વાળના પ્રકાર પ્રમાણે શેમ્પૂની પસંદગીથી મળશે સ્વસ્થ વાળ

શિયાળામાં ઠંડા પવનોને કારણે ત્વચાની જેમ વાળ પણ સૂકા થઈ જતા હોય છે ત્યારે ઠંડીની સિઝનમાં ત્વચાની સાથે સાથે વાળની પણ સંભાળ રાખવી જરૂરી બની જાય છે તમે જાહેરખબરોમાં વિવિધ પ્રકારના શેમ્પૂ અંગે જોતા હશો. રૂક્ષ વાળ માટે કે પછી સૂકા અન દ્વિમુખી વાળ માટે તેમજ   બરચટ વાળ માટે કે પછી ખોડો થતો હોય તેવા વાળ માટેના શેમ્પૂ અલગ અલગ હોય છે. વળી આજના સમયમાં  દરેક યુવક યવતી પોતાના વાળ તેમજ ખરતા વાળ માટે ચિતિંત હોય છે ત્યારે આટલા બધા વિકલ્પ વચ્ચે એ મુશ્કેલ બને છે કે યોગ્ય શેમ્પૂ કેવી રીતે પસંદ કરવા.

દરેક યુવક યુવતી ઇચ્છે છે કે તેના વાળ સ્વસ્થ અને ચમકદાર હોય. વાળની સુંદરતા માટે સભાન યુવકોઅને  યુવતી જાહેરખબર જોઈ જોઈને દરેક પ્રકારના શેમ્પૂ વાપરતી હોય છે. જેના કારણે વાળની ગુણવત્તા પર અસર થાય છે. બજારમાં ઘણા બધા પ્રકારના શેમ્પૂ ઉપલબ્ધ છે, પરંતુ તે તમારા વાળ માટે ખરેખર યોગ્ય છે ખરું? એ બાબત અગત્યની છે. ત્યારે શેમ્પૂ વાપરતી વખતે એ જરૂરી બની જાય છે કે,  તમારે તમારા વાળનો પ્રકાર જાણ્યા બાદ જ શેમપૂ ખરીદવું. તમારા વાળનું  ટેક્સચર કેવું છે? તે જાણવા માટે આટલી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.

  • જો તમે સવારે વાળ ધોવો છો અને બપોર સુધીમાં તે તૈલીય લાગવા માંડે તો તેનો અર્થ એ થયો કે તમારા વાળ તૈલીય છે. તૈલીય વાળ માટે ઓઇલી હેર માટેનુંશેમ્પૂ પસંદ કરવું જોઈએ. કારણ કે તેમાં રહેલું એમોનિયમ લોરેલ સલ્ફેટ માથાની ત્વચા પર રહેલું વધારાનું તેલ શોષી લેશે.
  • જે  યુવક-યુવતીઓ કે પુરૂષો તેમજ મહિલાઓ મોડલિંગ કરતા હશે અથવા તો એક્ટિંગના ક્ષેત્રમાં હશે , તેમના વાળમાં વધઆરે પ્રમાણમાં સ્ટાઇલિંગ જેલનો ઉપયોગ થતો હોય છે. આ યુવતીઓએ પોતાના વાળ ધોવા માટે ક્લેરિફાઇંગ શેમ્પૂનો વપરાશ કરવો જોઈએ.  જે તમારા વાળને ડિપ ક્લિન્ઝિંગ કરે છે અને  સ્ટાઇલિંગ પ્રોડક્ટમાં રહેલા  તત્વોને સાફ કરીને વાળને તથા માથાની ત્વચાને એકદમ ચોખ્ખી કરી નાંખે છે.
  • તમારા વાળ શિયાળામાં રૂક્ષ અને કોરા પડી જતા હોય તો તમારે ડેમેજ હેર માટેનું સ્પેશિયલ શેમ્પૂ વાપરવું જોઈએ. અને શેમ્પૂ કર્યા બાદ અનિવાર્યપણે ડેમેજ હેર માટેનું કન્ડિશનર લગાવવું.

હાલના સમયમાં લોકો વારે તહેવારે નહીં પરંતુ નિયમિત લાઇફસ્ટાઇલના ભાગ રૂપે પણ વાળમાં કલર કરે છે  જો તમે  પણ હેરકલર કે હાઇલાઇટ કરતા હો  તો એ જાણી લો કે તમારે કેવું શેમ્પૂ કરવું જોઈએ.

હેર કલર બાદ કેવું શેમ્પૂ વાપરવું ?

તમે થોડા સમય પહેલા જ હેર કલર કરાવ્યો હોય અને તમે એની ચમક એવી ને એવી જ રાખવા માંગતા હોય તો એવો શેમ્પૂ વાપરો જેમાં અલટ્રા વાયોલેટ ફિલ્ટર્સ હોય અને માઇલ્ડ ક્લિન્ઝિંગ પણ હોય . જેથી વાળ પર સૂર્ય કિરણોની ખરાબ અસર ન થાય. અલ્ટ્રા વાયોલેટ ફિલ્ટર્સને કારણે હેર કલર ઝડપથી આછા પણ નહીં થઈ જાય.

હેર કલરને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે કલર રિફ્રેશર શેમ્પૂનો વપરાશ કરવો જોઈએ. જે રંગનો હેર કરલર કર્યો હશે તે જ શેડમાં આ  શેમ્પૂ ઉપલબ્ધ છે. એટલે તમારા હેર કલરની શાઇન પણ વધશે. આ શેમ્પૂ ખરીદતી વખતે જોઈ લેવું કે, તે વેજિટેબલ ડાઇમાંથી બનેલા છે કે નહીં?