તમારી ત્વચાને અનુરૂપ લાલ લિપસ્ટિક કેવી રીતે શોધશો?

Courtesy: Nykaa.com

તો સાચી વાત છે કે કોઈ પણ સ્ત્રી પાસે કંઈ ઢગલાબંધ લિપ્સ્ટીક્સ તો ન જ હોય. પરંતુ, જ્યારે તમે મૂંઝાઈ જાવ કે શું પહેરવું ત્યારે લાલ રંગ પસંદ કરી લેવો. અમે જાણીએ છીએ કે લાલ રંગની લિપસ્ટિકનાં શેડ્સ ઉત્તમ જ છે અને કાયમ પસંદ પડતાં જ હોય છે. ડાર્ક લાલ રંગની લિપસ્ટિકની અમુક વિસ્મયકારક અને ચકિત કરી દેનારી સવળી બાજુઓ પણ છે, તે છતાં ઘણી મહિલાઓ એ લગાડતાં અચકાય છે. એનું કારણ છે, વધારે પડતી ભડક લાગવાનો ડર. પણ જો તમને શ્રેષ્ઠ પ્રકારની લાલ લિપસ્ટિક મળી જાય તો તમે હંમેશ માટે અમારો આભાર માનશો. એટલે આ લેખ વાંચવાનું ચાલુ રાખજો, જ્યાં સુધી તમને ગમી જાય એવી લિપસ્ટિક મળી ન જાય.

અહીં અમુક એવી સચોટ ટિપ્સ આપી છે કે લાલ લિપસ્ટિકના તમામ શેડ્સમાંથી તમારે માટે બેસ્ટ હોય એને શોધવામાં તમને મદદરૂપ થશે.


ગોરી ત્વચા માટે લાલ લિપસ્ટિક

જો તમારી ત્વચા ગોરી છે તો વાઈબ્રન્ટ બ્લુ-રેડ અને સાથે આછો ગુલાબી રંગ તમારાં હોઠને શોભાવશે. કોરલ અને ચેરી રેડ તમારી સુંદરતામાં વધારો કરશે. એ જરાય અતિરેક નહીં કરે.

નાયકા સલાહ આપે છેઃ

L’Oreal Paris Infallible Le Rouge Lipstick

Nykaa So Matte Lipstick Collection

L’Oreal Paris Pure Reds Color Riche Collection Star Lipstick

Inglot Freedom System Square Lipstick


ઘઉંવર્ણી ત્વચા માટે લાલ લિપસ્ટિક

તમને અભિનંદન આપવા પડે જો તમે ઘઉંવર્ણી ત્વચાવાળા હો. તમારી ત્વચા પર તો કોઈ પણ લાલ રંગ જામે. અમુક શેડ્સ એવા છે જે બીજાં કરતાં પણ વધારે સુંદર ઓપ આપે છે અને તમારાં હોઠ પર ત્વરિત નિખાર લાવી દે. તમે પસંદ કરી શકો છો ઓરેન્જ રેડ અથવા બ્લડ રેડ.

નાયકા સલાહ આપે છેઃ

Lakme 9 to 5 Primer + Matte Lip Color

Maybelline New York Color Sensational Vivid Matte Lipstick

L’Oreal Paris Pure Reds Color Riche Collection Star Lipstick

Nykaa Pout Perfect Lip & Cheek Velvet Matte Crayon Lipstick


શ્યામરંગી ત્વચા માટે લાલ લિપસ્ટિક

શ્યામરંગી ત્વચાવાળી સ્ત્રીઓનાં  ઉપર પણ લાલ રંગ એટલો જ હોટ, મોહક અને લોભામણો લાગે છે. આવી ત્વચા માટે લાલ લિપસ્ટિક શોધવી એ કપરું કામ છે, પણ ગ્લોસી રેડ એની પર ખૂબ જામે. ડાર્ક ત્વચાની સુંદરતા વધારવા માટે છે કોરલ રેડ – સાથે આછા ગુલાબી અન્ડરટોન્સ. આમાં, ચમકદાર ફિનિશવાળી લિપસ્ટિકનો ઉઠાવ વધારે આવશે. ઉપરાંત, ઓરેન્જ કે બ્રાઉનના આછા ટિન્ટ સાથેના ઘેરા લાલ રંગની પણ ટ્રાય કરી શકાય.

નાયકા સલાહ આપે છેઃ

Revlon Super Lustrous Lipstick

Nykaa So Matte Lipstick Collection

L’Oreal Paris Pure Reds Color Riche Collection Star Lipstick


હવે વાત કરીએ, ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ પ્રકારની લાલ લિપસ્ટિક વિશે. જો તમે લિપસ્ટિક લગાડવાનું નવું નવું જ શરૂ કર્યું હોય તો ક્રિમઝન્સ, સાંગ્રિઆસ, બેરીઝ અને કોરલ રંગો વચ્ચેનો ભેદ પારખવો બહુ જ અઘરો છે. તેથી અહીં તમને થોડુંક માર્ગદર્શન આપીએ છીએ જેથી તમે તમારાં ફેવરિટ શેડને પસંદ કરી શકશો.


બ્લડ રેડ્સ

આને અમે પરફેક્ટ હોટ રેડ લિપસ્ટિક તરીકે ગણાવીએ છીએ. આ રંગના સમૂહમાં આ સૌથી તેજસ્વી સભ્ય કહેવાય. ગોરી ત્વચા પર બ્લડ રેડ્સ એકદમ ઉત્તમ લાગે. તે છતાં, તમારો આત્મવિશ્વાસ વધારવા માટે તમારે યોગ્ય મેકઅપ કરવો પડે અને એ માટે બ્રાઈટ રેડ લિપસ્ટિક લગાડવી પડે. આમાં તમારે આંખોનો મેકઅપ એકદમ ઓછો રાખવો જોઈએ અને જેથી તમારાં હોઠ દીપી ઊઠે.

નાયકા સલાહ આપે છેઃ

Organistick Organic Lipstick – Blood Red


બર્ગન્ડીઝ

વેમ્પી લુક માટે બર્ગન્ડીઝ ઉત્તમ છે. આ રંગમાં જાંબુડી રંગ પણ થોડો મિશ્રિત હોય. જો તમે ઘટ્ટ લાલ રંગ ઈચ્છતા હો તો તમારાં હોઠ માટે આ જ શેડ બરાબર છે. આ હોઠ સાથે તમારી પાંપણને પણ મસ્કારાવાળી ઘટ્ટ અને ભમરને પણ ઘટાદાર બનાવો… લો, બની ગયો તમારો બ્યૂટી લૂક… હવે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરો તમારી તસવીર.

નાયકા સલાહ આપે છેઃ

Lakme 9 to 5 Weightless Matte Mousse Lip & Cheek Color – Burgundy Lush


બ્રિક રેડ્સ

બ્રિક રેડ્સ એટલે રેગ્યૂલર રેડ, પણ થોડોક કોરલને મળતો આવે. એમાં ઓરેન્જ અન્ડરટોન્સ આપ્યો હોય તો એ જરાય એવરેજ કે રાબેતા મુજબનો લાલ રંગ ન બને. જે સ્ત્રીઓની ત્વચા શ્યામરંગી હોય એમનાં હોઠ પર બ્રિક રેડ્સ લિપસ્ટિક એકદમ સરસ જામશે. જો તમને કોરલ રંગ પસંદ હોય અને લાલ પણ તમારો પ્રિય રંગ હોય તો તમારા માટે અહીં મોજૂદ છે ઉત્તમ ચીજ.

નાયકા સલાહ આપે છેઃ

Smashbox Be Legendary Liquid Lip – Brick Trick


ક્રિમ્ઝન્સ

ક્રિમ્ઝન્સ એવા દિવસોમાં વપરાય જ્યારે તમે સૌમ્ય રહેવા માગતા હો. જે કોઈ એમ કહે કે દિવસના ભાગમાં હોઠને લાલ રંગથી રંગવા યોગ્ય ન કહેવાય, તો જવાબ એ છે કે એમણે ક્યારેય પિન્ક-બેઝ્ડ રેડ જેવી દમામદાર લિપસ્ટિકની અજમાયશ કરી જ નહીં હોય. જો તમે સુંદર સ્ટેઈનમાં સજ્જ થયાં હોય તો લાઈટ રેડ લિપસ્ટિક તમને સરસ રિઝલ્ટ આપશે. એની સાથે જો વિન્ગ્ડ આયલાઈનર લગાડો અને ગાલને ગુલાબી રંગથી બ્લશ કરી દો તો અતિ ઉત્તમ.

નાયકા સલાહ આપે છેઃ

Lakme 9 to 5 Naturale Matte Sticks Lipstick – Crimson Town