ગુલઝાર ક્લેક્શન વિન્ટરને બનાવશે આહલાદક

હાલમાં વેડિંગ સિઝન ચાલી રહી છે. અવનવા ફંક્શન અને લગ્ન સિઝન જામતી રહેશે. આ સિઝનને અનુરૂપ દિલ્હીના ડિઝાઇનર અવિનાશ તોમરે ગુલઝાર કલેક્શન લોન્ચ કર્યું હતું.  ગુલઝારનો અર્થ થાય છે ફૂલો ભરેલી પથારી. અવિનાશે ફૂલોના ભરતકામ, ગોટા વર્ક અને ગોલ્ડન વર્ સાથે એકદમ ટ્રેડિશનલ કલેકશન લોન્ચ કર્યું છે.  જેમાં મોટા ભાગે સ્ત્રીઓને તહેવારો તથા લગ્નમાં પસંદ આવે તેવો ભારતીય સ્પર્શ આપવામાં આવ્યો છે. અવિનાશ તોમરે આ ક્લેક્શનમાં કલર બ્લોકિંગનો પણ ઉપયોગ કર્યો છે.

હાલમાં કલબ બ્લોકિંગ અને તેમા પણ બ્રાઇટ રંગોમાં કલર બ્લોકિંગ વધારે ટ્રેન્ડમાં છે લિપસ્ટિક, ફૂટવેર હોય કે નેલ પેઇન્ટ તમામમાં વાઇબ્રન્ચ નિયોન કલર બ્લોકિંગ જોવા મળે છે. અવિનાશે પણ નિયોન કલર્સ વાપરવામાં સહેજ પણ સંકોચ નથી કર્યો. તેમણે સરસ રીતે દોર વડે કરેલી ફૂલની ડિઝાઇનમાં એમ્બ્રોઇડરી સેટ કરી હતી. શિયાળાને ધ્યાનમાં રાખીએ એલ્બો સ્લિવ તથા ફુલ સ્લિવ તૈયાર કરવામાં આવી છે જે પોશાકને રજવાડી ઠાઠ પૂરો પાડે છે. મોહ સ્ટુડિયો ખાતે રજૂ થયેલા આ ક્લેક્શનમાં પીચ, રેડ, પિસ્તા, મેલોન, મિંટ ગ્રાસી રંગોમાં વિવિધ કટ સાથે આઉટફિટ રજૂ કરવામાં આવ્યાં હતાં.રાહુલ બાલ સાથે કામ કરી ચૂકેલા અને દિલ્હી નિફ્ટના વિદ્યાર્થી રહી ચૂકેલા અવિનાશે બોસ્કી સિલ્કનો પણ સરસ રીતે ઉપયોગ કર્યો છે. ફેસ્ટિવ સિઝન ઉપરાંત તેમણે ડાર્ક રંગોમાંથી વેડિંગ કલેક્શન પણ લોન્ચ કર્યુ હતું. તેમણે ફેશનપરસ્ત મહિલાઓ તેમજ કંઇક નવા પ્રકારનું ડ્રેસિંગ કરવા માગતી મહિલાઓ માટે ટિપ્સ આપી હતી કે હંમેશાં તમને અનુકૂળ  હોય તેવા જ વસ્ત્રો પહેરો. જેમાં મહિલા અનુકૂલન સાધી શકશે તે વસ્ત્રો સાથે મહિલાઓ વધારે આત્મવિશ્વાસું અને સુંદર દેખાશે.

આ પ્રકારના કલેક્શન સાથે ફ્લોરલ લોન્ગ શર્ટ અને ડેનિમ સાથે  મિનીમમ મેકઅપ અને જ્વેલરી વિના તમે પણ એક એલિગન્ટ લુક મેળવી શકો છો.ફેસ્ટિવ સિઝનમાં એક્સેસરીઝનું પણ રાખો ધ્યાન

  • તહેવારના સમયમાં ફક્ત ફેશનેબલ વસ્ત્રો પહેરી લેવાથી ચાલતું નથી, પરંતુ ઓવરઓલ ડ્રેસિંગમા બેલેન્સ કરવાથી  યોગ્ય લુક મળે છે.
  • જો તમારા વસ્ત્રોમાં એમ્બ્રોઇડરી કે લેસનું પ્રમાણ વધારે હોય તો તમારા ઘરેમા એકદમ લાઇટ રંગના રાખો. જ્યારે બંધ ગળાના પોશાક પહેરી રહ્યા હોત્યારે ફક્ત ચહેરા ઉપર સૂટ થાય તેવા એથનિક એરિગ્સ પહેરવા
  • સાડી સાથે ચોકર કે લોન્ગ સેટ પહેરી શકાય.
  • અત્યારે નજીવા બજેટમાં તમારા વસ્ત્રોને અનુરૂપ ફૂટવેર મળી રહે છે તો  બ્લેક, બ્રાઉન, ગોલ્ડન, મલ્ટિકલર , ચટેરી રેડ, ડાર્ક પિન્ક રંગના ફૂટવેર  ખરીદીને તેને વસ્ત્રો અનુસાર પહેરી શકાય.
  • એલ્બો કે લોન્ગ સ્લિવ હોય ત્યારે મોટા ભાગ સ્લીવ ઉફર બોર્ડર લગાવવામાં આવતી હોય છે જો બોર્ડર હોય તો હાથમાં વધારે પડતી બંગડીઓ ન પહેરો, પરંતુ બે ત્રણ બંગડીઓની સાથે બ્રેસલેટને સેટ કરો.
  • જો તમે લોઅર વેરમાં એન્કલ લેન્થ પહેરતા હોવ તો પગમાં એન્કલેટ પહેરી શકો. આ ઉપરાંત ટ્રેન્ડી લુક મેળવવા પગમાં ટો-રીંગ પણ પહેરી શકાય સાથે સાથે તમે ઇયર કફ કે હેન્ડ કફનો ઉપયોગ પણ કરી શકો.