બ્રોડવે વર્લ્ડ ઈન્ડિયા એવોર્ડ્સ: ફિરોઝ અબ્બાસ ખાનનું ‘મુગલ-એ-આઝમ’ બેસ્ટ નાટક, 7 એવોર્ડ જીત્યા

0
3139

આ વર્ષ માટેના બ્રોડવે વર્લ્ડ રીજનલ એવોર્ડ્સમાં બ્રોડવે વર્લ્ડ ઈન્ડિયા એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. જાણીતા રંગભૂમિ દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા દિગ્દર્શિત ‘મુગલ-એ-આઝમ’ નાટકે કુલ સાત એવોર્ડ જીત્યા છે. આ સાત એવોર્ડમાં બેસ્ટ નાટક તથા બેસ્ટ ડાયરેક્શન (ફિરોઝ ખાન) એવોર્ડનો સમાવેશ થાય છે.

બ્રોડવે સ્ટાઈલના મ્યુઝિકલ શો – ‘મુગલ-એ-આઝમ’ નાટકમાં વિશ્વસ્તરીય અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિરોઝ અબ્બાસ ખાન પ્રોડક્શન માટે ટેકનિશિયનોએ એક પ્રશંસનીય ટીમ તરીકે કામ કર્યું હતું. પ્રોડક્શનમાં નીલ પટેલની સેટ ડિઝાઈન, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના મુગલયુગની વેશભૂષા, ડેવિડ લેન્ડરની લાઈટિંગ ડિઝાઈન, મયૂરી ઉપાધ્યાયની કોરિયોગ્રાફીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

‘મુગલ-એ-આઝમ’ને ફિરોઝ અબ્બાસ ખાનની ઉત્કૃષ્ટ સંગીત રચના ગણવામાં આવે છે. એની ત્રુટિહીન ટેક્નિકલ પ્રક્રિયાની પ્રશંસા થઈ છે.

દેશમાં સૌથી વિશાળ પાયા પર પ્રસ્તુતિ પામેલા તથા સૌથી લોકપ્રિય બનેલા મ્યુઝિકલ કોન્સર્ટ મુગલ-એ-આઝમે જીતેલા સાત એવોર્ડની વિગત આ મુજબ છેઃ

શ્રેષ્ઠ નાટક

મુગલ-એ-આઝમ, એનસીપીએ

શ્રેષ્ઠ દિગ્દર્શન

ફિરોઝ અબ્બાસ ખાન (મુગલ-એ-આઝમ, એનસીપીએ)

શ્રેષ્ઠ કલાકાર-સમૂહ

મુગલ-એ-આઝમ (હિન્દી) – એનસીપીએ તથા શાહપુર પલોનજી

શ્રેષ્ઠ ઓરિજિનલ કોરિયોગ્રાફી

મયૂરી ઉપાધ્યાય (મુગલ-એ-આઝમ)

શ્રેષ્ઠ ઓરિજિનલ કોસ્ચ્યૂમ ડિઝાઈન

મનીષ મલ્હોત્રા (મુગલ-એ-આઝમ, એનસીપીએ)

શ્રેષ્ઠ ઓરિજિનલ લાઈટિંગ ડિઝાઈન

ડેવિડ લેન્ડર (મુગલ-એ-આઝમ, એનસીપીએ)

શ્રેષ્ઠ ઓરિજિનલ સેટ ડિઝાઈન

નીલ પટેલ (મુગલ-એ-આઝમ, એનસીપીએ)

આ વખતના એવોર્ડ્સમાં 2016ના ઓક્ટોબર અને 2017ના સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળામાં રજૂ કરાયેલા નાટકોને આવરી લેવામાં આવ્યા છે.