કોઈ પણ દિશાનો પ્રભાવ તેની સાથે જોડાયેલ કુદરતી તત્વોને અનુરૂપ હોય છે. ક્યારેક તેની અસરને સમજવા માટે જે તે દિશા પર પડતા કુદરતના પ્રભાવને સમજવો જરૂરી બની જાય છે. પશ્ચિમ તે આથમતા સૂર્યની દિશા છે. આ દિશામાં સૂર્ય આવ્યાં બાદ અંધકાર છવાઈ જાય છે. પશ્ચિમ દિશાની ઊર્જા બહુ પ્રભાવી નથી. તેની નકારાત્મકતા સ્થગિત કરી દે છે. વળી સ્થગિત થયાની માનસિકતા થકવી દે છે તેથી નકારાત્મક વિચાર વધે છે અને એકંદરે તે શારીરિક અને માનસિક સમસ્યાઓ સર્જે છે.

ઈશાન અને પશ્ચિમના દોષ સાથે હોય તો માણસ જરૂર કરતાં વધારે વિચારે છે અને “લોકો શું કહેશે?” ની માનસિકતામાં જીવે છે. અને પોતાને ગમતું કરતા પહેલાં તેને વિચારો વધારે આવે છે. આવી વ્યક્તિઓ અમુક દોષ હોય તો પોતાના વિચારો અન્ય પર થોપી દેવા માગતા હોય છે. અને અંતે તેમને પોતાના વ્યવહાર માટે દુઃખ પણ થાય છે આથી તેમની ઊર્જા ઓછી થવાથી તકલીફ પડે છે. અને દોષીપણાની ભાવનાથી પીડાય છે. અને અંતે શરીર દુઃખવાની સમસ્યા આવે છે. પૂર્વ અને પશ્ચિમનો દોષ હોય તો માણસને અભિમાનના કારણે સમસ્યાઓ ઉદભવે છે. તક સામે દેખાતી હોવા છતાં તે રાહ જોયા કરે છે. જેના કારણે અંતે પોતાના માટેનો વિશ્વાશ ઓછો થતાં માનસિક થાક અને અકાળ વૃદ્ધત્વ જેવી ઊર્જા ઉદભવે છે. પશ્ચિમ અને અગ્નિની સમસ્યાઓ વિકારોને જન્મ આપે છે. વધારે પડતી અપેક્ષા ઓ અને તે ન પુરી થવાના કારણે વ્યસન યાતો નકારાત્મક વિચારધારા જન્મે છે.

પશ્ચિમ અને દક્ષિણનો દોષ ચીડચીડાપણું આપે છે. જ્વાળામુખી જેવો ગુસ્સો અને અંતમાં ખૂબ જ માનસિક તણાવ મળે છે. દક્ષિણ અને પશ્ચિમના દોષથી ઘણીવાર લાંબી બીમારીઓ પણ સંભવે છે. જેના કારણે આર્થિક ,માનસિક અને શારીરિક તકલીફ તો આવે જ પરંતુ સાંસારિક સુખ પણ ઓછું થાય. પશ્ચિમ અને નૈઋત્યના દોષ એક્સિડન્ટ, કોર્ટ કચેરી , કંકાશ,ઝગડા અને અંતે વિકૃત માનસિકતા આપે છે. માણસનો સ્વભાવ આક્રમકઃ બની જાય છે. કેટલાક માણસો સતત કોઈનું નુકશાન કરવાનું વિચારતા હોય ત્યારે આવી સમસ્યા હોઈ શકે છે. જો ઈશાન નૈઋત્ય અને પશ્ચિમના દોષ સાથે હોય તો વ્યક્તિને પોતે જ સાચાં હોવાની ભાવના રહે છે અને તે સતત અન્યને નુકશાન પહોંચાડ્યા કરે છે. જેના થકી તેને ક્યારેક વધારે પડતી તકલીફોનો સામનો કરવો પડે છે. અચાનક થયેલા અક્સ્માતમાં તેમને કોઈનો હાથ હોવાની શંકા દેખાય છે. આમાં જો પૂર્વની સમસ્યા હોય તો વ્યક્તિ પોતાના પદનો દુરુપયોગ કરતાં જોવા મળે છે. જેથી તેમની ઊર્જા સતત ઓછી થતાં લાંબી બીમારીઓ આવે છે. આવી સમસ્યાઓ વધતાં તેમને પોતાના કર્મો યાદ આવતાં તેમનો આત્મવિશ્વાશ ઓછો થાય છે.

ભ્રમણા:

વધારે ભપકો કરવાથી અને મોટા અવાજથી ગરબા વગાડવાથી માતાજી પ્રસન્ન થાય છે. પારંપરિક ગરબાનું કોઈ મહત્વ નથી.

સત્ય:

ઈશ્વરને સાદ દેવા કોઈ ઘોંઘાટની જરૂર નથી. તે માત્ર એક દેખાડો છે. મનની શાંતિ આત્મા સુધી અવાજ પહોંચાડવાથી મળે છે. વળી પારંપરિક ગરબા પાછળ વિજ્ઞાન રહેલું છે. તેમાં શરીર સ્વાસ્થ્યના નિયમો સાથે શરીરનું હલનચલન થતું હતું. હવેના ગરબામાં દેખાડો અને શરીરવિજ્ઞાન ઓછું છે. જે ભારતીય છે તેમાં ક્યાંક વિજ્ઞાન તો છે જ. કોઈ પણ ધર્મ દેખાડાને કે ધર્મને વ્યવસાય બનાવી દેવાની વાતો ને સમર્થન આપતો નથી. શેરી ગરબા પાછળના વિજ્ઞાન અને કારણો પાછળ એકાદ પુસ્તિકા લખી શકાય.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS