હેન્ડ સેનિટાઈઝરના વધુ પડતા ઉપયોગથી સાવધાન!

0
966

જકાલ ટીવી પર વારંવાર હાથમોં ધોવા માટે સાબુની જગ્યાએ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની જાહેર ખબર આવી રહી છે અને હવે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ વધુ થઈ પણ રહ્યો છે. હેન્ડ સેનિટાઈઝર તારો અને બેક્ટેરિયાને આપણા હાથોમાંથી તો કાઢી નાખે છે, સાથે તેના ઉપયોગ પછી હાથોમાં સારી સુગંધ પણ આવે છે જેથી કેટલાક લોકોને વારંવાર હાથ ધોવાની ટેવ પડી જાય છે.

આવા લોકોને દરેક નાના મોટા કામમાં હાથ ધોયા પછી એવું લાગે છે કે તેમના હાથ માત્ર પાણીથી સાફ નહીં થાય તેથી તેઓ વારંવાર હાથ સાફ કરવા માટે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે તેનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે? આવો જાણીએ કે વારંવાર હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી તમારી તબિયતને શું નુકસાન થઈ શકે છે.

૧. હેન્ડ સેનિટાઈઝર નામનું રસાયણ હોય છે જેનાથી હાથની ત્વચા સુકાઈ જાય છે તેના વધુ ઉપયોગથી આ રસાયણ તમારી ત્વચા આ થઈને લોહીમાં ભળી જાય છે અને તે તમારી માંસપેશીઓને કોઓર્ડિનેશનને નુકસાન પહોંચાડે છે.

૨. સેનિટાઈઝરમાં ઝેરી તત્વ અને બેંઝાલ્કોનિયમ હોય છે જે કીટાણુઓ અને બેક્ટેરિયાને તો તમારા હાથ માંથી કાઢી નાખે છે, પરંતુ તે તમારી ત્વચા માટે સારું નથી તેનાથી તમારી ચામડીમાં બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

૩. સેનિટાઈઝર માં સુગંધ માટે ફેથ્લેટ્સ નામના રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે જેની માત્રe જે સેનિટાઈઝરમાં વધુ હોય છે તે આપણા માટે હાનિકારક હોય. આ પ્રકારના વધુ પડતાં સુગંધવાળા સેનિટાઈઝર લીવર કીડની ફેફસાં અને પ્રજનન તંત્રને નુકસાન કરે છે.

૪. સેનિટાઈઝર માં આલ્કોહોલની માત્ર હોવાના કારણે તે બાળકોની તબિયત પર ખરાબ અસર પાડી શકે છે ખાસ કરીને જ્યારે બાળકો તે પી લે.

૫. તેના વધુ પડતા ઉપયોગથી ત્વચા સૂકી થઈ જાય છે.

૬. અનેક સંશોધન મુજબ તેનો વધુ ઉપયોગ બાળકોની પ્રતિકારક શક્તિને પણ ઘટાડે છે.