શેરબજારમાં મુહૂર્તઃ નવા આશાવાદ સાથે ભાવિ ચાલ નક્કી કરશે

શેરબજારમાં બુધવારે 7 નવેમ્બરને દિવાળીના સપરમાં દિવસે વિક્રમ સંવત 2075ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ થયા, ખુબ જ ઉત્સાહજનક વાતાવરણ અને નવા આશાવાદના માહોલમાં મુહૂર્તના (સોદા)ટ્રેડિંગ થયા, નેગેટિવ ફેકટર હવે પોઝિટિવ થઈ રહ્યા છે, જેથી શેરબજારમાં નરમાઈ અટકી જશે અને નવી તેજીનો ટોન જળવાઈ રહેશે, એવો આશાવાદ મોટાભાગના શેરદલાલો વ્યક્ત કરી રહ્યા હતા. જો કે દર વર્ષની જેમ મુહૂર્તના ટ્રેડિંગ શેરબજારમાં ટ્રેન્ડ નક્કી કરવાનું કામ કરે છે. તેમ આ વખતે શેરબજારની દિશા નક્કી થશે, તે વાત ચોક્કસ છે. પણ ભારતીય શેરબજારની સામે હજી પણ અનેક પડકારો છે, તેને પાર કરવાના છે, અને તે પછી શેરબજારમાં કદાચ તેજી બરકરાર રહે. આઈ સો હોપ કે શેરબજારમાં તેજી યથાવત રહે, અને સેન્સેક્સ નવા વર્ષ 40,000 અને નિફટી 15,000નું લેવલ બતાવે.પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને ત્યાર બાદ 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ સરકારને સ્પષ્ટ બહુમતી મળશે કે નહી કે હવે નિશ્રિત નથી. જેથી શેરબજારમાં પણ અસમંજસનું વાતાવરણ છે. આથી બુલ ઓપરેટરોએ તેજીની પોઝીશન હળવી કરી છે. તેમની સાથે વિદેશી રોકાણકારો સંસ્થાઓ(એફઆઈઆઈ)એ છેલ્લા ત્રણેક મહિનાથી વેચવાલી(નેટ સેલર) કાઢી છે. તો સામે સ્થાનિક નાણા સંસ્થાઓ(ડીઆઈઆઈ)એ નવી ખરીદી કરીને બજારને ટેકો આપ્યો છે. તેમ છતાં માર્કેટ તૂટી ગયું છે. એક તબક્કે તો નિફટી 10,000ની નીચે જતો રહ્યો હતો. પણ ફરીથી સ્ટ્રોંગ સપોર્ટ આવતાં માર્કેટ ઉપર આવ્યું છે. પણ હવે વિક્રમ સંવત 2075ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ નવી આશા જગાવીને ગયા છે.અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણીમાં નીચલા હાઉસમાં ટ્રમ્પનો પરાજય થયો છે, હવે પછી ડોનાલ્ડ ટ્રમ્પને યુએસએમાં શાસન કરવું મુશ્કેલ પડી શકે છે. જે ભારત માટે પોઝિટિવ છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત ઘટી રહ્યા છે, અને પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ઘટી રહ્યા છે. સાથે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સુધરી 72ની આસપાસ આવી ગયો છે. એફઆઈઆઈએ હાલ નવી વેચવાલી અટકાવી છે, તેવા સમાચાર છે. અમેરિકી સ્ટોક માર્કેટમાં નરમાઈ અટકી ગઈ છે, અને તેની પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ પણ સુધારા પર છે. ભારતની નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડો વધુ મજબૂત થયા છે, એફઆઈઆઈની તમામ વેચવાલી ખવાઈ ગઈ છે. મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઈપી થકી દર મહિને કરોડો રૂપિયાની આવક થઈ રહી છે, અને જેનું રોકાણ ભારતીય સ્ટોક માર્કેટ અને ડેબ્ટ માર્કેટમાં થઈ રહ્યું છે. આમ જે નેગેટિવ કારણો હતા તે પોઝિટિવ બની ગયા છે. પરિણામે દિવાળીના દિવસે મુહૂર્તના ટ્રેડિંગ પોઝિટવ ટોનમાં થયા હતા. બીએસઈ સેન્સેક્સ 245.77 ઉછળી 35,237.68 બંધ થયો હતો. અને નિફટી 68.40 ઉછળી 10,598.40 બંધ થયો હતો.

શેરબજારમાં વર્ષ દરમિયાન ત્રણ ‘કેન’ પડે છે. (1) દિવાળીના મુહૂર્તના સોદા (2) 14 જાન્યુઆરીને ઉત્તરાયણના ટ્રેડિંગ અને (3) બજેટના દિવસના ટ્રેડિંગ. આ દિવસના ઊંચા-નીચા લેવલ પર આગામી દિવસો માટે ‘કેન’ નક્કી થતી હોય છે એટલે કે શેરબજારની ભાવી ચાલ નક્કી થાય છે.

તારીખ 07-11-2018 દિવાળીના દિવસે મુહૂર્તના ટ્રેડિંગ

ઈન્ડેક્સ    ઓપન          હાઈ         લો           બંધ   

સેન્સેક્સ 35,301.88,  35,302.25,  35,183.17,   35,237.68  +245.77

નિફટી   10,614.45,   10,616.45,  10,582.30,   10,598.40   +68.40

 

આ દિવસના હાઈ-લો લેવલ છે તે ટ્રેન્ડ નક્કી કરશે. મુહૂર્તના હાઈ પર માર્કેટ જશે તો શેરબજારમાં તેજી થશે અને જો લો લેવલ નીચે ટ્રેડ કરશે તો મંદી થશે. જેથી હાઈ-લો ધ્યાનમાં રાખીને રોકાણ કે ટ્રેડ કરવાનો નિર્ણય લેવો. સામાન્ય રીતે માર્કેટમાં એકતરફી તેજી પછીનો પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો છે. જે લગભગ પુરો થવા આવ્યો છે. કદાચ તાત્કાલિક તેજી ન થાય પણ નવી મંદી નહી થાય.

નિફટી ઈન્ડેક્સઃ

નિફટીમાં 9800 એ ખુબ જ અતિમહત્વનું સપોર્ટ લેવલ છે. અને તે પછી હવે મુહૂર્તના દિવસનું લો 10,582ની નીચે ત્રણ દિવસ બંધ ન આવે તો સમજવું માર્કેટ સ્થિર થયું છે, અને ગમે ત્યારે તેજી તરફી વલણ બતાવશે. ઉપરની બાજુએ જોઈએ તો નિફટી 10,616 ઉપર ત્રણ દિવસ બંધ આવે તો શેરબજારમાં તેજી થશે. તેમજ ટેકનિકલી 200 દિવસની સીમ્પલ મુવીંગ એવરેજ 10,762 આવે છે, 200 દિવસની મુવીંગ એવરેજ પર નિફટી બંધ આવશે તો શેરબજારમાં વધઘટે તેજીની આગેકૂચ રહેશે.

સેન્સેક્સઃ

બીએસઈ સેન્સેક્સમાં 32,300-32,400 એ અતિમહત્વનું સપોર્ટ લેવલ છે. હવે મુહૂર્તના દિવસનો લો 35,183ની નીચે ત્રણ દિવસ બંધ રહેશે તો શેરબજારમાં નરમાઈનો ટ્રેન્ડ આગળ વધશે. અથવા મુહૂર્તના દિવસનો હાઈ 35,302ની ઉપર ત્રણ દિવસ બધ રહે તો શેરબજારમાં વધઘટે તેજી થશે. ટેકનિકલી સેન્સેક્સમાં 200 દિવસની સીમ્પલ મુવીંગ એવરેજ 35,416 આવે છે, આ લેવલ કૂદાવે તો શેરબજારમાં તેજીનો ટોન જળવાશે.