Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે બે તરફી વધઘટ નોંધાઈ હતી. ગઈકાલના ઘટાડા બાદ આજે સવારે શેરોના ભાવ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. જોતજોતામાં સેન્સેક્સ વધુ ઉછળી 30,712.35 અને નિફટી વધુ ઉછળી 9505.75ની નવી હાઈ બનાવી હતી, જે મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, અને શેરોના ભાવ અને ઈન્ડેક્સ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું, પણ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા, જેથી ટ્રેડિંગ સેશનના અંત ભાગમાં બ્લુચિપ શેરોમાં નીચા મથાળે ટેકારૂપી લેવાલી આવી હતી. વળી પાછો ઘટયા મથાળેથી સુધારો આવ્યો હતો. આમ ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 30.13(0.10 ટકા) વધી 30,464.92 બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ઈન્ડેક્સ 1.55(0.02 ટકા) ઘટી 9427.90 બંધ થયો હતો.

સપ્તાહના છેલ્લો દિવસ હોવાથી નવા કામકાજનો અભાવ હતો. બે તરફી વધઘટ વચ્ચે મોટાભાગે ઉભા ઓળિયા સુલટાવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા. જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠકમાં 1211 વસ્તુઓ અને સેવાઓના રેટ નક્કી થઈ ગયા છે. જેને પગલે પણ શેરબજારમાં લેવાલી અને વેચવાલીના ટ્રેડ થયા હતા.

– હુડકોના નવા શેરનું લિસ્ટીંગ 20.83 ટકાના પ્રિમિયમથી થયું છે. હુડકોએ શેરહોલ્ડરોને રૂપિયા 60ના ભાવે શેર આપ્યા હતા, જેનું લિસ્ટીંગ રૂ.73.45ના ભાવે થયું હતું, ભાવ ઘટીને રૂ.70.55 થઈ ત્યાંથી વધી રૂ.77.80 થઈ અને અંતે 72.50 બંધ રહ્યો હતો.
– એસબીઆઈનો નફો 2.2 ગણો વધી રૂ.2,814 કરોડ આવ્યો, ગ્રોસ એનપીએ 7.23 ટકાથી ઘટી 6.9 ટકા રહી
– એફઆઈઆઈએ ગુરુવારે 361 કરોડ નેટ સેલર રહી હતી, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ 898 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
– જીએસટી દર નક્કી થયા પછી આઈટીસીના શેરમાં ભારે લેવાલીથી ભાવ 2.99 ટકા ઉછળ્યો હતો.
– બિગબુલ અને અગ્રણી ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું છે કે બજાર હજી નવા રેકોર્ડ બનાવશે.
– ગ્રાસિમનો નફો 72.7 ટકા વધ્યો અને કુલ આવક 12.4 ટકા વધી છે.
– ટાટા પાવરમાં રૂપિયા 246.90 કરોડની ખોટ ગઈ છે.
– મધરસન સુમીનો નફો 20.2 ટકા વધ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS