Exclusive

Mango Festival 2018

0

Youth Talent: Vista Rooms owner Ankita Sheth Interview

0

Manoj Joshi talks on Gujarati film ‘Fera Feri Hera Feri’, Exclusive with Chitralekha

0

સ્ટીફન હોકિંગઃ દ્રઢ મનોબળનું બીજું નામ…

0

મહાન, દિવ્યાંગ વિજ્ઞાની સ્ટીફન હોકિંગઃ અસાધ્ય બીમારી છતાં ૭૦ વર્ષથી વધુ કેવી રીતે જીવ્યા?

 

મહાત્મા ગાંધીની પ્રેરક વાર્તા

0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ એક છોકરાની વધુપડતી સાકર ખાવાની આદત કેવી રીતે છોડાવી હતી એ વિશેનો રસપ્રદ કિસ્સો જાણવા જેવો છે…

Mahatma Gandhi Story: Breaking the Sugar Habit

આલ્બર્ટ આઈન્સટાઈનનો જગત માટે મહત્વનો સંદેશ…

0

નોબેલ ઈનામ વિજેતા વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સટાઈને જ્યારે હસ્તલિખિત નોંધમાં સમગ્ર જગતને માટે આપ્યો હતો ‘ખુશ રહેવાનો સિદ્ધાન્ત’…

Albert Einstein’s ‘Secret to Happiness’

ડાકોરના ઠાકોરની મંગળા આરતીના દર્શન

0

અમદાવાદ– ડાકોરમાં આજે ફાગણ સુદ પૂર્ણીમા એટલે કે હોળીના પાવન પર્વ પર સવારે ચાર વાગ્યે મંગળા આરતીના દર્શનનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં હરીભક્તો ડાકોરના રણછોડરાય મંદિરમાં ઉમટી પડ્યા હતા. પ્રાતઃકાળે થતી શ્રી હરીની આરતીના દર્શન કરવાનું ખૂબ મહત્વ રહેલું છે. નવનીત પ્રિય શ્રી હરીના દર્શન કરવાથી હ્યદયમાં જે ટાઢક થાય છે, તેનાથી જીવન ધન્ય બની જાય છે. આવો આપણે પણ દર્શન કરીએ ડાકોરના ઠાકોરની મંગળા આરતીના…

ડાકોરની પદયાત્રામાં હર્ષભેર જોડાયાં લાખો હરિભક્તો

0

અમદાવાદ– અમદાવાદથી ડાકોર જવાનો માર્ગ પગયાત્રીઓથી ઉભરાયો છે. ઠેરઠેર સેવાના કેમ્પ અને પદયાત્રીઓ જય રણછોડ માખણચોર બોલતાં બોલતાં ડાકોર જવા નિકળ્યા છે. માત્ર અમદાવાદ નહી, પણ ગુજરાતમાંથી પદયાત્રીઓ ડાકોર પગપાળા જઈ રહ્યા છે. ફાગણ સુદ પુનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડ સાથે હોળી રમવા અને દર્શન કરવા માટે લાખો ભાવિક ભક્તોએ ડાકોરની વાટ પકડી છે. દર વર્ષે લાખો વૈષ્ણવો ડાકોરમાં રાજા રણછોડના દર્શન કરીને ધન્ય બને છે, તેવી જ રીતે આ વર્ષે પણ પગપાળા જનારા ભક્તોની સંખ્યા વધી છે.

અમદાવાદથી ડાકોર જવાના માર્ગ પર જય રણછોડ… જય રણછોડ બોલતાં જાવ અને ચાલતા જાવ… નો નાદ સંભળાઈ રહ્યો છે. ડાકોરના ઠાકોર રાજા રણછોડરાય સાથે હોળી રમવી અને તેનો લહાવો લેવો અનન્ય હોય છે. કેટલાય ભાવિક ભકતો ભક્ત બોડાણાને યાદ કરીને પગપાળા ડાકોર દર્શન કરવા ઉપડી જાય છે.

પગપાળા ડાકોર જતા હરીભક્તોની સેવા કરવા માટે રસ્તામાં અનેક સેવાભાવી લોકો દ્વારા વિવિધ પ્રકારના કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા છે. આ કેમ્પમાં શુદ્ધ અને સાત્વીક ભોજન, છાશ, ફ્રુટ, ચા-પાણી અને નાસ્તા સહિતની સુવિધાઓ પદયાત્રીઓને વિનામુલ્યે આપવામાં આવે છે. કહેવાય છે કે મનુષ્ય સેવા એ જ પ્રભુ સેવા, આ જ વાતને ચરીતાર્થ કરતા સેવાભાવી લોકો અનેક રૂપે પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. પદયાત્રીઓના આરોગ્યને જો કોઈ અસર પહોંચી હોય તો તેમના માટે ખાસ આરોગ્ય કેન્દ્રો પણ પદયાત્રાના માર્ગમાં ઉપ્લબ્ધ છે. અહીંયા હોમીયોપેથી, એલોપેથી, અને આયુર્વેદિક દવાઓની સેવા પુરી પાડવામાં આવે છે.

અમદાવાદથી ડાકોર જવાનો આખો માર્ગે અત્યારે જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યો છે. ડાકોરના રાજા રણછોડરાય સાથે હોળી રમવા માટે ભક્તો અનન્ય ઉત્સાહ સાથે પગપાળા ડાકોર જવા માટે નીકળ્યા છે. કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એવી જ રીતે ભક્તોના મનમાં પણ એક જ ખેવના છે અને એ છે શ્રી હરીના દર્શન કરવાની, મુખમાં એક જ નામ છે જય રણછોડ માખણ ચોર, અને હ્યદયમાં એક જ વસ્તુ છે અને એ છે શ્રી હરી પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને પ્રેમ. આમ ઈશ્વર સાથે બંધાયેલા પ્રેમના બંધનના કારણે લાખો હરીભક્તો ડાકોર પગપાળા નીકળ્યા છે. અને હોળીના દિવસે આ તમામ હરીભક્તો ડાકોર પહોંચી શ્રી હરી સાથે ફાગણનો આ પવિત્ર અવસર ઉજવશે.

અહેવાલ- હાર્દિક વ્યાસ

ગુજરાત બજેટઃ તમામ વર્ગને આવરીને લોકપ્રિય બજેટ રજૂ કરાયું

0

અમદાવાદ-ગુજરાતની રુપાણી સરકારનું આજે રજૂ થયેલું સામાન્ય બજેટ  કૃષિ, યુવાન અને હેલ્થકેરને મહત્ત્વ આપતું જણાઇ રહ્યું છે. રાજ્યના સરેરાશ નાગરિક માટે બજેટ કેવું રહ્યું તેની સરળ શબ્દોમાં રજૂઆત કરીએ તો જીએસટી અમલ પછી રજૂ થયેલું આ પ્રથમ બજેટ પુરાંતવાળું રજૂ થયું છે તે નોંધપાત્ર છે.

મા વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદા અને ખર્ચ મર્યાદામાં વધારો અને તેવી અન્ય બાબતોને સાંકળીને સામાન્ય બજેટ 2018-19 વિશે જુઓ chitralekha.com ના ન્યૂઝ એડિટર ભરત પંચાલ અને વરિષ્ઠ સંવાદદાતા પારુલ રાવલનું બજેટ વિશ્લેષણ… જુઓ વિડિયો

જૂનાગઢઃ મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ… જૂઓ વિડિયો

0

જૂનાગઢ– જૂનાગઢના ભવનાથ તળેટીના ભકિતમય અને પરંપરાગત મહાશિવરાત્રિના મેળાનો આજે મહા વદ નોમના પવિત્ર દિને ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ થયો હતો. મેળાના પ્રારંભ પ્રસંગે ભવનાથ મહાદેવ મંદિર અને ત્રણેય અખાડામાં પુજા-આરતી કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંતો મંહતો અને પદાધિકારીઓ- વહિવટી તંત્રના અધિકારીઓ તેમજ ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહાશિવરાત્રિ 13 ફેબ્રુઆરીને મંગળવારે છે, ત્યાં સુધી આ મેળો ઉજવાશે.

આજે શુક્રવારે સવારે ૯ કલાકે ભવનાથ મહાદેવના મંદિરે પરપંરાગત રીતે ધ્વજાપુજા શાસ્ત્રોકત વિધિથી કરવામાં હતી. આ પ્રસંગે મહંત ભારતીબાપુ, હરિગીરીજી મહારાજ, ઇન્દ્રભારતી બાપુ, પ્રેમગીરીજી મહારાજ, મુકતાનંદબાપુ તેમજ જૂનાગઢના મેયર આદ્યશકિતબેન મજમુદાર, જયોતીબેન વાછાણી, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, પુર્વ મેયર જીતુભાઇ હીરપરા, યોગેન્દ્ર પઢીયાર, કનકબેન વ્યાસ, નિર્ભય પુરોહિત, ભરત કારેણા, હરેશ પરસાણા, સંજય કોરડીયા સહિતના પદાધિકારીઓ તેમજ કલેકટર ડો.રાહુલ ગુ્પ્તા, એસ.પી. નિલેશ જાજડીયા, પ્રાંત અધિકારી જવલંત રાવલ, આસી. કમિશનર નંદાણીયા સહિતના અધિકારીઓ અને ભાવિકો ઉપસ્થિત રહયા હતા.

ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજાપૂજા બાદ જૂના અખાડા ખાતે ભગવાન ગુરૂ દત, આહવાન અખાડા ખાતે ગણેશજી અને અગ્નિ અખાડા ખાતે ગાયત્રીમાતાની પુજા અર્ચના કરવામાં આવી હતી. ભારતી આશ્રમ અને ઇન્દ્રભારતીબાપુના આશ્રમે પણ પુજા અર્ચના કરવામાં આવી હતી. મહંત શ્રીશેરનાથ બાપુના આશ્રમે અન્નપુર્ણા અન્નક્ષેત્રનો પ્રારંભ હરિગીરીબાપુ અને કલેકટર  સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

WAH BHAI WAH