નવી દિલ્હીઃ ઓનલાઈન રેલવે ટિકીટ બૂક કરવા માટે ઉપયોગ થનારા કેટલાક બેંકોના કાર્ડને પ્રતિબંધિત કરવામાં આવ્યાંની વાતને IRCTC દ્વારા ખોટી ગણાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે એવા સમાચાર વહેતાં થયાં હતાં કે IRCTC દ્વારા સ્ટેટ બેંક અને આઈસીઆઈસીઆઈ સહિત અડધો ડઝન બેંકોના કાર્ડ દ્વારા રેલવે ટિકીટના પેમેન્ટ પર રોક લગાવી દીધી છે. IRCTC દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમામ બેંકોના કાર્ડથી રેલવે ટિકીટ બૂક કરાવી શકાશે અને કોઈપણ બેંકના કાર્ડને પ્રતિબંધિત કરવામાં આવ્યાં નથી.

આ પહેલાં પણ સમાચારો વહેતાં થયાં હતાં કે IRCTC અને બેંકો વચ્ચે પૈસાના શેરિંગ લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે કેટલીક બેંકોના કાર્ડથી પેમેન્ટ કરવા પર બેન લગાવી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર IRCTC દ્વારા વર્ષની શરૂઆતમાં બેંકોને પૈસાને યોગ્ય રીતે તંત્ર સાથે વહેંચવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે બેંકોએ આરોપ લગાવ્યો હતો કે IRCTC તમામ પૈસા પોતાની પાસે જ રાખવા માગતું હતું. આ મુદ્દાને લઈને ભારતીય બેંક એસોસિએશન અને IRCTC વચ્ચે વાતચીત થઈ હોવા છતા આ મુદ્દે કોઈ નિકાલ નહોતો આવ્યો.

 

ઈ ટિકીટના બુકિંગ માટે કરવામાં આવેલા ઓનલાઈન પેમેંટને મેળવવા માટે તમામ મર્ચંટને એક ભાગ એમડીઆર સંબંધિત બેંકને આપવાના હોય છે, જેનુ કાર્ડ દ્વારા પેમેંટ થાય છે.એમડીઆર પેમેંટના આધારે નક્કિ કરવામાં આવે છે. બેંકો દ્વારા આ મુદ્દે જણાવવામાં આવ્યું છે કે સામાન્ય રિતે જે મર્ચંટ હોય તે સંબંધિત બેંકોને પૈસા આપે છે. પરંતુ IRCTC દ્વારા તેમને પણ ક્યારેય પૈસા આપવામાં આવ્યા નથી, જેના કારણે આ રકમ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS