની ઇયરરિંગ્સ પહેરીને બૉર થઇ ગયા હોવ અને કઇ યુનિક પહેરવા ઇચ્છો છો તો તમે ઇયર કફ ટ્રાય કરી શકો છે.

નવરાત્રિ માટે પરંપરાગત કાનની પસંદગી કરતી યુવતીઓ

નવરાત્રિમાં જ્યારે સોળે શણગાર સજીને યુવતીઓ કે યુવકો ગરબા ગાવા નીકળે છે ત્યારે ચણિયાચોળી કે કેડિયા પર આ પ્રકારના પરંપરાગત કાન જરૂરી એકસેસરીઝ બની જાય છે  જો તમે નવરાત્રિની ખરીદી કરવા માંડી હોય તો આ પ્રકારના કાન લેવાનું ભૂલશો નહીં.