ફેસ્ટિવ સિઝનમાં આઉટફિટ્સ અને એક્સેસરીઝનું કોમ્બિનેશન જરૂરી

હેવારો સાવ નજીક આવી ગયા છે. ત્યારે આઉટફિટ્સની સાથે  એક્સેસરીઝનું ધ્યાન રાખવું પણ એટલુ જ જરૂરી બની જાય છે.  એ વખતે એકસેસરીઝમાં પર્સિસ તેમજ  હેર એક્સેરીઝ થી માંડીને  વિવિધ જ્વેલરી ઇન  થિંગ છે. તમે તમારી રીતે ક્રિએટીવિટી કરીને પણ  ડ્રેસીસ બનાવડાવી શકો છે. આગામી સમયમાં આપણે  તહેવારના અન્ય ટ્રેન્ડ વિશે પણ જાણીશું. જોકે એક વાત ચોક્કસ છે કે, જ્યારે સિઝન તહેવારનો હોય ત્યારે પરંપરાગત પોશાક ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. અથવા તો સેમી વેસ્ટ કલેક્શન પણ અપનાવી શકાય છે.

મોટા ભાગની સ્ત્રીઓ તહેવારના સમયે પારંપરિક પોશાક પહેરવા માંગતી હોવાથી તમે  વિવિધ પ્રકારે સ્ટાઇલિશ પરંતુ ટ્રેડિશનલ વેર પસંદ કરી શકો છો. હાલમાં કલબ બ્લોકિંગ અન તેમા પણ બ્રાઇટ રંગોમાં કલર બ્લોકિંગ વધારે ટ્રેન્ડમાં છે લિપસ્ટિક, ફૂટવેર હોય કે નેલ પેઇન્ટ તમામમાં વાઇબ્રન્ચ નિયોન કલર બ્લોકિંગ જોવા મળે છે. ઉપરાંત નવતર પહેરવું હોય તો નિયોન કલર્સ પણ ટ્રાય કરી શકો છો.

શિયાળાને ધ્યાનમાં રાખીએ કેટલાક કલેક્શનમાં એલ્બો સ્લિવ તથા ફુલ સ્લિવ તૈયાર કરવામાં આવી છે જે પોશાકને રજવાડી ઠાઠ પૂરો પાડે છે.  ફેસ્ટિવ ક્લેક્શનમાં પીચ, રેડ, પિસ્તા, મેલોન, મિંટ ગ્રાસી રંગોમાં વિવિધ કટ સાથે આઉટફિટ વધારે જોવા મળી રહ્યા છે.

ફેશનપરસ્ત મહિલાઓ તેમજ કંઇક નવા પ્રકારનું ડ્રેસિંગ કરવા માગતી મહિલાઓ માટે  ફેસ્ટિવ ટિપ્સની વાત કરીએ તો હંમેશાં તમને અનુકૂળ  હોય તેવા જ વસ્ત્રો પહેરો. જેમાં મહિલા અનુકૂલન સાધી શકશે તે વસ્ત્રો સાથે મહિલાઓ વધારે આત્મવિશ્વાસું અને સુંદર દેખાશે. ફ્લોરલ લોન્ગ શર્ટ અને ડેનિમ સાથે  મિનીમમ મેકઅપ સાથે જ્વેલરી વિના તમે પણ એક એલિગન્ટ લુક મેળવી શકો છો. ઉપરાંત આપણે ગયા અઠવાડિયે જ ફેસ્ટિવ જ્વેલરીની વાત કરી હતી તે મુજબ પણ તમે તમારા ડ્રેસિંગ સાથે જ્વેલરી અને એક્સેસરીઝનું કોમ્બિનેશન કરી શકો છો.

ફેસ્ટિવ સિઝનમાં એક્સેસરીઝનું પણ રાખો ધ્યાન

  • તહેવારના સમયમાં ફક્ત ફેશનેબલ વસ્ત્રો પહેરી લેવાથી ચાલતું નથી, પરંતુ ઓવરઓલ ડ્રેસિંગમા બેલેન્સ કરવાથી  યોગ્ય લુક મળે છે.
  • જો તમારા વસ્ત્રોમાં એમ્બ્રોઇડરી કે લેસનું પ્રમાણ વધારે હોય તો તમારા ઘરેણાં એકદમ લાઇટ રંગના રાખો. જ્યારે બંધ ગળાના પોશાક પહેરી રહ્યા હોત્યારે ફક્ત ચહેરા ઉપર સૂટ થાય તેવા એથનિક એરિંગ્સ પહેરવા
  • સાડી સાથે ચોકર કે લોન્ગ સેટ પહેરી શકાય.
  • અત્યારે નજીવા બજેટમાં તમારા વસ્ત્રોને અનુરૂપ ફૂટવેર મળી રહે છે તો  બ્લેક, બ્રાઉન, ગોલ્ડન, મલ્ટિકલર , ચટેરી રેડ, ડાર્ક પિન્ક રંગના ફૂટવેર  ખરીદીને તેને વસ્ત્રો અનુસાર પહેરી શકાય.
  • એલ્બો કે લોન્ગ સ્લિવ હોય ત્યારે મોટા ભાગ સ્લીવ ઉફર બોર્ડર લગાવવામાં આવતી હોય છે જો બોર્ડર હોય તો હાથમાં વધારે પડતી બંગડીઓ ન પહેરો, પરંતુ બે ત્રણ બંગડીઓની સાથે બ્રેસલેટને સેટ કરો.
  • જો તમે લોઅર વેરમાં એન્કલથ લેન્થ પહેરતા હોવ તો પગમાં એન્કલેટ પહેરી શકો. આ ઉપરાંત ટ્રેન્ડી લુક મેળવવા પગમાં ટો-રીંગ પણ પહેરી શકાય સાથે સાથે તમે ઇયર કફ કે હેન્ડ કફનો ઉપયોગ પણ કરી શકો.