Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page
૯૭ વર્ષી વરિષ્ઠ રાજકીય સમીક્ષક, ઈતિહાસવિદ્દ, કટારલેખક નગીનદાસ સંઘવીને ‘ચિત્રલેખા’ તરફથી વર્ષ ૨૦૧૬નો ‘વજુ કોટક સુવર્ણચંદ્રક’ રાજકોટમાં ૧૧ સપ્ટેંબરના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે આયોજિત ખાસ સમારંભમાં સુપ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારિબાપુના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. એ પ્રસંગે ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, દૈનિક ‘ફૂલછાબ’ના તંત્રી કૌશિક મહેતા, ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક, ‘ચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરીબહેન કોટક, મનન કોટક, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, રાજકોટનાં ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી સહિત અનેક મહાનુભાવો તથા ‘ચિત્રલેખા’ પરિવારનાં સભ્યો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન મુકેશ જોશીએ કર્યું હતું.

‘ચિત્રલેખા’ સામયિકમાં છેલ્લાં 17 વર્ષથી પ્રગટ થતી ‘ભારતનું મહાભારત’ અને ‘દેશ-દુનિયા’ કોલમના ૯૭ વર્ષી લેખક વરિષ્ઠ રાજકીય સમીક્ષક, ઈતિહાસવિદ્દ, નગીનદાસ સંઘવીને ‘ચિત્રલેખા’ તરફથી વર્ષ ૨૦૧૬નો ‘વજુ કોટક સુવર્ણચંદ્રક’ રાજકોટમાં ૧૧ સપ્ટેંબરના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે આયોજિત ખાસ સમારંભમાં સુપ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારિબાપુના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. એ પ્રસંગે ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, દૈનિક ‘ફૂલછાબ’ના તંત્રી કૌશિક મહેતા, ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક, ‘ચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરીબહેન કોટક, મનન કોટક, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, રાજકોટનાં ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી સહિત અનેક મહાનુભાવો તથા ‘ચિત્રલેખા’ પરિવારનાં સભ્યો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન મુકેશ જોશીએ કર્યું હતું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS