ભાજપે 13 ઉમેદવારના નામ સાથે પાંચમું ઉમેદવાર લિસ્ટ જાહેર કર્યું

અમદાવાદ– ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપ દ્વારા પાંચમું ઉમેદવાર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં કુલ 13 ઉમેદવારના નામ છે.

આ લિસ્ટમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર નરેશ કનોડીયાના પુત્ર અભિનેતા હિતુ કનોડીયા ઇડર બેઠકથી પહેલી વાર ચૂંટણી લડશે. તો માણસા બેઠક રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસથી ભાજપમાં આવેસાં અમિત ચૌધરીને ટિકીટ આપી છે, તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વિજાપુરના ધારાસભ્ય પીઆઈ પટેલને ટિકીટ આપી નથી. અન્ય ઉમેદવારમાં જેમને ફરી ટિકીટ આપી છે તેમાં રણછોડ રબારી, વલ્લભ કાકડીયા, પંકજ દેસાઇ અને નારાયણ પટેલ છે. નારાયણ પટેલે ટિકીટ ન આપવા જણાવ્યું હતું કારણ કે તેમની વય 75થી વધુ છે, આમ છતાં પાટીદાર વર્ગના કારણે તેમને ટિકીટ આપવામાં આવી છે. આ લિસ્ટમાં કાલોલ ધારાસભ્ય પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવીણસિંહ ચૌહાણના પત્ની સુમનબહેન ચૌહાણને ટિકીટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર પ્રભાતસિંહે પોતાની પત્ની માટે ટિકીટ માગી હતી અને તેમના પુત્રએ પોતાને ટિકીટ આપવા માગણી કરી હતી.

ઉમેદવાર યાદી