રેલવે બજેટઃ મુંબઇ લોકલ પર મહેરબાન જેટલી

0
2501

નવી દિલ્હી– વર્ષ 2017થી રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું હતું.  આ વર્ષે બીજીવાર સામાન્ય બજેટની સાથે રેલવે બજેટ રજૂ કરવામાં આવશે. અલગથી રેલવે બજેટ રજૂ કરવાની આશરે 92 વર્ષ જૂની પરંપરાને મોદી સરકારે વર્ષ 2017માં સમાપ્ત કરી હતી. આ વખતના રેલવે બજેટમાં જનતાને શું મળી શકે છે તેના પર એક નજર કરીએ.અપેક્ષાઓ છે કે…
આ વખતના રેલવે બજેટમાં સુરક્ષા, સુવિધા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ભાર મૂકવામાં આવી શકે છે. ઉપરાંત દેશના રેલવે સ્ટેશનોને CCTV સુવિધાથી સજ્જ કરવા અને નવી ટ્રેનની ફાળવણીની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. 11 હજાર ટ્રેનમાં CCTV કેમેરા લગાવવા માટે રુપિયા 3 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી શકે છે. ઉપરાંત રેલવેમાં પ્રવાસી અને માલભાડામાં કોઈ વધારો નહીં કરવાની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

રેલ બજેટની હાઇલાઇટ્સ…

*રેલવે માટે 1 લાખ 48 હજાર કરોડની ફાળવણી કરાઇ

 • દેશમાં તમામ રેલવે લાઇન બ્રોડગેજ કરવા અને વિદ્યુતિકરણ પર ભાર
 • 25,000થી વધુ પ્રવાસીસંખ્યા ધરાવતાં તમામ રેલવેસ્ટેશન પર સ્વચાલિત સીડીઓ બનાવાશે
 • તમામ સ્ટેશન પર વાઇ-ફાઇ અને સીસીટીવી લગાવવાની યોજના આગળ ધપશે
 • મુંબઇ લોકલ માટે 11 હજાર કરોડની ફાળવણી, 90 કિલોમીટર નવા પાટા સાથે એક્સપાન્ડ કરાશે
 • 4000થી વધુ માલવરહિત ફાટક બંધ કરાશે
 • 3600 કિલોમીટરની નવી રેલવે લાઇન બિછાવાશે
 • 12,000 વેગન્સ, 5160 કોચીસ અને 700 લોકોમોટિવ્ઝ મેળવાશે
 • અમદાવાદ-મુંબઇ મેટ્રો રેલ પરિયોજના આગળ વધારાશે
 • 600 રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરાશે
 • સેફ્ટી, મેઇન્ટેનન્સ અને ટ્રેક સુધારણા પર લક્ષ્ય, ટેકનોલોજી ઉપયોગમાં વધારો અને ફોગ સેફ્ટી ડિવાઇસ લગાવવા ખર્ચ કરાશે
 • બેંગ્લૂરુ માટે 160 કિલોમીટર સબઅર્બન નેટવર્ક લંબાવાશે