નવો ટ્રેન્ડઃ રાશિ પ્રમાણે યોગ્ય પરફયૂમની પસંદગી

સુંદર વસ્ત્રો પહેરવાની સાથે  દરેક સ્ત્રીને એ ગમતું હોય છે કે તે મઘમઘતી રહે. તેના માટે  પ્રાચીન સમયમાં સ્ત્રીઓ ગુલાબ, ગુલાબજળ,ચંદન, અત્તર, ઉપરાંત લવિંગ કપૂરી પાન, મૃગન કસ્તૂરી જેવી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરતી હતી.  સ્ત્રી એવી  સુંગધનો ઉપયોગ કરતી જે  તેની સુંદરતામાં ચારચાંદ ઉમેરે. આધુનિક સમયમાં હવે તૈયાર સ્પ્રે, ડીઓ અત્તર મળવા લાગ્યાં છે ત્યારે મસમોંઘા અત્તર કે સ્પ્રે લાંબો સમય ટકી રહે તે પણ જરૂરી છે.  તો ચાલો આજે જાણીએ કે સ્પ્રેની પસંદગી કેવી રીતે કરશો અને ખાસ તો તમારી રાશિ આધારિત સ્પ્રે વાપરવાનો એક નવો ટ્રેન્ડ વ્યાપક બન્યો છે ત્યારે એ વિશે પણ જાણીએ.

પરફ્યૂમ પસંદગી કરવા માટે  સૌ પ્રથમ તો બજેટને ધ્યાનમાં રાખવું. અને પરફયૂમની  પસંદગી એવી રીતે કરવી જેમાં પ્રાકૃતિક મિશ્રણનો ઉપયોગ થયો હોય. આવી સ્મેલ લાંબો સમય સુધી શરીર પર ટકી રહે છે. હાલમાં તો માર્કેટમાં અસંખ્ય વિકસ્પ ઉપલબ્ધ છે.  સૌ પ્રથમ  ફૂલોની સુંગંધની વાત કરીએ તો ગુલાબ, ચમેલી, મોગરો, ઘણી લોકપ્રિય સુગંધ છે.

ત્યાર બાદ વારો આવે છે ફળોની સ્મેલનો જેમાં લીબું, ગ્રીન એપલ, જિંજર, લેમન ગ્રાસ, વેનિલા, કોકો, ચોકલેટ ઉપરાંત ચંદન, તજ જેવા લાકડાની સુંગધ પણ સ્પ્રે તરીકે જાણીતી છે.

પરફ્યૂમમાં ઉમેરાતી  પ્રાકૃતિક ચીજવસ્તુઓ શરીરને આખો દિવસ ફ્રેશ રાખે છે અને ત્વચાની કુમાશ જળવાઈ રહે છે.  હવે તો પરફ્યૂમની ખરીદી માટે લોકો પોતાની રાશિ  ધ્યાનમાં રાખે છે તેમજ પરફ્યૂમ ગિફ્ટ આપવા માટે બેસ્ટ ઓપ્શન છે ત્યાર લોકો ગિફ્ટ આપવા માટે પણ રાશિ સાથે મેળ ખાતાં  પરફ્યૂમ ગિફ્ટ કરે છે.  તો ચાલો જાણીએ કે કઇ રાશિ સાથે કેવી સ્મેલનું પરફ્યૂમ બંધ બેસે છે.પંચતત્વો અનુસાર પરફ્યૂમમાં ઉપયોગ થનારી સામગ્રી અલગ અલગ રાશિ માટે ફાયદાકારક છે.

રાશિ પ્રમાણે તમે આ પ્રકારના પરફ્યૂમ ગિફ્ટ કરી શકો છો…

મેષ રાશિને  લવિંગ, અને લોબાન

સિંહ રાશિને  આદુ, ફુદીનો, મહેંદી જેવી સ્મેલનું પરફ્યૂમ ગિફ્ટ આપી શકો.

ધન રાશિને  લવિંગ, લીંબું કેસર અને મહેંદીનું પરફ્યૂમ સારું રહે છે.

જળતત્વ ધરાવતી  કર્ક રાશિને ચમેલી, કેમોમાઇલ, ગુલાબ અને યેરો નામની  સુંગધ ખૂબ અનુકૂળ રહેશે.

જળતત્વ ધરાવતી અન્ય રાશિ વૃશ્ચિક તેમ જ મીન રાશિ માટે  રજનીગંધા, સફરજન, ચમેલી, વેનિલા, ચંદનનું પરફ્યૂમ ખૂબ યોગ્ય રહે છે.

વાયુતત્વની રાશિ મિથુન , તુલા અને કુંભ માટે મિન્ટ, લેમનગ્રાસ, ચમેલી તેમ જ દેવદાર અને લેવેન્ડર યોગ્ય રહે છે. 

વૃષભ, કન્યા અને મકર રાશિ જે ધરતી  સાથે જોડાયેલી છે. તેના માટે મેગનોલિયા, સફરજન,હની, ગુલાબ, ઓકમોસ, વરિયાળી, તમાલપત્ર, લીબું, ટ્યૂલિપ,લોબન જેવી સ્મેલના પરફ્યૂમ  પોઝિટીવ એનર્જી આપે છે.

 

આ રીતે કરો પરફ્યૂમની પસંદગી

આજે ઢગલાબંધ પરફ્યૂમ મળી રહે છે ત્યારે  બજારમાંથી આપણા માટે એકાદ બે પરફયૂમની પસંદગી કરવી મુશ્કેલ બને છે.મોટા ભાગે તો લોકો સ્મેલ અને ઘણાં લોકો  બોટલનો શેઇપ જોઈને પરફ્યૂમ માટે એટ્રેક્ટ થઈ જતાં હોય છે. તો પરફ્યૂમ ખરીદતી વખતે આટલી બાબતો ચોક્કસ યાદ રાખવી જોઇએ. જેમ કે સૌથી પહેલાં તો બજેટ. પરફ્યૂમની કિંમત તેની ક્વોન્ટિટીના પ્રમાણમાં ઘણી વધારે હોય છે. પરંતુ તમારે તમને ગમતી સ્મેલ પ્રમાણે બજેટમાં હોય તેવું જ પરફયૂમ ખરીદવું જોઈએ.

સ્મેલ પણ એ રીતે પસંદ કરવી જે સ્મેલ જેટલી સ્ટ્રોંગ હશે તેટલી અસર લાંબો સમય સુધી રહેશે. જેની સ્મેલ એકદમ લાઇટ હશે તે સ્પ્રે કર્યા પછી લાંબો સમય સુધી રહેશે નહીં અને તમારે દિવસમાં બેથી વધુ વાર સ્પ્રે કરવું પડશે. પરફ્યૂમ ખરીદવું હોય તો પહેલાં તેને કાંડા પર છાંટો અને તેને ઉંડો શ્વાસ લઇને સૂંઘો. પછી 10 મિનિટ પછી ફરીથી સ્મેલ કરો.

જો સ્મેલ આવતી હોય તો તે પરફ્યૂમની અસર લાંબી રહેશે. મોટા ભાગે પરફ્યૂમ સ્ટોરમાં  તેઓ કાગળની સ્ટ્રીપ પર સ્પ્રે કરીને તમને સૂંઘાડતા હોય છે  આ સ્ટ્રીપ તમારી  પાસે રાખો અને દસેક મિનિટ પછી ફરીથી સ્મેલ કરીને તમે  ચકાસો કે સ્મેલ રહે છે કે નહીં.