પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમની ચાંપતી નજર…

અમદાવાદ- ઇલેક્શન જાહેર થતાં જ જુદા જુદા મત વિસ્તારોના માર્ગો પર, સરકારી કાર્યાલયો પર ઓન ઇલેક્શન ડ્યુટી….સ્ટેટીક સર્વેલન્સ ટીમ ના બેનર્સ સાથેની ગાડીઓ ફરતી જોવા મળે છે. કારણ કે ચૂંટણી જાહેર થઇ ગયા પછી આચાર સંહિતા લાગુ પડી જાય છે. આચાર સંહિતા લાગુ પડતાં જ ઇલેક્શન કમિશન દ્વારા આખીય ચૂંટણી પ્રક્રિયા , કોઇપણ પક્ષના પ્રભાવ વગર, કોઇ વ્યક્તિ વિશેષના દબાણ વગર પારદર્શક રીતે પૂરી થાય એવા સતત પ્રયત્નો કરવામાં આવે છે.

સ્વચ્છ અને મુક્ત રીતે ચૂંટણી પ્રક્રિયા માટે ઇલેક્શન કમિશન દ્વારા આખાય દેશમાં મોટી સંખ્યામાં સર્વેલન્સ ટીમો બનાવવામાં આવી છે. એકલા ગુજરાત રાજ્યમાં 563 ફ્લાઇંગ સ્કવોર્ડ, 378 વિડીયો સર્વેલન્સ, 207 વિડીયો વ્યુઇંગ ટીમ અને 26 જેટલી એકાઉન્ટિંગ ટીમ ની રચના કરવામાં આવી છે. આ સર્વેલન્સ ટીમ દ્વારા રાજકીય પાર્ટીઓ તેમજ ઉમેદવારોની ગતિવિધિની દેખરેખ રાખવામાં આવશે.

2019ની લોકસભાની ચૂંટણીમાં દરેક સંસદ ક્ષેત્રમાં સ્ટેટીક સર્વેલન્સ ટીમ પોતાની કામગીરી કરી રહી છે. આ ટીમ સાથે રાજ્ય પોલીસના જવાનો પણ કામગીરી કરી રહ્યા છે.

તસવીર-અહેવાલ: પ્રજ્ઞેશ વ્યાસ