સૂરતમાં હાર્દિક પટેલની સભામાં જંગી મેદની જોઇ ભાજપ ચિંતામાં

ગાંધીનગર– ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાનને હવે માત્ર ચાર દિવસનો સમય બાકી છે, ત્યારે શહેરી વિસ્તારમાં વડાપ્રધાન, હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી દ્વારા જાહેર સભાઓ કરી પોતપોતાના પક્ષના કરેલા કાર્યો અંગેની વિગતો આપવામાં આવી રહી છે. રવિવારે સૂરતમાં પાટીદાર સમાજના અનામત આંદોલનના યુવા હાર્દિક પટેલે વિશાળ જાહેર સભાને સંબોધી હતી. આ સભામાં સ્વયંભૂ ઉમટી પડેલા સૂરતવાસીઓની સંખ્યાના આંકડા મેળવવા મુખ્યપ્રધાન સતત વ્યસ્ત રહ્યાં હતાં. જેમજેમ આ જાહેરસભાની સંખ્યા વધતાના સમાચાર મળતા હતા, તેમ તેમ ચિંતા વધી હતી.સૂરતમાં ચિક્કાર જનમેદની વચ્ચે હાર્દિક પટેલે પાટીદારોને આ વખતની ચૂંટણીમાં સમાજની તાકાત બતાવવાનું આહવાન કર્યું હતું .ઉપરાંત હાર્દિક પટેલે સમાજના 14 યુવાનોની શહીદી અંગે અને પાટીદાર સમાજની માબહેનો અને દીકરીઓને ઘરમાં જઈ માર મારવાની વાતને દોહરાવી હતી અને પાટીદાર સમાજના શહીદોની કિંમત ચૂકવવી પડશે, જેની તૈયારી આ વખતની ચૂંટણીમાં સત્તાધારી ભાજપ પક્ષે રાખવી પડશે.