આવતી 6 ઓક્ટોબરથી ભારતમાં યોજાનાર ભારત સહિત 24 ટીમોની ‘ફિફા અન્ડર-17 વર્લ્ડ કપ’ સ્પર્ધાની ટ્રોફીનું 22 સપ્ટેંબર, શુક્રવારે કોચી શહેરના જવાહરલાલ નેહરુ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે કલાકારોએ એમની પારંપારિક નૃત્ય કળાનું પ્રદર્શન કર્યું હતું. કોચીમાં સ્પર્ધાની પહેલી મેચ 7 ઓક્ટોબરે બ્રાઝિલ અને સ્પેન વચ્ચે રમાશે. કોચી છ આયોજક શહેરોમાંનું એક છે. અન્ય શહેરો છે – નવું મુંબઈ, ગુવાહાટી, મડગાંવ, કોલકાતા અને નવી દિલ્હી. ફાઈનલ મેચ 28 ઓક્ટોબરે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાશે. ભારત A-ગ્રુપમાં છે જેમાં તેની સાથે અન્ય ત્રણ ટીમ છે – યૂનાઈટેડ સ્ટેટ્સ, કોલંબિયા અને ઘાના. 24 ટીમોને 6 ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS