સદાબહાર લતાજીનાં અમર ગીતો…

ભારતીય ફિલ્મોમાં કોઈ ગાયિકાએ ગાયેલા લોકપ્રિય અને મધુર ગીતોનું લિસ્ટ જો બનાવવાનું કોઈ કહે તો ‘સ્વરસામ્રાજ્ઞી’ લતા મંગેશકરના ગીતોની વણઝાર આપણા સ્મૃતિ પટલમાં આવી જાય છે. ભારતનાં કોકિલકંઠી ગાયિકા ‘ભારત રત્ન’ લતા મંગેશકરનો આજે 89મો જન્મ દિવસ છે.

લતાજીએ 13 વર્ષની નાની ઉંમરથી હિંદી ફિલ્મોમાં ગાયકીથી એમની કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1942થી 2015 સુધીમાં એમણે 20 જેટલી ભારતીય ભાષાઓમાં 25,000 જેટલાં સોલો તેમજ યુગલગીતો ગાયાં છે. લતા મંગેશકરને સંગીતનું પ્રાથમિક શિક્ષણ એમનાં સંગીતકાર પિતા સ્વ. દિનાનાથ મંગેશકર પાસેથી મળ્યું.

httpss://youtu.be/03DXW_rV54U

લતા મંગેશકરનું અતિ લોકપ્રિય થયેલું પહેલું ગીત એટલે ફિલ્મ ‘મહલ’નું ‘આયેગા આનેવાલા…’. પણ પોતે ગાયેલાં તમામ ગીતોમાં લતા મંગેશકરનું પોતાનું ફેવરિટ ગીત છે, હિન્દી ફિલ્મ ‘અનુપમા’નું… ‘કુછ દિલને કહા…’.

httpss://youtu.be/69dnqIFfrnE

લતા મંગેશકરનાં જન્મદિને એમણે ગાયેલાં અને લોકપ્રિય થયેલાં ગીતોની એક ઝલકઃ

ફિલ્મ ‘ભાભી કી ચૂડિયાઁ’નું ફેમસ ગીત

httpss://youtu.be/ajb-SgmNevg

ફિલ્મ ‘મધુમતિ’નું અતિ મધુર ગીત…

httpss://youtu.be/Mm21SSgUHe8

‘વોહ કૌન થી’નું અત્યંત રોમાંટિક ગીતઃ

httpss://youtu.be/TFr6G5zveS8

એના સમયનું હિટ થયેલું ગીત જે આજના આધુનિક યુવાનોની પણ પસંદગી રહ્યું છે. ફિલ્મ ‘અનામિકા’નું અત્યંત કર્ણપ્રિય ગીતઃ

httpss://youtu.be/2zzaslekEPM

ફિલ્મ ‘ચાંદની’નું ફેમસ ગીત ‘મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં હૈં’

httpss://youtu.be/Oo-WHs3bw34

લતા મંગેશકરના ક્લાસિકલ ગીતો તો લોકપ્રિય રહ્યાં જ છે. પણ આધુનિક જમાનામાં ગાયેલું ગીત પણ એવું જ તરોતાજા લાગે છે. જાણે કોઈ યુવા ગાયિકાએ ગાયું હોય. ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં કાજોલ પર ફિલ્માવાયેલું ગીત ‘મેરે ખ્વાબોં મેં જો આયે’.

httpss://youtu.be/Y9JvS2TmSvA

લતા મંગેશકરે ગુજરાતી ફિલ્મોમાં પણ અનન્ય ફાળો આપ્યો છે. એમનું ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’નું પ્રસિદ્ધ ગીત ‘મહેંદી તે વાવી માળવે’ આજે પણ નવરાત્રીમાં ગરબામાં વાગતું હોય છે.

httpss://youtu.be/Aw5yekx-z8A

ઉપરાંત,  ‘પારકી થાપણ’નું ગીત ‘દિકરી તો પારકી થાપણ કહેવાય’ સાંભળતાં જ હૈયું ભરાઈ આવે છે.

httpss://youtu.be/2pVCbqEUAI4