ઘરની સજાવટમાં સ્વદેશી ખાદીનો કરિશ્મા

ખાદી શબ્દ આવે એટલે સૌથી પહેલાં ઇમેજીન થાય ડલ કલરના ખાદીના કપડાં, અથવા એવા કપડાં પહેરેલાં કોઇ ખાદીધારી વ્યક્તિ. જો કે ખાદીમાં ખાલી ડલ અને લાઇટ કલર જ અવેઇલેબલ હોય એવી ધારણા ખોટી છે. કારણ કે આજે તો રંગબેરંગી ખાદી માર્કેટમાં મળી રહે છે. ભારત સરકારે જ્યારથી ખાદીનું ફુલફ્લેજ પ્રમોશન શરુ કર્યુ છે ત્યારથી વિદેશીઓને પણ આ ખાદી આકર્ષી રહી છે. એટલે સુધી કે હવે તો વિદેશમાં ઇન્ટીરીયર ડિઝાઇનર્સ પણ ખાદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે.યુરોપમાં તો ખાદીના ગોદડાં અને પાથરણાં હોટફેવરિટ બની ગયાં છે. જેનુ ચોક્કસ કારણ પણ છે, અને એ છે ખાદીની બનાવટ. ખાદી હાથવણાટથી બને છે. આ વણાટને કારણે ખાદીના કપડાંનું સ્ટ્રક્ચર એવું હોય છે જે ગરમીમાં ઠંડક આપે અને શિયાળામાં ગરમાટો એટલે કે હૂંફનો અનુભવ કરાવે. એટલે જ તો ઠંડા વાતાવરણ ધરાવતા યુરોપમાં ખાદીના ધાબળા, ગોદડાં અને પાથરણાં ઘરના ડેકોરેશન માટે ટ્રેંડમાં છે.  ન માત્ર યુરોપ પણ સાથે હોલિવુડમાં પણ કેટલીય સેલિબ્રિટીઝ ખાદીને પસંદ કરે છે. ક્રિસ્ટીના કીમ નામક ડિઝાઇનરની ખાદીનું ક્લોધિંગ કલેક્શન પ્રખ્યાત હોલિવુડ અભિનેત્રી જેનીફર એનીસ્ટન અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ઓબામાના પત્ની મિશેલ ઓબામાએ પણ પસંદ કર્યુ હતું. કહેવાનો મતલબ એટલો કે ચરખા અને રેંટિયાથી નીકળતી ખાદી હવે વિદેશ પહોંચી ચુકી છે.ફેશન ડિઝાઇનર્સ જ નહીં પણ ઇન્ટીરીયર ડિઝાઇનર્સ પણ હવે ખાદી તરફ વળી રહ્યાં છે. જેનું કારણ ખાદીનું સ્ટ્રક્ચર, તેની રચના, તેનો સિમ્પલ અને એલીગન્ટ લૂક છે. રાષ્ટ્રપિતા ગાંધી બાપુના વિચારધારાને માનનારા અને તેને જીવનારા લોકો માટે ખાદી તેમના જીવનનુ અંગ બની હતી. સફેદ કે સફેદના જ કોઇ શેડ્સમાં તેમના ઘરના સામાન અને તેમના કપડાથી તેમની નીતિમત્તા ઝલકી જતી. જો કે તે દાયકાઓ પહેલાની વાત થઇ. અને આજે ફરી એ જ સિમ્પલીસીટી અને એલિગન્સ પાછુ ઇનટ્રેન્ડ થયુ છે થોડી કલાત્મકતા સાથે. ખાદીમાં આવતા વાયબ્રન્ટ શેડ્સ અને શેપ્સ વધુ આકર્ષક બન્યા છે. ક્રિએટીવ ડીઝાઇનર્સને કારણે ખાદીમાં પ્રિન્ટ, બ્લોક પ્રિંટ, એમ્બોઇડરી, અને કલર્સના અઢળક વિકલ્પો અત્યારના સમયમાં મળી રહે છે. એટલે જે પહેલા પીઢ વડીલ વર્ગની પસંદ હતી એ ખાદી આજના યુવા વર્ગને પણ આકર્ષે છે. તો જો તમે તમારા ઘરના ડેકોરેશનમાં ખાદીનો ઉપયોગ કરો છો તો તમારી પાસે કલર્સ અને આર્ટીફેક્ટ્સને લઇને ઘણા ઓપ્શન્સ છે.ખાદીના સોફા, કુશન્સ, પડદા, સાદડીઓ તમે પોતાના ઘરના ઇન્ટીરીયરમાં યુઝ કરી શકો છો. ઉપરાંત ખાદીના પીલો કવર્સ, નેપ્કીન્સ, ખાદીની બેગ્સ જેવી વસ્તુઓ પણ વાપરી શકાય. અને હવે તો ખાદીમાં કલર ઓપ્શન્સ પણ જોઇએ એટલા મળી રહે છે. એટલે એવુ વિચારતા નહીં કે ઘરમાં ખાદીનુ ડેકોર ડલ ફીલ કરાવશે. બેડરુમમાં તમે ખાદીની ચાદર, પિલો કવર વાપરી શકો. જેમાં કલરની સાથે પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટના ઓપ્શન્સ પણ મળી રહે છે. તો વળી, લીવીંગ રુમમાં વાઇબ્રન્ટ કલરના પડદા, સોફા કવર, અને સાથે થોડી એથનીક ફીલ કરાવતી ફ્રેમ. જેમાં તમે ખાદી પર જ કોઇ પેઇન્ટીંગ કે એમ્બ્રોઇડરી કરાવીને પણ ફ્રેમ કરી તેને દિવાલે લગાવી શકો. ખાદીનુ આ પ્રકારનું ઇન્ટીરીયર તમારા ઘરને એક સિમ્પલ અને એલિગન્ટ લુક આપે છે એ પણ થોડા આર્ટીસ્ટીક ટચ સાથે. ખાદીના ઇન્ટીરીયરથી સિમ્પલ લીવીંગ હાઇ થિંકીંગી ઇમેજ ઉભી થાય છે.  અને જો એમાં તમે પર્યાવરણ પ્રેમી છો તો તમને આ બધી વસ્તુઓ અનોખો આનંદ પણ આવશે. અત્યારે દુનિયાભરમાં લોકો પર્યાવરણ જાળવણી તરફ વળ્યા છે ત્યારે ઇન્ટીરીયર માટે ખાદીએ યુનિક અને ઇકો ફ્રેંડલી ઓપ્શન છે.

ખાદી ઇકો ફ્રેંડલિ ફેબ્રિક છે. જેથી જો ઘરની સજાવટમાં તમે ખાદીનો ઉપયોગ કરો તો, તેનાથી એક અલગ પ્રકારની વાર્મ્થ (હૂંફ) અને વેલ-બીઇંગ (સુખશાંતિ)ની ફીલ આવે છે.