નવરાત્રિમાં રંગ જમાવશે પોમ પોમ જ્વેલરી

0
2225

નવરાત્રિના ઠોલ ઢબૂકવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગરબા રસિકાઓ પોતાના નવરાત્રિ વોર્ડરોબને  સજાવવા  બજાર ખૂંદી વળી છે.  ત્યારે આપણે વાત કરવી છે નવરાત્રિ જવેલરી વિશે. ભાતીગળ ચણિયાચોળી પહેર્યા હોય ત્યારે જ્વેલરી પણ એવી જ જોઈએ ને. ફેશનપરસ્ત સ્ત્રીઓએ જોયું હશે કે છેલ્લા થોડા સમયથી ડ્રેસીસમાં ઉનના ફૂમતા હોય તેવા આઉટફિટ્સ ઘણા પ્રચલિત થયા છે.

જેમાં ક્યા તો ઉનના ગોળ ગોટા હોય છે અથવાતો પહેલાના જમાનામાં જેમ સાડીના છેડા બાંધતા હતા તે રીતે  છેડાની આખી લેસ લગાવેલી હોય છે અથવા તો તે ઉનના ફૂમતા છૂટા છૂટા લટકાવેલા હોય છે. આ સ્ટાઇલને તમે તહેવારમાં પણ અપનાવી શકો છો. અત્યારે તમને ફ્લેરવાળા ટોપથી માંડીને  કુરતી અને અનારકલી કે ક્રોપ ટોપ અને સ્કર્ટમાં આવા પ્રકારનું અપાર વૈવિધ્ય મળી રહેશે.

બસ આ જ પોમ પોમ એટલે કે દેશી ભાષામાં કહીએ તો ઉનના રંગીન ફૂમતા હવે નવરાત્રિ જ્વેલરીમાં જોવા મળી રહ્યા છે. પોમપોમ જ્વેલરી અને આઉટફિટ્સનો ફાયદો એ રહે છે કે  તે એકદમ ભાતીગળ લાગે છે. વળી ફેસ્ટિવ સિઝનમાં રંગબેરંગી પોમપોમ  આઉટફિટ્સ એકદમ કૂલ લુક આપે છે.

અને તમારે જો બીજા આઉટફિટટસ સાથે ન્યૂ લુક મેળવવો હોય તો પોમ પોમ જ્વેલરી પણ એકદમ ઇન ટ્રેન્ડ છે. જેમાં તમને અપાર વૈવિધ્ય મળી રહેશે.  પોમ પોમ જ્વેલરીમાં  એરિંગ્સ, પગના એન્કલેટ, હાથના બ્રેસલેટ, શેન્ડિલિયર એરિંગ્સ,  સિમ્પલ એરિગ્સ બધું જ મળી રહે છે. આમ તો આ ફેશન  એમ.એસ ધોનીની બાયોગ્રાફી ફિલ્મ ધોની અનટોલ્ડ સ્ટોરીમાં સૌથી વધુ જોવા મળી હતી. જેમાં અભિનેત્રી દિશા પટાણીએ આ પ્રકારના ચેનવાળા બ્રેસલેટ હાથમાં પહેર્યા હતા. તેમજ તેણે પહરેલા કેટલાક લખનવી કુર્તામાં પણ કેટલાક રેશમી ફૂમતાનો ઉપયોગ કરવામાં આવે છે.  બસ ત્યાર પછી આ ફેશન વ્યાપક બની છે પહેલા કોલેજ ગોઇંગ ગર્લ્સ એક કાનમાં ફન્કી પીછાં અને ચેઇન તથઆ બિડ્સ વાળા સ્ટાઇલિશ એરિગ્સ પહેરતી હતી પરંતુ હવે  પોમપોમ જ્વેલરી વધુ પ્રમાણમાં વ્યાપક બની છે.

તમે સાદા કુરતા કે ટોપ અથવા તો ઘેરદાર ચણિયા પર આ પ્રકારના  કરલફુલ ગોટા લગાવી દેશો અથવા તો દુપટ્ટા પર આવા ગોટા લગાવી દેશો તો તે ખૂબ જ સરસ લાગશે.  ટેલિવિઝનમાં પણ  ઘણી એકટ્રેસ આ પ્રકારનું ડ્રેસિંગ કરે છે. ઘણા ફેશન ડિઝાઇનર્સ હાલમાં પ્લેન ફલેરવાળા કુરતા સાથે  આ પ્રકારનું સ્ટાઇલિંગ કરે છે.

ખાસ કરીને જો તમે વ્હાઇટ કુરતા માટે કલરિંગ ફૂમતા, રાણી મિટિરિયલ હોય તો ગ્રીન કે યલો અને  બ્રાઉન હોય તો બિસ્કિટ રંગના ફૂમતા, તથા ઓફ વ્હઇટમાં  કોફી કલરના ફૂમતા કે ગોટા રાખીને તમે  તમારા અટાયરને સ્ટાઇલિશ બનાવી શકો છો.જ્યારે તમે આ પ્રકારની જ્વેલરી કે અટાયર પસંદ કરો તો  તમારા ફૂટવેર, પર્સ જેવી અન્ય એક્સેસરીઝ પર એ પ્રકારે એથનિક જ રાખો. અને મજાથી તહેવારોનો આનંદ માણો. હવે તો નથણી, બંગડી, ઝૂડો, દામણી, બંધી તથા બલોયા પર પણ પોમ પોમ લગાવીને તેન વધુ એટ્રેક્ટિવ બનાવાય છે.