મોહાલી- વરિષ્ઠ પત્રકાર કે. જે. સિંહ અને તેમના 92 વર્ષના માતાની પોતાના ઘરમાં મૃત હાલતમાં લાશ મળી આવી છે. પ્રાથમિક જાણકારી મળ્યા મુજબ શનિવારે સવારે આ સમાચાર મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. મોહાલીના પોલીસના વરિષ્ઠ અધિકારીએ આલમ વિજયસિંહે કહ્યું હતું કે બંનેના ગળા પર ઈજા થયેલી છે. કે.જે. સિંહની ઉંમર 60 વર્ષની આસપાસ છે, અને તેમની માતા 92 વર્ષનાં છે. એવી ધારણા છે કે બંનેની હત્યા કરાઈ છે. પોલીસે કહ્યું કે આ મામલાની તપાસ થઈ રહી છે.

કે. જે. સિંહે ટ્રિબ્યૂન ઈન્ડિયા, ધી ઈન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવા અખબારોમાં કામ કર્યું છે.

પંજાબના સીએમ અમરિન્દરસિંહે કે. જે. સિંહ અને તેમના માતાની હત્યાની તપાસ માટે એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે.

તેમના ઘરમાંથી કેટલીય ચીજો ગાયબ થઈ ગઈ છે. જેમાં કાર્ડ, ટીવી અને અન્ય આઈટમ પણ સામેલ છે.

પૂર્વ મુખ્યપ્રધાન સુખબીરસિંહ બાદલે ટ્વિટર પર હત્યાની નિંદા કરી છે અને લખ્યું છે કે મને હમણાં ખબર પડી છે કે વરિષ્ઠ પત્રકાર કે. જે. સિંહ અને તેમની માતાની હત્યા કરાઈ છે, આ હત્યાની હું નિંદા કરું છું. અને અધિકારીઓ દોષિતોને ઝડપથી પકડે તેવી અપીલ કરું છું.

હમણાંથી પત્રકારોની હત્યાના કેસ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ત્રિપુરામાં રાજકારણના પ્રદર્શન દરમિયાન એક સ્થાનિક ટીવી ચેનલના પત્રકાર શાંતનું ભૌમિકની હત્યા કરાઈ હતી. તે અગાઉ કન્નડ ભાષાની પત્રકાર ગૌરી શંકર લંકેશની બેંગાલુરુમાં હત્યા થઈ હતી.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS