લગ્ન પ્રસંગોમાં તમારો ઠાઠ વધારશે હેવી દુપટ્ટા અને સિલ્ક શાલ

ધીરે ધીરે શિયાળાએ જમાવટ કરવા માંડી છે ત્યારે  વિવિધ પ્રસંગો માણવાની મોજ પણ શિયાળામાં જ આવે છે.  તો વળી સાજ સજીને શણગાર કરવાની મજા પણ શિયાળામાં જ આવે છે જોકે આ સિઝનમાં તૈયાર થઇને પણ ગરમ કપડાં પણ પહેરવાના હોય તેથી મોંઘા વસ્ત્રોનો ગેટઅપ નથી આવતો . આવા સમયે શાલ અને વૂલન સ્ટાઇલિશ દુપટ્ટા તમને ફેશનેબલ લુક આપવામાં મદદરૂપ થશે. દુપટ્ટા એટલે એવું નહીં કે તે ફક્ત ઉનના સ્ટોલ હોય, હવે તો સાડી કે ડ્રેસ સાથે મેચિંગ બ્રોકેટ અને  સિલ્કના વિવિધ પ્રકારના દુપટ્ટા, શોલ અને સ્ટોલ ઉપલબ્ધ થઈ રહ્યા છે. જેને તમે. ઓઢીને બેસો તો પણ એ તમારા પહેરવેશનો એક ભાગ જ લાગે છે. આપણે વળી દીપિકાને યાદ કરીએ તો તેણે મુંબઇના રિસેપ્શનમાં વ્હાઇટ ગોલ્ડ સાડી પર એવા જ રંગ અને બોર્ડર ધરાવતી વ્હાઇટ મોટો દુપટ્ટો કહો કે ઓઢણી ઓઢી હતી , તેનાથી દીપિકાનો લુક એકદમ જાજરમાન લાગતો હતો.

તો તમે શિયાળામાં આ પ્રકારે પણ સ્ટાઇલિંગ કરી શકો છો. અને રૂટિન કે ઓફિસની વાત કરીએ તો ફેશન પરસ્ત યુવતીઓ માટે તો વિન્ટરમાં ઓફિસમાં કે ક્યાંય પણ નવી વિન્ટરફેશન સાથે જવું  મસ્ટ બની જાય છે. તો હવે રૂટિન ગેટઅપ માટે વાત કરવી છે વૂલન દુપટ્ટા અને સ્કાર્ફની…હવેની યુવતીઓને સ્ટોલ જૂના લાગવા માંડ્યા છે જોકે પશ્મિના સ્ટોલ્સ અને શાલનું આકર્ષણ હજુય એં છે પરંતુ નવતર સ્ટાઇલ તરીકે તમે વૂલન દુપટ્ટા ચોક્કસપણે અપનાવી શકો છે વૂલન દુપટ્ટાની સૌથી મોટી ખાસિયત એ છે કે જેને જાતે જ સ્વેટર્સ ગૂંથતા આવડતા હોય તે આવા દુપટ્ટા જાતે પણ બનાવી શકે છે.

વૂલન દુપટ્ટા સિંગલ અને જાડા શિમરી ઉનમાંથી બને છે.અને તેમાં નીચે લાંબા રેસા બાંધવામાં આવે છે.  વાઇબ્રન્ટ રંગો જેવા કે બ્લૂ, યલો,  ગ્રીન, પેરોટ ગ્રીન, મરૂન, અથવા તો લાઇટ રંગોમાં વ્હાઇટ અને કોઈ પણ  આછા રંગમાં તમે લાંબો દુપટ્ટો પસંદ કીર શ કો છે. જોકે તમારા ડ્રેસીસના દુપટ્ટાની જેમ આ દુપટ્ટા યૂઝ નથી ક રવાના. જેકેટ કે ડ્રેસ ઉપર તમે ગોળ ફરતા આ દુપટ્ટા નાખી શકો છે.  અથવા તો  માથે ઓઢીને કાનને ઠંડીથી બચાવી શકો છો.આ દુપટ્ટાની પહોળાઈ બહુ નાની હોય છે હા તેની લંબાઈ વધારે હોય છે તેથી તમે તમારી હાઇટ પ્રમાણે જ તેની પસંદગી કરજો જેથી વૂલન દુપટ્ટા સાચવવામાં તકલીફ ન પડે.  આ દુપટ્ટા ફક્ત સ્ટાઇલિંગ માટે ડ હોય છે તેથીજો ઠંડી વધારે હોય તો એ સમયે તમારે અન્ય વિન્ટર વેર પણ સાથે જ રાખવા.

વૂલન દુપટ્ટામાં જે દુપટ્ટા પાતળા ઉનમાંથી બને છે તે સ્કાર્ફ તેમજ મફલર તરીકે ઉત્તમ કામ આપે છે વળી બેગમાં ગડી કરીને મૂકી દેશો તો વધારે જગ્યા પણ નહીં રોકે. વૂલન દુપટ્ટાને લોંગ કોટ સાથે વધારી સારી રીતે સૂટ થશે.  તેમાં તમે બે રંગના ઉન પણ પસંદ કરી શકો છો.  બે રંગોનું કોમ્બિનેશન તમારા પોશાક સાથે સૂટ થતુ હશે તો તમારે અન્ય કોઈ એક્સેસરીઝ કેરી નહીં કરવી પડે.  શિયાળો જામતો જાય છે તેમ તેમ શિયાળું વસ્ત્રોની ફેશન પણ જામતી જાય છે  તમે ભાતીગળ શાલના કાપડમાંથી કચ્છી વર્ક સાથે પણ આવા દુપટ્ટા બનાવી શકો છો. જે તમારા લુકને એથનિક અને રોયલ લુક આપશે. જે લોકોને એથનિક ડ્રેસિંગ પસંદ છે અને જાતે જ ગૂંથણકામ આવડતું હોય તો તેઓ જાડા વૂલનમાં ઘણીબધી વિવિધતાભરી સ્ટાઇલ અપનાવીને  વૂલન દુપટ્ટા તૈયાર કરી શકે છે.

જેને સાડી પહેરવાનો શોખ હોય તેઓ પણ જૂની સાડીમાંથી પાલવના  ભાગને અલગ કરીને તેની પહેરી  કોટી બનાવડાવીને  સાડી પહેરી શકો છો. તો વળી તમે આખી બોર્ડર સાથે પણ સિલ્કની શાલનો શિયાળામાં ઉપયોગ કરી શકો છો.  જ્યાં વધારે ઠંડ઼ી ન હોય ત્યાં આ પ્રકારની શાલ તમને સામાન્ય ઠંડીથી રક્ષણ આપશે અને તમારા લુકને પણ જાજરમાન બનાવશે.