Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

આ ‘જીડીપી’ એટલે ગોલ, ડ્રીમ એન્ડ પ્લાન… વાચકોના લાભાર્થે ચિત્રલેખાએ બીએસઈ અને બિરલા સન લાઈફની સાથે હમણાં હૈદરાબાદમાં યોજેલા ઈન્વેસ્ટર્સ અવેરનેસ સેમિનારમાં આર્થિક જગતના નિષ્ણાતોએ આપી રોકાણ વિશે કેટલીક સોનેરી સલાહ…

બજેટ તો ફેબ્રુઆરીના અંતમાં આવી ગયું એ પછી શૅરબજારે નવો વળાંક લીધો. આ પહેલાંના સમયમાં ખાસ્સું નીચે ઊતરી ગયેલું બજાર સુધરવા લાગ્યું. તેમ છતાં હજી આ બજાર કઈ દિશામાં જઈ રહ્યું હોવાનું સ્પષ્ટ થતું નથી. જો કે બજાર અને સરકારી બજેટ કરતાં આપણે આપણા પોતાના બજેટનું અને ઈન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરવું વધુ મહત્ત્વનું છે.

આ વિષયને કેન્દ્રમાં રાખી ‘ચિત્રલેખા’એ ૨૭ માર્ચે હૈદરાબાદ ખાતે જે માર્ગદર્શક પરિસંવાદનું આયોજન કર્યું એના મુખ્ય યજમાનની ભૂમિકા ભજવી હૈદરાબાદના ‘શ્રી ગુજરાતી પ્રગતિ સમાજે’.

આ અવસરે સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલે ગુજરાતી પ્રગતિ સમાજ અહીં ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય, કળા, ગુજરાતી ભાષાના સંવર્ધન અર્થે તેમ જ લોકોને સારા વિષયોનું માર્ગદર્શન મળે એ માટે કેવી કેવી વૈવિધ્યસભર પ્રવૃત્તિ કરે છે એની ઝલક જણાવી સૌને આવકાર્યા હતા તો ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ પણ આ પરિસંવાદની પૂર્વભૂમિકા સમજાવીને સહર્ષ કહ્યું કે હૈદરાબાદમાં ‘ચિત્રલેખા’નો આ પચ્ચીસમો સેમિનાર છે, જે વાચકોના લાભાર્થે છેલ્લાં પાંચેક વરસથી વિવિધ શહેરોમાં થઈ રહ્યા છે.

આ સેમિનારમાં ચારેય વક્તાએ પોતાના વિષયની રસપ્રદ અને માહિતીપ્રદ રજૂઆત કરી હતી, જેના છેલ્લા સત્રમાં શ્રોતાઓ દ્વારા પોતાને મૂંઝવતા પ્રશ્ર્નો પૂછ્યા, જેના નિષ્ણાતોએ ઉત્તર આપ્યા. પરિસંવાદનું સરળ અને રસપ્રદ શૈલીમાં સંચાલન આર્થિક પત્રકાર જયેશ ચિતલિયાએ કર્યું હતું.

(સેમિનારનો સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક…)

http://chitralekha.com/BSEHYB.pdf


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS