Live

21.23

કુલ 542 બેઠકોમાંથી NDA ગ્રુપે 347 સીટ જીતી. આમાં, ભાજપનો હિસ્સો 300 બેઠકોનો છે. 2014ની ચૂંટણીમાં ભાજપે 282 સીટ જીતી હતી. આમ, એને આ વખતની ચૂંટણીમાં 18 સીટનો ફાયદો થયો છે.

21.07

પીએમ મોદીએ વારાણસીમાં 4.80 લાખ મતના માર્જિનથી જીત મેળવી

પીએમ મોદીએ વારાણસીમાં 4.80 લાખ મતના માર્જિનથી જીત મેળવી

20.29

ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવવા બદલ મોદીએ મતદારોનો આભાર માન્યો

ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવવા બદલ મોદીએ મતદારોનો આભાર માન્યો

20.12

ચૂંટણીમાં વિજયી થયેલા તમામ ઉમેદવારોને હું અભિનંદન આપું છું, પછી એ ભલે કોઈ પણ પાર્ટીના હોય કે કોઈ પણ પ્રદેશમાંથી ચૂંટણી લડ્યા હોયઃ પીએમ મોદી (ભાજપ મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને કરેલા સંબોધનમાં)

20.12

હું ભારતના 130 કરોડ નાગરિકોને શિર ઝુકાવીને નમન કરું છું. આજે જો કોઈ જીત્યું છે તો એ હિન્દુસ્તાન રાષ્ટ્ર જીત્યું છે, લોકશાહી જીતી છે. ભાજપ અને એનડીએ આ જીત જનતાને અર્પણ કરે છેઃ પીએમ મોદી (ભાજપ મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને કરેલા સંબોધનમાં)

20.06

ભાજપ મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને કરેલા સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, ‘2019ની ચૂંટણીમાં અમે તમામ દેશવાસીઓ પાસે નવા ભારતના નિર્માણ માટે જનાદેશ મેળવવા માટે ગયા હતા. દેશના કરોડો નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે.’

20.06

ભાજપના વિજય અંગે પક્ષપ્રમુખ અમિત શાહનું દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં નિવેદનઃ ભાજપની તરફેણમાં જનાદેશ એ મોદીજીના સબકા સાથ સબકા વિકાસ નારા માટે ‘ટૂકડે ટૂકડે ગેંગ’ને જડબાતોડ જવાબ છે.

20.05

ભાજપ મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને કરેલા સંબોધનમાં અમિત શાહે કહ્યું, કોંગ્રેસને ચૂંટણીમાં કારમી હાર ખમવી પડી છે. 17 રાજ્યોમાં પાર્ટીને ઝીરો મળ્યો છે.

20.05

20.04

19.57

ભાજપના વિજય અંગે પક્ષપ્રમુખ અમિત શાહનું દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં નિવેદનઃ ભાજપની તરફેણમાં જનાદેશ એ મોદીજીના સબકા સાથ સબકા વિકાસ નારા માટે ટૂકડે ટૂકડે ગેંગની વિરુદ્ધને જડબાતોડ જવાબ છે.

19.32

મુંબઈ, મહારાષ્ટ્રની જનતાએ કોંગ્રેસને નકારી કાઢી; ભાજપ-શિવસેના યુતિનો જયજયકાર
http://bit.ly/2M6rDZz

19.23

નાગપુરમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ઉમેદવાર નીતિન ગડકરી વિજયી થયા છે. એમની સામે કોંગ્રેસના નાના પટોલેનો પરાજય થયો છે. 

19.12

આણંદઃ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ગુજરાતમાં ભાજપે ફરીથી તમામ 26 બેઠક પર વિજય મેળવ્યો છે ત્યારે આણંદ બેઠકમાં મતગણતરીને લઇને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આણંદથી લોકસભા ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ભરતસિંહ સોલંકીના ચૂંટણી એજન્ટ નટવરસિંહ મહીડાએ ચૂંટણીપંચને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આણંદ લોકસભામાં કુલ 15,55,642 મતદારો છે. જેમાં 11,05,587 જેટલું મતદાન થયું છે પરંતુ મતદાન કરતા વધારે મત નીકળ્યા છે જેનો આંકડો 12,37,790 છે. અહીંયા સ્પષ્ટપણે 132122 મતનો તફાવત સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તો અરજદારને હાજર લોકસભાના પ્રતિનિધિનું પરિણામ જાહેર ન કરવા વિનંતી કરવામાં આવી છે. પરંતુ સાથે જ જણાવવામાં આવ્યું છે કે જો પરિણામ જાહેર કરવામાં આવે તો અમારો સખત વાંધો છે અને સમગ્ર બાબતે કાયદેસર ચૂંટણીમાં મતગણતરી અમને મંજૂર નથી. અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી છે.

18.55

સાંજે 6.30 વાગ્યાની સ્થિતિઃ
યુપીએ 89 સીટ પર જીત/સરસાઈમાં.
કોંગ્રેસ 49, ડીએમકે 23, એનસીપી 5, ઈન્ડિયન મુસ્લિમ લીગ 3, જેએમએમ 1 વગેરે.

18.40

સાંજે 6.30 વાગ્યાની સ્થિતિઃ
એનડીએ 357 સીટ પર જીત/સરસાઈમાં.
ભાજપ 306, શિવસેના 19, જનતા દળ યૂનાઈટેડ 16, એલજેપી 6, શિરોમણી અકાલી દળ 2 વગેરે.

18.39

રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પર પોતાના પરાજયનો સ્વીકાર કર્યો. કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઓફર કરી.

18.32

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના ટ્વિટર પ્રોફાઈલમાં ‘ચોકીદાર’ શબ્દ કાઢી નાખ્યો. સંદેશમાં લખ્યું છે કે, ‘હવે ચોકીદારના જુસ્સાને નવા સ્તરે લઈ જવાનો સમય આવી ગયો છે.’

18.32

18.07

દાદરા નગર હવેલીમાં મોટો ઉલટફેર, અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર જીત તરફ

17.48

17.11

મધ્યપ્રદેની ગુના બેઠક પર કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા સામે ભાજપના ક્રિષ્ના પાલ 1.26 લાખ મતોથી આગળ

17.07

ચૂંટણી પંચના સત્તાવાર આંકડા પ્રમાણે કુલ 542 બેઠકોમાંથી ભાજપ 12 બેઠકો પર વિજયી 290માં આગળ, કોંગ્રેસ 1 બેઠક પર વિજયી 49માં આગળ

17.02

કેન્દ્રશાસિત પ્રદેશ દિવ-દમણમાં ભાજપના લાલુભાઈ પટેલ 9942 મતથી વિજયી

16.56

વારાણસીમાં નરેન્દ્ર મોદી રેકોર્ડ સર્જવા તરફઃ 4.63 લાખ મતથી આગળ

16.46

ગુજરાતઃ જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના રાઘવજી પટેલે કોંગ્રેસના જયંતીભાઈ સભાયાને પછાડ્યા

16.42

કોંગ્રેસ કાર્યકરોએ એ ખૂબ મહેનત કરી છે. સામદામ અને સત્તા સામે અમારો કાર્યકર લડ્યો છે તેમ છતાં લોકોએ જે જનાદેશ આપ્યો છે તેનો અમે સ્વીકાર કરીએ છીએઃકોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

16.38

16.37

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી 5 લાખ 74 હજાર મતથી જીતી રહ્યા છે.

16.22

બપોરે 4.00 વાગ્યાની સ્થિતિઃ
યુપીએ 85 સીટ પર જીત/સરસાઈમાં.
કોંગ્રેસ 50, ડીએમકે, 23, ડીએમકે 23, એનસીપી 5, ઈન્ડિયન મુસ્લિમ લીગ 3, જેએમએમ 3 વગેરે.

16.18

બપોરે 4.00 વાગ્યાની સ્થિતિઃ
એનડીએ 344 સીટ પર જીત/સરસાઈમાં.
ભાજપ 299, શિવસેના 19, જનતા દળ યૂનાઈટેડ 15, એલજેપી 6, શિરોમણી અકાલી દળ 2.

16.17

દિલ્હીમાં ભાજપના મુખ્યાલય તરફ જઈ રહેલા પક્ષપ્રમુખ અમિત શાહ પર પક્ષના સમર્થકો દ્વારા પુષ્પવર્ષા

15.58

ભાજપના મહાવિજય વિશે મોદીએ કહ્યું: ‘સબકા સાથ+સબકા વિકાસ+સબકા વિશ્વાસ=વિજયી ભારત. આપણે સૌ સાથે મળીને વિકાસ સાધી શકીશું, સમૃદ્ધ થઈ શકીશું, મજબૂત ભારતનું નિર્માણ કરી શકીશું. ફરી ભારતની જીત છે.’

 

15.53

અમેઠીમાં રાહુલને આંચકો આપતાં સ્મૃતિ


કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની પરંપરાગત અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાની કબજો લેવાની તૈયારીમાં છે. આ બેઠક પર છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ 12,000 મતોથી આગળ હતાં. આ જ બેઠક પર 2014ની ચૂંટણીમાં રાહુલે સ્મૃતિને એક લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા, પણ સ્મૃતિએ એ હારનો બદલો આ વખતે લઈ લીધો છે.

15.49

આજે સાંજે સાત વાગ્યે અમદાવાદમાં ભાજપની જન અભિવાદન સભા યોજાશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે. સાંજે 7 વાગ્યે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં જન અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

15.48

નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં આનંદ-ઉત્સવનું વાતાવરણ

15.45

અમિત શાહ દિલ્હી ભાજપ કાર્યાલય પહોંચ્યા

15.45

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ માટે મતો લાવી આપવામાં પ્રિયંકા ગાંધી-વાડ્રા નિષ્ફળ ગયાં

15.44

વાયનાડ બેઠક પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી 7,90,000 મતોથી આગળ છે

15.04

ઈઝરાયલના વડાપ્રધાને હિંદીમાં ટ્વિટ કરી પીએમ મોદીને આપી શુભેચ્છાઓ

14.49

વડાપ્રધાન મોદી સાંજે પાંચ વાગ્યે ભાજપના વડામથકે આવશે

14.49

ભાજપની 300 ને પાર કરવા તરફ આગેકૂચ

14.48

ભાજપની જીત બાદ વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વિટ…

14.46

અમિત શાહે ટ્વિટ કરી કાર્યકર્તાઓને આપી શુભેચ્છાઓ

14.34

ઈઝરાયલના વડાપ્રધાને પીએમ મોદીને આપી શુભેચ્છાઓ

14.32

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને આપી શુભેચ્છાઓ

14.02

બપોરે 1.30 વાગ્યા સુધીની સ્થિતિઃ મુંબઈ-ઉત્તર બેઠકઃ ગોપાલ શેટ્ટી (ભાજપ) 3,23,219 મત. ઉર્મિલા માતોંડકર (કોંગ્રેસ) 1,14,696 મત. કુલ મત હતા 4,58,750.

14.01

સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી

13.58

આજે સાંજે 6 વાગ્યે વડાપ્રધાન મોદી દેશવાસીઓને સંબોધન કરશે

13.44

નરેન્દ્ર મોદી 26 મેએ પોતાની સરકાર રચવાનો દાવો રજૂ કરશે

13.44

આજે સાંજે 6 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરશે

13.38

નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે પોલીસ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે. સાંજે પાંચ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યાલયમાં આવશે.

13.35

ઉત્તર પ્રદેશઃ અમેઠીમાં રાહુલ ગાંધી 4649 મતથી પાછળ

13.34

જમ્મુ-કશ્મીરઃ અનંતનાગમાં મહેબુબા મુફ્તી પાછળ

13.28

મહારાષ્ટ્રઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં સુપ્રિયા સુળે બારામતીમાં આગળ છે.

13.28

મહારાષ્ટ્રઃ ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન, કોંગ્રેસના નેતા સુશિલકુમાર શિંદે સોલાપુરમાં પાછળ છે.

13.28

મહારાષ્ટ્રઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા પાર્થ અજીત પવાર માવળ બેઠક પર શિવસેનાનાં શિરાન બારને સામે પાછળ છે

13.26

મહારાષ્ટ્રઃ ભાજપ 23 બેઠકો પર આગળ છે, ભાગીદાર પક્ષ શિવસેના 20માં જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 3માં આગળ છે.

13.20

મુંબઈની તમામ છ સીટ પર ભાજપ-શિવસેના યુતિનાં ઉમેદવારો જીતની સ્થિતિમાં.

મુંબઈ-દક્ષિણમાં શિવસેનાનાં અરવિંદ સાવંત સામે કોંગ્રેસના મિલિંદ દેવરા પાછળ.
મુંબઈ-ઉત્તરમાં ગોપાલ શેટ્ટી સામે કોંગ્રેસનાં ઉર્મિલા માતોંડકર પાછળ.
મુંબઈ ઉત્તર-મધ્યમાં પૂનમ મહાજન સામે કોંગ્રેસનાં પ્રિયા દત્ત પાછળ.
મુંબઈ ઉત્તર-પૂર્વમાં મનોજ કોટક સામે એનસીપીના સંજય દીના પાટીલ પાછળ.
મુંબઈ ઉત્તર-પશ્ચિમમાં શિવસેનાનાં ગજાનન કીર્તિકર સામે કોંગ્રેસના સંજય નિરુપમ પાછળ
મુંબઈ દક્ષિણ-મધ્યમાં શિવસેનાનાં રાહુલ શેવાળે સામે કોંગ્રેસના એકનાથ ગાયકવાડ પાછળ

13.15

શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત બદલ અભિનંદન આપ્યા. કહ્યું, અમે આપની સરકાર સાથે વધુ ગાઢ રીતે કામ કરવા ઈચ્છીએ છીએ.

13.05

બપોરે 12.50 વાગ્યાની સ્થિતિ….

13.00

નવસારીથી ભાજપના સીઆર પાટીલ 2 લાખ જેટલા મતથી આગળ

12.59

મહેસાણાથી ભાજપના શારદા બહેન પટેલ 19,041 મતથી આગળ

12.58

સુરતથી ભાજપના દર્શના બહેન જરદોશ 2.13 લાખ મતથી આગળ

12.58

પાટણથી ભાજપના ભરતસિંહ ડાભી 26 હજાર મતથી આગળ

12.57

પંચમહાલમાં રતનસિંહ 74 હજાર મતથી આગળ

12.57

અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 86,712 મતથી આગળ

12.53

ભાઆ ભારતની જનતાનો વિજય છેઃ નીતિન ગડકરીની પહેલી પ્રતિક્રિયા

12.52

ગુજારાતઃ વિધાનસભાની ચારેય બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ વિજય ભણી

11.46

11.45

11.41

ગુજરાતઃ ભાજપ 21, કોંગ્રેસ 3 બેઠક પર આગળ

11.27

11.22

ઉત્તર પ્રદેશઃ અમેઠીમાં રાહુલ ગાંધી પાછળ

11.19

11.06

રાજકોટમાં મતગણતરી અટકી, વોર્ડ નંબર 7માં ઈવીએમ બદલાયાનો કોંગ્રેસનો આરોપ

11.05

11.02

10.53

પોરબંદર બેઠક પરથી રમેશ ધડુક 37 હજાર મતથી આગળ

10.52

ભાવનગરથી ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળ 80 હજાર મતથી આગળ

10.51

ગાંધીનગરથી અમિત શાહ દોઢ લાખ મતથી આગળ

10.50

શાનદાર જીત તરફ ભાજપ-એનડીએના પ્રયાણને પગલે મુંબઈ શેરબજારમાં સેન્સેક્સ પ્રથમવાર 40 હજારની સપાટીએ પહોંચ્યો.

10.49

એનડીએ સરકારની વાપસીને વધાવતું શેરબજારઃ સેન્સેક્સ 40000 ને પાર

10.46

વડા પ્રધાન મોદી કોંગ્રેસના અજય રાય કરતાં 70 હજારથી વધારે મતોથી આગળ છે.

10.34

538 બેઠકોની મતગણતરીના ટ્રેન્ડ્સ અનુસાર, ભાજપ 335 બેઠકો પર આગળ. કોંગ્રેસ 103, અન્ય 100 બેઠકો પર આગળ.

10.29

રાજકોટ ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા 1 લાખ 36 હજાર મતથી આગળ

10.25

બિહારમાં, 40માંથી 38 સીટ પર ભાજપના ઉમેદવારો આગળ

10.24

મધ્ય પ્રદેશની તમામ 29 બેઠકો ઉપર ભાજપ આગળ

10.22

દિલ્હીમાં તમામ 7 બેઠકો પર ભાજપ આગળ, હરિયાણામાં પણ તમામ 10 બેઠકો પર ભાજપ આગળ.

10.22

વારાણસીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરસાઈ વધીને 70 હજાર મત થઈ છે.

10.19

કર્ણાટકના બેંગલુરુમાં, ભાજપના તેજસ્વી સૂર્યા સામે કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે પાછળ છે.

10.17

વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 હજાર મતથી આગળ છે.

10.15

ગુજરાતની 26 બેઠકમાંથી ભાજપ 21 અને કોંગ્રેસ 3 સીટો પર આગળ

10.12

મુંબઈ-દક્ષિણમાં કોંગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા પાછળ છે

09.53

ટ્રેન્ડ અનુસાર, ભાજપ અને સાથી પક્ષો 300 સીટ પર આગળ, કોંગ્રેસ-સાથી પક્ષો 100, અન્યો 69 બેઠકો પર આગળ છે.

09.50

ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ 80 હજાર મતથી આગળ

09.38

મહારાષ્ટ્રમાં ભાજપ 35 બેઠકો પર આગળ છે. કોંગ્રેસને મળી શકે છે 12, અન્યને 1 બેઠક

09.34

નાગપુરમાં, કેન્દ્રીય પ્રધાન, ભાજપનાં ઉમેદવાર નીતિન ગડકરી સરસાઈમાં

09.34

ઉત્તર પ્રદેશમાં કુલ 80 બેઠકઃ ભાજપ 48, કોંગ્રેસ 2, મહાગઠબંધન 14 સીટ પર આગળ.

09.34

રાયબરેલીમાં સોનિયા ગાંધી પાછળ.

09.33

અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પાછળ

09.33

મુંબઈ-ઉત્તરમાં કોંગ્રેસનાં ઉર્મિલા માતોંડકર હવે પાછળ થયાં. ભાજપનાં ગોપાલ શેટ્ટી સરસાઈમાં.

09.33

અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ગીતા પટેલ પાછળ ચાલી રહ્યા છે

09.32

09.26

ટ્રેન્ડ્સમાં ભાજપની જીતને પગલે શેરબજારનો સેન્સેક્સ ઉછળ્યો. 39,680ને પાર ગયો.

09.23

ઉત્તર પ્રદેશઃ ભાજપ 17, કોંગ્રેસ 2 અને મહાગઠબંધન 6 બેઠક પર આગળ

09.21

જામનગરમાં પુનમ માડમ 21 હજાર મતથી આગળ

09.21

ટ્રેન્ડ્સમાં ભાજપની જીતને પગલે શેરબજારનો સેન્સેક્સ ઉછળ્યો.

09.20

09.18

ભરૂચમાં 4 ઈવીએમમાં ખામી સર્જાઈ

09.17

489 બેઠકોનાં ટ્રેન્ડ અનુસાર, ભાજપ 263 પર આગળ, કોંગ્રેસ 117 પર.

09.16

આણંદથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકી પાછળ ચાલી રહ્યા છે.

09.15

નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં આનંદનું વાતાવરણ છે. 489 બેઠકોનાં ટ્રેન્ડ અનુસાર, ભાજપ 263 પર આગળ, કોંગ્રેસ 117 પર.

09.14

પાટણથી કોંગ્રેસના જગદીશ ઠાકોર પાછળ

09.12

સૌથી મહત્વની ગણાતી ગુજરાતની વલસાડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી પાછળ ચાલી રહ્યા છે

09.09

વારાણસીમાં વડા પ્રધાન આગળ.

09.09

ગુજરાતઃ ગાંધીનગરમાં અમિત શાહ 19000 મતથી આગળ

09.09

જુનાગઢમાં સર્વર ડાઉન હોવાથી મતગણતરી શરુ નથી થઈ

09.07

પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ધડુક 1600 મતથી આગળ

09.06

બારડોલી બેઠક પર ભાજપના પ્રભુ વસાવા આગળ

09.02

08.59

દાહોદથી કોંગ્રેસના બાબુ કટારા આગળ

08.58

સુલતાનપુરમાં ભાજપનાં મેનકા ગાંધી આગળ, હઝારીબાગ (ઝારખંડ)માં ભાજપના જયંત સિન્હા આગળ

08.58

રાયબરેલીમાં સોનિયા ગાંધી આગળ છે

08.58

કેરળના તિરુવનંતપુરમમાં કોંગ્રેસના શશી થરૂર પાછળ છે

08.58

કેરળના વાયનાડમાં રાહુલ ગાંધી સરસાઈમાં છે

08.58

ગુજરાતની 26 બેઠકો પૈકી 17ના ટ્રેન્ડ આવ્યાઃ 16 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ…

08.57

અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી આગળ

08.56

08.53

રાજકોટઃ ભાજપના મોહન કુંડારિયા 12 હજાર મતોથી આગળ

08.53

ગુજરાતની 26 બેઠકો પૈકી 17ના ટ્રેન્ડ આવ્યાઃ 16 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ…

08.52

અત્યાર સુધીમાં 340 બેઠકોનાં ટ્રેન્ડ અનુસાર, ભાજપ 195, કોંગ્રેસ 100 બેઠકો પર આગળ. અન્ય ઉમેદવારો 53 પર બેઠક પર આગળ છે

08.51

મહેસાણાથી ભાજપના શારદા પટેલ આગળ

08.50

બિહારમાં 40 બેઠકોમાંથી ભાજપ 40 સીટ પર આગળ, કોંગ્રેસ 9 બેઠકો પર આગળ

08.48

ગુજરાતઃ રાજકોટમાં ભાજપના મોહન કુંડારીયા આગળ

08.48

ગુજરાતઃ છોટાઉદેપુરમાં ભાજપના ગીતાબેન રાઠવા આગળ

08.46

08.45

ગુજરાતમાં ભાજપ 5 બેઠક પર આગળ

08.38

મહારાષ્ટ્રમાં ભાજપ 19 સીટ પર આગળ, કોંગ્રેસના ઉમેદવારો 9 સીટ પર આગળ છે

08.37

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ 7, ભાજપ પાંચ સીટ પર આગળ

08.33

08.32

ગુજરાતમાં સાત બેઠકો પર ભાજપ આગળ

08.29

લખનઉમાં, ભાજપના ઉમેદવાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સરસાઈમાં છે

08.28

ભોપાલમાં, ભાજપનાં સાધ્વી પ્રજ્ઞા આગળ છે. એમની સામે કોંગ્રેસના દિગ્વિજય સિંહ મુખ્ય હરીફ છે.

08.27

ગુજરાતમાં ભાજપ 3 બેઠક પર આગળ

08.25

દેશભરમાં ભાજપના ઉમેદવારો 78 બેઠકો પર, કોંગ્રેસના ઉમેદવારો 35 પર સરસાઈમાં છે.

08.25

મહારાષ્ટ્રમાં ભાજપના ઉમેદવારો 17 બેઠકો પર આગળ

08.23

છત્તીસગઢના કોંડાગાંવમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં ફરજ પર મૂકાયેલા CRPF જવાન બી. સતીષ કુમારનું હાર્ટ એટેકથી નિધન

08.16

08.13

રાજસ્થાનમાં 25માંથી 11 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે

08.12

મહારાષ્ટ્રમાં 48 બેઠકો માટે ચૂંટણી થઈ છે. ભાજપના ઉમેદવારો 7, કોંગ્રેસના 2 બેઠક પર આગળ

08.10

રાજસ્થાનમાં, બંગાળ, ઉત્તર પ્રદેશમાં ભાજપ આગળ

08.08

કર્ણાટકમાં ભાજપ 6 સીટ પર આગળ છે, કોંગ્રેસ 3 સીટ પર

08.07

મત ગણતરી શરૂ. ભાજપને શુકન, બે બેઠક પર આગળ હોવાના અહેવાલ…..

08.00

મતગણતરી કેન્દ્રો ખાતે સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે આજે લોકસભા ચૂંટણી-2019 માટે મતગણતરીનો આરંભ કરવામાં આવ્યો છે.

07.52

ગુજરાતમાં લોકસભાની 26 બેઠક સાથે વિધાનસભાની 4 બેઠકની પેટા ચૂંટણીના પરિણામ પર ય બધાની નજર. માણાવદર, ધ્રાંગધ્રા, જામનગર-ગ્રામ્ય, ઉંઝા બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી

07.50

મતગણતરીનાં કેન્દ્રો પર ચૂંટણી પંચ દ્વારા સુરક્ષાનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે

07.32

ગુજરાતમાં લોકસભાની 26 અને મુંબઈ મહાનગરમાં 6 બેઠકના પરિણામ વિશે લોકોમાં ઉત્સૂકતા

07.31

આ વખતની ચૂંટણીમાં 91 કરોડથી વધારે મતદારો મતદારયાદીમાં નોંધાયા હતા. 1951-52ની સાલમાં પહેલી લોકસભા ચૂંટણી વખતે 17 કરોડ 30 લાખ મતદારો હતા.

07.20

નાગપુરમાં, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ઉમેદવાર નીતિન ગડકરીના નિવાસસ્થાનને પક્ષના ધ્વજના કેસરી અને લીલા રંગોથી સજાવવામાં આવ્યું છે

07.03

ગુજરાતમાં લોકસભાની 26 અને મુંબઈ મહાનગરમાં 6 બેઠકના પરિણામ વિશે લોકોમાં ઉત્સૂકતા

06.58

મતગણતરી દરમિયાન હિંસા થવાનો ડર. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ કરી દીધા છે.

06.52

ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગ્રુપને બહુમતી મળવાની એક્ઝિટ પોલ્સમાં આગાહી કરવામાં આવી છે

06.50

ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગ્રુપને બહુમતી મળવાની એક્ઝિટ પોલ્સમાં આગાહી કરવામાં આવી છે

06.50

સૌથી પહેલાં પોસ્ટલ બેલટ (ટપાલમાં આવેલા મતો)ની ગણતરી કરવામાં આવશે

06.49

542 બેઠકો માટે થયેલી ચૂંટણીમાં મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થશે

06.48

17મી લોકસભા ચૂંટણી-2019માં આજે મતગણતરી અને પરિણામનો દિવસ છે