ફેસ્ટિવ સિઝનમાં ઇકો ફ્રેન્ડલી જ્વલેરી બનાવશે સ્ટાઇલ આઇકન

થોડા સમયમાં દીવાળીના તહેવારની શરૂઆત થશે. એવા સમયે થોડું જુદા પ્રકારનું ડ્રેસિંગ તમારા વ્યક્તિત્વને વધારે પ્રભાવશાળી બનાવશે. મોટા ભાગે સ્ત્રીઓ તહેવારોના સમયમાં પરંપરાગત ડ્રેસિંગ વધારે પસંદ કરે છે એટલે તહેવારોના સમયમાં એવી મૂંઝણવ વધારે રહેતી હોય કે શું પહેરવું, પછી ભલને તમારી સામે ઢગલાબંધ કપડાં અને ઘરેણાનો અસબાબ કેમ ન ઠલવાયો હોય! આવી મૂંઝવણ થતી હોય ત્યારે રૂટિન ડ્રેસિંગમાં કોઈ નવા ફ્રેબ્રિકનો ટ્રાય કરો અને જ્વેલરીમાં પણ ઇકો ફ્રેન્ડલી જ્વેલરી જેવો નવો જ વિકલ્પ વિચારો.

વળી સ્ત્રીઓ માટે તો જ્વેલરી વૈવિધ્ય અને તેનું શોપિંગ ખૂબ પસંદગીનો વિષય છે. ગમે તેટલા ટ્રેન્ડ બદલાય, પણ જ્વેલરીનો ક્રેઝ આબાલવૃદ્ધ સૌ મહિલાઓમાં જોવા મળે જ છે. ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, બ્લેક મેટલ અને વ્હાઇટ મેટલ,પર્લ જ્વેલરી, ફ્લાવર જ્વેલરીના ઓપ્શન અપનાવી ચૂક્યા હો તો હવે તહેવારોના ટાણે જ્યૂટ અને પેપર જ્વેલરી જેવી ઇકો ફ્રેન્ડલી જ્વેલરી ચોક્કસપણે ટ્રાય કરી શકો છો.  આ જ્વેલરી ઇકો ફ્રેન્ડલી હોવાની સાથે વજનમાં હલકી પણ છે તેથી વધુ કમ્ફર્ટ રહે છે.

ફેશન પરસ્ત માનુનીઓ ઇકોફ્રેન્ડલી આઉટફિટ્સની સાથે એથનિક ડ્રેસિંગ કરી શકે છે. તે જ રીતે તમે તહેવારોના ટાણે જ્વેલરીમાં પણ પ્રયોગ કરી શકો છો. ઇકો ફ્રેન્ડલી જ્વેલરીનું નામ સાંભળીને એવું ન સમજતા કે તમારે હાથ પર કે ગળામાં ફક્ત દોરા વિંટાળવાના છે. તો એવું નથી.  હવે તો કોટન, પેપર, જ્યૂટ, વાંસના લાકડામાંથી કે અન્ય લાકડામાંથી એક નજરે ગમી જાય તેવી ઇકો ફ્રેન્ડલી જ્વેલરી બને છે. ઉપરાંત ઇન્ટનેટ ઉપર ઓન લાઇન શોપિંગની સુવિધા આપતી સાઇટ પર પણ તમને ઇકોફ્રેન્ડલી જ્વેલરીનું ભરપૂર ક્લેક્શન જોવા મળશે..

તહેવારના સમયે તમે જ્યૂટ ફ્રેબ્રિકના સ્કર્ટટોપ કે સાડી અથવા તો ટ્યૂનિક્સ સાથે જ્યૂટ, વૂડન અને કોટનના કોમ્બિનેશનમાંથી બનેલા એરિગ્સ પહેરેશો તો રૂટિનની ઇમિટેશ જ્વેલરી કરતાં આ જ્વેલરીની આભા અલગ જ લાગશે., સૌરાષ્ટ્ર કચ્છના હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ પાસે તો ડિઝાઇનનું વિશાળ ક્લેક્શન છે. જેમાં એક જોતા એક ભૂલો તેટલી બધી ડિઝાઇન ઇકો ફ્રેન્ડસી સેટ અને બેંગ્લ્સમાં જોવા મળે છે. તેની ડિઝાઇન એટલી બારિકાઈ સાથે તૈયાર થઈ હોય છે કે દૂરથી જોતા તો ખબર જ ન પડે કે આ ઇમિટેશન જ્વેલરી નથી.

જ્યૂટ, વોટર પ્રૂફ પેપર, કોટન ભાતીગળ કાપડના ઉપયોગથી કલાકારો સર્જનાત્મક સાથે સરસ મજાની હળવી જ્વેલરી બનાવતા હોય છે તો સાથે સાથે લગ્ન જેવા પ્રસંગમાં પહેરી શકાય તેવા સેટ પણ બનાવે છે.

પર્યાવરણને સાથે રાખીને તમે જો સ્ટાઇલ આઇકોન બનવા માગતા હો તો ઇકો ફ્રેન્ડલી આઉટફિટ્સ અને જ્વેલરીનું ડ્રેસિંગને કારણે તમે ભીડમાંથી અલગ જ તરી આવશો

ઇકો ફ્રેન્ડલી જ્વેલરીના ફાયદા

  • જે યુવતીઓને મેટલની અલર્જી હોય તેના માટે  સ્ટાઇલિશ અને ‘હટ કે’ ઓપ્શન બની રહેશે
  • પેપર જ્વેલરીમાં સ્કિન પર કોઈ પ્રકારની એલર્જી નથી થતી.
  • આ તમામ જ્વેલરીની કિંમત એકદમ બજેટમાં હોય છે.
  • ઓછા બજેટમાં પણ તમને તમારા કપંડા સાથે મેચિંગ જ્વેલરી મળી જ રહે છે.
  • તમારી પાસે ભાતીગળ કોટન, લાકડાના બિડ્સ, મોતી જેવી વસ્તુઓ હોય તો તમે જાતે પણ તમારા માટે નેકપીસ, એરિગ્સ કે બેંગલ્સ બનાવી શકો.
  • ઇકો ફ્રેન્ડલી જ્વેલરી સરળતાથી સંભાળી શકાય છે.