કેનેડાના એડમોન્ટન શહેરમાં રમાયેલા ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ મુકાબલામાં યજમાન કેનેડાએ ભારતને ૩-૨થી પરાજય આપ્યો છે. રીવર્સ સિંગલ્સમાં યૂકી ભામ્બ્રી જીત્યો હતો, પણ રામકુમાર રામનાથન હારી ગયો હતો. આ પરાજય સાથે મહેશ ભૂપતિના નેતૃત્વવાળી ભારતીય ટીમ સતત ચોથા વર્ષે પ્લે-ઓફ્ફ તબક્કાને પાર કરી શકી નથી. આ પહેલાં તે સર્બિયા, ચેક રીપબ્લિક, સ્પેન સામે હારી ગઈ હતી. ઉપરની તસવીરમાં કેનેડાનો ડેનિસ શાપોવાલોવ ભારતના પરાજિત રામકુમાર રામનાથનને આશ્વાસન આપે છે.

યૂકી ભામ્બ્રીએ રિવર્સ સિંગલ્સમાં કેનેડાના બ્રેડન સ્નૂરને હરાવ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS