માનસિક આરોગ્ય દિવસ: ભારતમાં શું સ્થિતિ છે?

વિશ્વ માનસિક આરોગ્ય દિવસ દર વર્ષે ૧૦ ઑક્ટોબરે મનાવાય છે. તે માનસિક આરોગ્ય શિક્ષણ, જાગૃતિ અને આ સ્થિતિ આસપાસની સામાજિક તિરસ્કારની સ્થિતિને ઘટાડવા માટે મનાવાય છે. ૧૯૯૨માં તેને પ્રથમ વાર મનાવાયો હતો. માનસિક આરોગ્ય માટેના વિશ્વ સંઘ (વર્લ્ડ ફૅડરેશન ફૉર મેન્ટલ હૅલ્થ) દ્વારા આ શરૂઆત કરવામાં આવી હતી. ગયા વર્ષની થીમ ‘કાર્યસ્થળે માનસિક આરોગ્ય’ હતી, જ્યારે આ વર્ષે ‘બદલાતી દુનિયામાં યુવાન લોકો અને માનસિક આરોગ્ય’ છે.

ગત માર્ચમાં ધ લિવ લવ લાફ ફાઉન્ડેશને એક રિપૉર્ટ ‘હાઉ ઇન્ડિયા પર્સિવ્સ મેન્ટલ હૅલ્થ’ પ્રકાશિત કર્યો હતો. આઠ ભારતીય શહેરોમાં હાથ ધરાયેલા આ સર્વેમાં લોકો માનસિક આરોગ્યને કઈ રીતે જુએ છે તે જોવાનું હતું. તેમાં એવું જાણવા મળ્યું કે ૮૭ ટકા સહભાગીઓ તીવ્ર ખામીઓ (જેમ કે સ્કિઝૉફ્રેનિયા અને ઑબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઑર્ડર) સાથેની માનસિક બીમારીઓ સાથે જોડાયેલા છે.

સર્વેમાં એવું પણ બહાર આવ્યું કે માનસિક આરોગ્ય પ્રત્યે ઘણો તિરસ્કાર જોવા મળે છે. ૪૭ ટકા લોકોએ માનસિક બીમાર લોકો માટે ‘મંદબુદ્ધિના’ શબ્દ વાપરે છે. ચોંકાવનારી વાત એ હતી કે ૬૦ ટકા લોકો માને છે કે માનસિક બીમારીવાળા લોકોનો ચેપ તંદુરસ્ત લોકોમાં ન ફેલાય તે માટે તેમનાં પોતાનાં જૂથો હોવા જોઈએ અને ૬૮ ટકા લોકો માને છે કે આવા લોકોને કોઈ જવાબદારી ન સોંપાવી જોઈએ.

આવા વાતાવરણમાં, માનસિક બીમારી વિશે વાત કરીને અને ચર્ચાઓ યોજીને જાગૃતિ ફેલાવવાની જરૂર છે. આવી એક ચર્ચા ગત મે મહિનામાં ટ્વિટર પર યોજાઈ હતી. મે મહિનાને માનસિક આરોગ્ય માસ તરીકે માનવામાં આવે છે. યુકેના પત્રકાર હેટ્ટી ગ્લેડવેલે “મારી માનસિક બીમારી વિશે લોકોએ કહેલી વાતો”ને વર્ણવતા હૅશટેગ સાથે ટ્વિટર થ્રૅડ શરૂ કરેલો. આ થ્રૅડ વાઇરસ બન્યો અને તેનાથી માનસિક બીમારીથી પીડાતા લોકોએ સાંભળેલી ટીપ્પણીઓનો ઘટસ્ફોટ થયો હતો.એક નરુલ નાસીરે લખ્યું કે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ડૉક્ટરે તેને તપાસીને તેની માતાને કહ્યું કે તે પોતાની તરફ ધ્યાન ખેંચવા આવું કરે છે.

કાઇલી લૉવીએ લખ્યું કે થેરપિસ્ટને બતાવતા પહેલાં મારી માતાએ મને કહ્યું કે અમે (માતાપિતા) તને મારીએ છીએ તેવું તારે ડૉક્ટરને નહીં કહેવાનું. મારા પિતા હકીકતે ખૂબ જ મારપીટ કરે છે.

ઇડા વૈસનેને લખ્યું કે કોઈને માનસિક બીમારીવાળી વ્યક્તિ સાથે સંબંધ (એટલે કે લગ્ન)માં રસ નથી.