સોપોર (જમ્મુ-કશ્મીર) – જમ્મુ અને કશ્મીર રાજ્યના બારામુલ્લા જિલ્લાના સોપોર નગરમાં આજે એક પોલીસ અધિકારીની સમયસૂચકતાને કારણે એમના પક્ષે મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી. બન્યું એવું હતું કે, ઉગ્રવાદીઓએ એક હાથબોમ્બ ફેંક્યો હતો જે પોલીસ જવાનોની જીપમાં પડ્યો હતો, પણ એક સ્પેશિયલ પોલીસ ઓફિસરે સમયસૂચકતા વાપરીને તરત જ એ બોમ્બને હાથ લઈને ઉગ્રવાદીઓ તરફ પાછો ફેંક્યો હતો.

આમ કરીને તે પોલીસ અધિકારીએ એમની જીપમાં ૧૫ જવાનોનાં મરણ થતા નિવાર્યા હતા.

તે પોલીસ અધિકારીએ પાછો ઉગ્રવાદીઓ તરફ ફેંકેલો બોમ્બ હવામાં જ ફાટ્યો હતો અને એને કારણે બે પોલીસ જવાન અને ચાર નાગરિકને મામુલી ઈજા થવા પામી હતી.

ઉગ્રવાદીઓએ આ હુમલો આજે સવારે લગભગ ૯.૩૫ વાગ્યે સોપોર નગરના મુખ્ય ચોકમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એક શાખાની નજીક કર્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS