ચૈન્નાઇઃ તામીલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિથાના રહસ્યમય મૃત્યુ પર શંકાના જાળાં વધુ ઘેરાં બની રહ્યાં છે. તામીલનાડુની પલાનીસામી સરકારના ગૃહપ્રધાન સી. શ્રીનિવાસને ચોંકાવનાર નિવેદન કર્યું હતું. તેમણે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જે. જયલલિતા એપોલો હોસ્પિટલની ભરતી હતાં તે સમયે તેમના આરોગ્ય વિશે ‘ખોટું’ બોલવા બદલ માફી માગી હતી.

શુક્રવારે મદુરાઈમાં યોજાયેલી જાહેર સભા દરમિયાન લોકોને સંબોધતા સી. શ્રીનિવાસનએ જણાવ્યું હતું કે, “અમે એવું કહ્યું હતું કે તેમણે ઇડલી ખાધી અને લોકો સાથે મુલાકાત કરી તે ખોટું હતું. હકીકતમાં કોઇએ તેમને જોયાં ન હતાં.

શ્રીનિવાસને જણાવ્યું હતું કે તેઓ એ જૂઠાણાં માટે લોકોની માફી માગે છે. તેમના જણાવ્યા અનુસાર, સરકાર અને શાસક એઆઇએડીએમકે પાર્ટીમાં સામેલ તમામ લોકો એ ખોટું બોલ્યા હતાં કે તેઓ એપોલો હોસ્પિટલમાં જયલલિતાને મળ્યાં હતાં.

જયલલિતાના હોસ્પિટલમાં સારવાર દરમિયાન સરકાર અને હોસ્પિટલના આરોગ્યતંત્ર તરફથી જે માહિતી અપાઇ તે ખૂબ જ ઓછી હતી. . શ્રીનિવાસનએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષો સુધી જયલલિતાના નજીકના સાથીદાર વી.કે. શશીકલાને જ જયલલિતાને મળવા મંજૂરી અપાઇ હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS