ઘરની સજાવટ બદલવા સરળ ડેકોરેટિંગ ટીપ્સ

હેવાય છે કે પૃથ્વીનો છેડો ઘર… અને એટલે જ આપણે ઘરની સજાવટ માટે કોઇ કસર નથી રાખતા. નવું નવું અને મનગમતું ઇન્ટીરીયર ઘરમાં રહેવાની મજા વધારી દે છે. પણ ઘણાં લોકો એવુ માને છે કે,  વારે વારે ઘરનું ઇન્ટીરીયર ચેંજ કરવુ ખર્ચાળ અને ટાઇમ કન્ઝ્યુમિંગ છે. અને કેમ નહીં, જો વર્ષે વર્ષે ઘરની દીવાલો રંગાવો તો ખર્ચો તો થવાનો જ. પણ અહીં એ વિચારીએ કે શું માત્ર દીવાલોના રંગ બદલવાથી જ ઘરનુ ડેકોરેશન ચેંજ થઇ શકે…!! સવાલનો જવાબ છે જી નહીં. જો થોડું સ્પેસિંગ એટલે કે જગ્યામાં ફેરફાર કરીએ તો પણ ઘરનો લૂક તો ચેંજ થઇ જ જાય છે. એટલે માત્ર ખર્ચાળ રસ્તાઓ જ છે ઇન્ટીરીયર ડેકોરેશન ચેંજ કરવા માટે એવું માનવું ખોટું છે. અને આવા એક નહીં પણ ઘણાં સરળ ઉપાયો છે જે તમારા ઘરનો લૂક તરત ચેંજ કરીને એક યુનિક ફીલ આપી શકે. એટલે તમને ઇચ્છા થાય તેટલી વાર તમે તમારા ઘરનુ ડેકોરેશન ચેંજ કરી શકો. એ પણ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં.

જો તમે તમારા ઘરનું નવીનીકરણ કરવા માંગતો હોવ તો નાના ચેંજીસ કરીને પણ તેને એકદમ નવો લુક આપી શકાય છે. જેને માટે રંગબેરંગી વૉલપેપર વાપરી શકાય અને ચતુરાઇથી પ્રકાશ એટલે કે લાઇટ સોર્સની  ગોઠવણી કરો તો પણ કામ ચાલી જાય. બજારમાં મળતા વોલપેપર, લેમ્પ આવી નાની વસ્તુઓથી પણ કામ બની જાય. આ બંને એવા કીમીયા છે જેનાથી ઇન્સટન્ટલી તમારા ઘર કે રુમનો લુક ચેંજ થઇ જશે. અને લાંબા સમયની ડલનેસ તરત રંગીન ચમકમાં પરિવર્તિત થઇ જશે.

તમારા લિવીંગ રુમમાં  રંગ ઉમેરવા માટે તમે વાયબ્રન્ટ કલરના કુશન્સ પણ વાપરી શકો છો.  તેની સાથે તમે સામાન્યને સ્થાને  ફ્લોરલ પ્રિન્ટના પડદા પણ લગાવી શકો છો. આ તો થઇ રંગોની વાત. પણ જો તમારા રુમના ખૂણા ડલ લાગતા હોય તો તેને માટે તમે વુડન ફર્નિચર વાપરી શકો. જે એક વિન્ટેજ લુક આપશે.

ઘણી વાર આપણે આપણા ઘરના ડેકોરેશનમાં કિચનને ભુલી જતા હોઇએ છીએ અથવા ઇગ્નોર કરતાં હોઇએ છીએ. જો કે કિચન પણ છે તો ઘરનો જ ભાગ અને એ પણ મહત્વનો. તો કિચનમાં તમે વાયબ્રન્ટ લેન્ટર્ન લગાવીને તેને સ્માર્ટ લુક આપી શકો છો. જો કે ઘણા માને છે કે તેનાથી સ્માર્ટ નહીં પણ ફેસ્ટીવ લુક આવે. પણ અહીં રંગની પસંદગી મહત્વની છે. જો રેડ, ઓરેંજ પસંદ કરો તો ફેસ્ટીવ લુક મળશે પણ તમે લાઇટ પિંક, વાદળી, ટર્કોઇશ બ્લુ, જેવા કલર વાપરો તો એક નીટએન્ડ ક્લીન ઇફેક્ટ આપે. અને રોનક વધુ લાગે.  કીચનમાં પણ તમે અલગ અલગ મોડ્યુલર કીચન, વૉલ સ્ટીકર અને આવા લેન્ટર્ન લગાવીને તેના વાયબ્રેશન બદલી શકો છો.

હવે વારો બેડરુમનો. બેડરુમમાં આપણી સવાર પડતી હોય છે. એટલે જો સનશાઇન ઇફેક્ટ હોય ત્યાં તો દિવસની શરુઆત જ જોરદાર અને ખુશખુશાલ થઇ જાય. એટલે બેડરૂમમાં તમે યલો કલરના ડેકોરેશન આઇડીયાઝ યુઝ કરી શકો. મોટા ભાગે અત્યારના સમયમાં લોકો બેડરૂમની દિવાલ માટે સનશાઇન યલો કલર કે તેનો શેડ પસંદ કરે છે પણ જેમના ઘરમાં બેડરૂમની દિવાલો પહેલેથી જ ગુલાબી ભૂરા જેવા અન્ય રંગે રંગાયેલી હોય તેઓએ ફરી દિવાલોને પેઇન્ટ કરાવવાની જરૂર બિલકુલ નથી. તેઓ સાઇડ ટેબલ કે વોલ હેંગિંગ્સ વિન્ડ ચાઇમ્સના ઓપ્શન પસંદ કરી શકો છો. યલો વોલ હેંગિંગ્સ તમારા બેડરૂમને આકર્ષક બનાવશે.  આ ઉપરાંત તમે એકથી વધારે ફોટોફ્રેમ કે અન્ય વોલ હેંગિગ્સ યલોના અલગ અલગ શેડમાં યુઝ કરી શકો છો. એનાથી તમારા બેડરૂમમાં અનેરી રંગત આવી જશે.