યુવકોના વોર્ડરોબમાં પણ ઇજારો ભોગવે છે કેપ્રી

મોસમનો મિજાજ ગમે તેવો હોય, પરંતુ કેટલીક ફેશન એવરગ્રીન રહે છે. લોઅર વેરમાં આવતી કેપ્રી પણ આ જ કેટેગરીમાં આવે છે. છેલ્લા ત્રણેક વર્ષથી યુવતીઓના અને હવે તો યુવકોના વોર્ડરોબ્ઝમાં પણ કેપ્રી ઇજારો ભોગવે છે.

પહેલાં માત્ર યુવતીઓના ફેશનેબલ વસ્ત્ર તરીકે ટ્રેન્ડી ક્લેક્શનમાં પ્રસ્થાપિત થયેલી કેપ્રી આજે કીડ્ઝ ક્લેક્શનથી માંડીને પુરૂષોના ફેશન ક્લેક્શનમાં સ્થાન પામી છે. બાળકોથી માંડીને યુવાનોની હોટ ફેવરિટ બની ગયેલી કેપ્રીની આટલી ડિમાન્ડ હોવાનું કારણ છે કે કેપ્રી એકદમ આરામદાયક પહેરવેશ બની ગઈ છે.  ખાસ કરીને ગરમી કે વરસાદની સિઝનમાં થ્રી ફોર્થ, હાફ કે ની લેન્થ કેપ્રી આરામદાયક રહે છે. વળી મેન્સ કેપ્રીમાં આવતી અવનવી ફન્કી પ્રિન્ટ પણ  કેપ્રી પંસદ કરવાનું એક મહત્વનું કારણ છે. યુવકો કેપ્રીમાં આર્મી ગ્રીન કે ખાખી કલર વધારે પસંદ કરે છે. તો કોલેજ ગોઇંગ બોયઝ ટી શર્ટ કે શર્ટ સાથે ચેક્સ અને પ્લેન કેપ્રી પહેરવાનું વધારે પસંદ કરે છે. હવે તો મોટી મોટી બ્રાન્ડ પણ કેપ્રીનું અલાયદું ક્લેક્શન મૂકતી હોય છે. કેપ્રીની લોકપ્રિયતા વધતા ગામઠી ડિઝાઇનથી માંડીને બાટિક, બોલ્ક પ્રિન્ટ અને હાથભરત ભરેલી એથનિક કેપ્રીનું પણ આગવું માર્કેટ વિકસ્યું છે.

છેલ્લાં થોડા વર્ષોથી સેલિબ્રિટીથી માંડીને બધા જ વર્ગમાં લોકપ્રિય બનેલી કેપ્રીના મૂળ યુરોપમાં રહેલા છે. આમ તો કેપ્રી એ જિન્સ કે બરમૂડાને આપેલું નવીન રૂપ જ છે  જે ઘૂંટણ કે તેથી વધુ ભાગન કવર કરે છે.  એટલે જ યુવક- યુવતીઓના વોર્ડરોબમાં કોટન, સિન્થેટિક, લિઝિબિઝી, લિનન જેવા મટિરિયલની ડઝનબંધ કેપ્રી જોઈને નવાઈ ન લાગવી જોઈએ.

કોલેજ ગોઇંગ ગલ્સૅથી માંડીને વયસ્ક મહિલાઓની સાથે સાથે પુરૂષો, કોલેજ જતા  યંગસ્ટર્સને કેપ્રી પસંદ આવવાનું મુખ્ય કારણ કેપ્રીના મટિરિયલ, ડિઝાઇન અને કલરનું વૈવિધ્ય. યુવતીઓ માટે માર્કેટમાં ફ્લોરલ પ્રિન્ટ, પ્લેન, પોલકા ડોટ્સ,ચેક્સ એવી વિવિધ ડિઝાઇન અને પ્રિન્ટની કેપ્રીઝનું વૈવિધ્ય ઉપલબ્ધ છે તો બાળકો માટે કાર્ટુન કેરેક્ટરથી માંડીને બલૂન અને ટોયઝની ડિઝાઇનની કેપ્રી વિવિધ કલર સાથે મળે છે.

યૂરોપના ફેશન જગતમાં તો મેન્સ કેપ્રીના ખાસ કલેક્શન રજૂ થતાં હોય છે જેમાં મેન્સના તમામ બોટમવેરનો પણ સમાવેશ થાય છે.  આ પ્રકારન કેપ્રી ઘણા પુરૂષો માટે ચોમાસામાં ઓફિસવેર જ  બની રહે છે  સ્ત્રીઓ માટે પણ કેપ્રી અવનવા રૂપે બદલાઇને પણ હજી પણ હોટ પેવરિટ બોટમવેરમાં સ્થાન પામે છે..