વિશ્વભરમાં ઓરીની રસી અંગે ગંભીર ઉપેક્ષાથી ખતરો

રી-અછબડા એ ગંભીર બીમારી છે. શિશુઓમાં થાય તો તકલીફનો પાર રહેતો નથી. તે રોગ એવો છે જેને આપણે નાબૂદ કરી શકીએ છીએ. તેની રસી  સામાન્ય રીતે નવ માસે અને પછી પંદર માસે આપવામાં આવે છે. ભારતમાં વર્ષ ૨૦૧૦થી વર્ષ ૨૦૧૭ની વચ્ચે પ્રતિરક્ષણનું આવરણ ૮૦ ટકા કરાયું એટલે કે ૮૦ ટકા બાળકોને રસી અપાઈ હોવા છતાં ઓરીનીરસીની પહેલી માત્રા લગભગ ૨૯ લાખ બાળકો ચૂકી ગયા હતા તેમ સંયુક્ત રાષ્ટ્રોની બાળકોની સંસ્થા યુનિસેફે કહ્યું છે.

ભારતમાં વર્ષે લગભગ ૨૫ લાખ બાળકો જન્મે છે. તે પછી પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા ૧૨ લાખ સાથે આવે છે. તે પછી યુથોપિયામાં ૧૧ લાખ બાળકો જન્મે છે. ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં પરિસ્થિતિ ગંભીર છે તેમ યુનિસેફનું કહેવું છે.

દા.ત. વર્ષ ૨૦૧૭માં, નાઇજીરિયામાં એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનું સર્વોચ્ચ પ્રમાણ હતું જે રસીની પહેલી માત્રા ચૂકી ગયાં હતાં. તેમની સંખ્યા ૪૦ લાખ હતી.

ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં અમેરિકા સૌથી ટોચ પર છે જ્યાં વર્ષ ૨૦૧૦-૨૦૧૭ દરમિયાન ૨૫ લાખથી વધુ બાળકોએ શીતળાની રસી મેળવી નહોતી. તેના પછી ફ્રાન્સ અને યુનાઇટેડકિંગ્ડમનો વારો આવે છે જ્યાં અનુક્રમે છ લાખ અને પાંચ લાખ શિશુઓ રસી વગરના આ જ સમયગાળા દરમિયાન રહી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ૨૦૧૯માં અત્યાર સુધીમાં ઓરીના ૬૯૫ કેસો નોંધાઈ ચુક્યા છે. આ દેશને વર્ષ ૨૦૦૦ના વર્ષમાં ઓરીમુક્ત જાહેર કરાયો હતો.

વર્ષ ૨૦૧૦થી ૨૦૧૭ દરમિયાન અંદાજે ૧૬.૯ કરોડ બાળકોને શીતળાની રસીની પ્રથમ માત્રા નહોતી મળી. જો વર્ષે સરેરાશ આંકડો જોઈએ તો તે ૨.૧૧ કરોડનો છે. રસી વગરનાં બાળકોની વધુ સંખ્યાથી વિશ્વભરમાં શીતળાના રોગ માટેનો માર્ગ મોકળો થઈ જાય છે.

યુનિસેફના કાર્યકારી નિર્દેશક હેન્રિએટ્ટાફૉરે કહ્યું હતું કે “આજે આપણે જે જોઈએ છીએ તે વિશ્વ ભરમાં શીતળા ફાટી નીકળવાની ભૂમિકા વર્ષો પહેલાં રચાઈ ગઈ હતી.”

“શીતળાનો વાઇરસ હંમેશાં રસી વગરના બાળકમાં ઘૂસે છે. જો આપણે આ અટકાવી શકાય તેવા રોગને ફેલાતો રોકવા ગંભીર હોઈએ તો આપણે દરેક બાળકને રસી આપવી જરૂરી છે, ચાહે તે ધનિક દેશ હોય કે નિર્ધન દેશ.”

આ વર્ષના પહેલા ત્રણ મહિનાઓમાં, ૧.૧૦ લાખથી વધુ કેસો શીતળાના વિશ્વ ભરમાંનોંધાયા હતા. ગયા વર્ષ કરતાં તે અંદાજે ૩૦૦ ટકા વધુ હતા. વર્ષ ૨૦૧૭માં અંદાજે ૧.૧૦ લાખ લોકો, જેમાંનાં મોટા ભાગનાં બાળકો હતાં, તેઓ શીતળાના કારણે મૃત્યુ પામ્યાં હતાં. વર્ષ ૨૦૧૬ની સરખામણી એ શીતળાના રોગથી મૃત્યુ પામનારની સંખ્યા ૨૨ ટકા વધુ હતી.

બાળકોને શીતળાના રોગથી બચાવવા માટે શીતળાની રસીની બે માત્રા (ડૉઝ) જરૂરી છે. જોકે પહોંચના અભાવ, ખરાબ આરોગ્ય તંત્ર, આત્મસંતોષ અને કેટલાક કિસ્સાઓમાં રસીથી ભય અથવા સંદેહના કારણે વર્ષ ૨૦૧૭માં શીતળાની રસીની પ્રથમ માત્રા વિશ્વ ભરમાં ૮૫ ટકા હતી. આ આંકડો વસતિ વધારા છતાં છેલ્લા દાયકામાં પ્રમાણમાં અચળ રહ્યો છે.

બીજી માત્રાની વૈશ્વિક વ્યાપ્તિ ઘણી ઓછી ૬૭ ટકા જ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) સામૂહિક પ્રતિરક્ષણ મેળવવા ૯૫ ટકા પ્રતિરક્ષણવ્યાપ્તિની ભલામણ કરે છે.

“શીતળાની રસીની બીજી માત્રાની વિશ્વ વ્યાપ્તિનું સ્તર તો પહેલી માત્રા કરતાં પણ વધુ ચિંતાજનક છે. વર્ષ ૨૦૧૭માં જે ટોચના ૨૦ દેશોમાં સૌથી વધુ બાળકો રસીની પ્રથમ માત્રા વગરનાં રહી ગયાં તેમાંથી નવે તો બીજી માત્રા આપી જ નહીં.” તેમ યુનિસેફ કહે છે.

આફ્રિકાના ૨૦ દેશોમાં જરૂરી એવી બીજી માત્રા દાખલ જ કરાઈ નથી. આના લીધે ૧.૭૦ કરોડ શિશુઓને બાળપણમાં શીતળાનું વધુ જોખમ ઊભું થાય છે. ફૉરે કહે છે, “શીતળા એ ખૂબ જ ચેપી છે. શીતળાની રસીની વ્યાપ્તિ વધારવી જ જરૂરી નથી, પરંતુ દરેક માટે પ્રતિરક્ષણનું છત્ર ઊભું થાય તે માટે સાચી માત્રામાં રસીનો દર જળવાય તે પણ જરૂરી છે.”