ફાર્મા, PSU બેંક, મિડકેપના સારા શેર ખરીદવાનો સમય

યા સપ્તાહમાં સેબીને કારણે માર્કેટમાં ઉથલપાથલ થઇ, તેમા ટ્રેડર અને રોકાણકારો આડાઅવળા થઇ ગયા છે અને હજી રાજકીય સ્થિતિ પ્રવાહી છે તેથી વધઘટ તો આવશે. પરંતુ માપનો વેપાર અને લાબું ધ્યાન વળતર આપશે. એક વાત સમજી લો આ બજારમાં ૩ (ત્રણ) ‘ધ’ ધ્યાનમાં રાખો. (૧) ધન, (૨) ધીરજ અને (3) ધ્યાન.

આ ત્રણ ‘ધ’ ને સાચવશો તો બજાર તમને સાચવશે તે નક્કી છે.

નિફ્ટી(૧૦૭૪૮)- ગયા સપ્તાહમાં નિફ્ટીમાં ત્રિકોણની રચનામાંથી તેજી તરફી બ્રેકઆઉટ જોવા મળેલ છે. દૈનિક એન્ડ સાપ્તાહિક પ્રવાહ સામસામે છે અને ૧૦,૪૩૦ની સપાટી રોકબોટમ સમજવી. જયારે ૧૦,૭૫૦ પસાર થતા ૧૧,૦૦૦ની સપાટી જુલાઈ અથવા દિવાળી સુધીમાં જોવાશે.શેરબજારમાં સમય અર્થાત ટાઈમ અગત્યનું પરિમાણ છે અને તેને સમયબદ્ધ કરી શકાય તો અવશ્ય તેજી અને મંદીનો લાભ લઇ શકાય છે. ભાવની વધઘટનો અભ્યાસ અને તેનો ભૂતકાળનો ઇતિહાસ બતાવે છે કે સમયાંતરે તે વધઘટ વારંવાર આવે જ છે. ભાવ અને સમય અર્થાત ટાઈમ અને પ્રાઈસને ચોક્કસ રિલેશન છે. ટાઈમ સાયકલનો અભ્યાસ કરતા તમને ૨૭ મિનિટ થઈએ લઈને ૨૭ દિવસ, સપ્તાહ અને મહિના અને તે સાયકલ તમારા રોકાણ અથવા ટ્રેડિંગમાં ખુબજ સારો લાભ આપે છે 

આ ટાઈમ અને પ્રાઈસનો અભ્યાસ તમને ચોક્કસ ટોપ અને બોટમ, તથા ચોક્કસ ભાવ પાસે  સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ જોવા મળે છે. કેટલાક લેવલ એટલા સજ્જડ હોય છે કે તે કોઈપણ કારણોસર ઉપર કે નીચેની સપાટી પસાર કરવા મુશ્કેલ બની જતા હોય છે. તો ક્યારેક અચોક્કસ વધઘટ મુખ્ય સાયકલ બદલાય ત્યારે જોવા મળે છે. ખુબ સારો અને ઝડપી નફો આવા સંજોગોમાં મેળવી શકાય છે. ભાવ અને સમયનો સમન્વય કરી શકનાર એક જ વ્યક્તિ અમારા ધ્યાનમાં છે અને તે વિલિયમ ડી ગેઈન અર્થાત તે વ્યક્તિ અનબિટબેલ, મેચલેસ પરંતુ તેના બનાવેલા નિયમો સમજવા અને ડિકોડ કરવા અત્યંત મુશ્કેલ છે.

બીઈએમએલ(ભાવ રૂ ૯૦૭)- ગયા સપ્તાહમાં ૩.૪૯ ટકા સુધારા તરફી જોવાયો છે. રૂ.૧૯૫૪ના ટોપથી ઘટવાનું શરૂઆત કર્યા પછી સતત મંદીના તબકામાં આગળ વધતા હવે બોટમ બનાવી હોય તેવી ચારણીત ચાર્ટની રચના બની છે. સાપ્તાહિક બાર રિવર્સલની પેટર્ન બની છે. હાલમાં નજીક રૂ ૮૨૭ના  નીચા ભાવનો ટેકો મળે છે. માર્કેટકેપ રૂ. ૩૭૬૭.૧૭ કરોડ, બુક વેલ્યૂ ૫૫૫ છે. પી. ઈ. ૨૯ છે, ડિવિડન્ડ યીલ્ડ ૦.૮૯% છે. રૂ ૧૦ની કિંમતનો આ શેર બને શેરબજારમાં લિસ્ટેડ છે. બાવન સપ્તાહના ઊંચાનીચા ભાવ ૧૯૪૭ અને ૮૩૦ છે.હાલના ભાવે ખરીદવા અથવા ભેગા કરવાનું આયોજન કરવું. નજીકમાં સપ્તાહ દરમિયાન રૂ ૯૨૦ ઉપર જતા ૯૪૦, ૯૭૩, ૧૦૨૮ આવી શકે. સમગ્ર ઘટાડાની સામે જો મામૂલી રેટરેસમેન્ટ મુકીયે તો પણ ૧૦૯૫નો ભાવ આવે છે.

ફાર્મા ઈન્ડેક્સ(૮૬૦૩)- ગત સપ્તાહમાં ૪.૭૬ ટકા સાથે અગ્રેસર રહ્યો છે. આ ક્ષેત્રમાં આવતા શેરોમાં નવી તેજીનો સંચાર જોવાય છે અને વધઘટે આગામી ત્રણથી ચાર મહિના સુધારા તરફી રહેશે. હાલમાં આ ઈન્ડેક્સ ઉપરમાં ૮૮૨૭, ૯૦૫૧ અને ૯૪૫૭ સુધીની તેજીની ચાલ બતાવે તેમ છે. આ સેક્ટરમાં આવતી સન ફાર્મા હાલમાં ધ્યાનમાં રાખી શકાય.

સનફાર્મા(૫૨૮)- ગયા સપ્તાહનો સુધારો ૯.૦૫ ટકા. નવી સુધારાની ચાલ શરુ થઇ છે. હાલના ભાવે રોકાણ અથવા તો ટ્રેડિંગ માટે ખરીદીનો લાભ લઇ શકાય. રૂ ૫૨૮થી ૫૧૦ સુધી બાઈંગ ઝોન છે, જેમાં લઇ શકાય. રૂ ૫૩૪ ઉપર જતા ૫૭૬ અને ૬૨૫નો ભાવ જોવા મળે.

કંપનીનો હાલોલનો પ્લાન્ટ નજીકના દિવસોમાં કાર્યાન્વિત થઇ જવાના સમાચાર મીડિયામાં હતા, તે સાચા પડે તેમ ચાર્ટ પરથી અનુમાન કરી શકાય નહીંતર એટલો સંગીન સુધારો ના જોવાયો હોત. લાંબાગાળા માટે ખરીદી કરવા ધ્યાનમા રાખવો.

બેન્કિંગ અને ફાઇનાનાસ

બેન્કિંગ અને ફાઇનાનાસ સેક્ટર લાઇમલાઈટ માં આવશે. પાછળ ઘણા સમયથી બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસેરવ, ઉજજીવન, મહિન્દ્રા ફાઇનાન્સ, એલ અને ટી ફાઇનાન્સ, અને અન્ય ફાઇનાન્સને લગતી કંપની હવે ખાસ ધ્યાનમાં રાખવી લાગે છે.

ઉજીવન ફાઇનાન્સ(૪૦૬)–  આ શેરે ધીમે પણ મક્કમ ગતિથી સુધારા તરફી થવા લાગશે. હાલમાં નીચામાં રૂ ૩૭૨નો ભાવ ગભરાટમાં જોવા મળ્યો, તે હવે નજીકના દિવસોમાં જોવા મળે નહિ તેવી ધારણા છે. આ શેરમાં હવે રૂ ૪૦૭નો ભાવ પસાર થાય તો ૪૪૧ અને તે ઉપર ૪૮૪નો ભાવ આવે તેવા ગેન લેવલ પરથી લાગે છે. ટૂંકથી મધ્યમ અર્થાત દિવાળી સુધીમાં રૂ ૫૦૦ આસપાસનો ભાવ આવે તો નવાઈ નહિ.આવી જ રીતે એમએનએમ ફાઇનાન્સ હાલમાં રૂ ૪૮૮ છે, તે પણ દરેક ઘટાડે લઇ શકાય તે ટૂંક સમયમાં ૫૦૦થી ૫૨૦ નો ભાવ બતાવી શકે છે.

(નોંધ-અત્રે આપેલ સ્ક્રીપોમાં લેખકનો કોઈ હિસ્સો નથી, આ માત્ર ચાર્ટ બેઈઝ્ડ ટેકનિકલ વિશ્લેષણ છે, રોકાણકારોએ પોતાના રોકાણનો નિર્ણય જાતે જ લેવો.)