Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે સામાન્ય સુધારો જોવા મળ્યો છે. જીઓ પોલિટિકલ ટેન્શન વચ્ચે વિશ્વના સ્ટોક માર્કેટમાં સાવચેતીનું વાતાવરણ સર્જાયું છે. ત્યારે આજે એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ સવારે માર્કેટ સુધારા સાથે ખુલ્યા પછી વેચવાલી ફરી વળી હતી, અને શેરોના ભાવ તથા ઈન્ડેક્સ ઘટ્યા હતા. જો કે નિફટી 9100ની નીચે જતાં નીચા મથાળે બ્લુચિપ શેરોમાં નવી લેવાલી પણ આવી હતી. જેથી સામાન્ય સુધારો આવ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 17.47(0.06 ટકા) વધી 29,336.57 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 1.65(0.02 ટકા) ઘટી 9103.50 બંધ થયો હતો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિકયુટિવ ઓર્ડર પર સહી કરી છે, જેમાં ‘બાય અમેરિકન હાયર અમેરિકન’ પૉલીસી લાગુ થઈ ગઈ છે. H-1B વિઝાના નિયમો વધુ કડક થયા છે. તેમજ ઓસ્ટ્રેલિયાએ પણ 457 વિઝા પ્રોગ્રામ બંધ કરવાની જાહેરાત કરી છે. જે સમાચાર પાછળ તેજીવાળા ખેલાડીઓ અને એફઆઈઆઈએ ભારતીય કંપનીઓમાં નવી લેવાલી અટકાવી દીધી હતી. તેજીવાળા ખેલાડીઓએ દરેક ઉછાળે વેચવાલ થયા હતા. જેથી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે. તે સાથે સીરિયા અને અમેરિકા વચ્ચેના સંબધોમાં તંગદિલી વધી છે. કોરિયા, ચીન અને રશિયા પણ સામસામે આવ્યા છે. જે જીઓ પોલિટિકલ ટેન્શનને પગલે શેરબજારમાં વિશ્વાસનો અભાવ જોવાઈ રહ્યો છે. નિફટી ફરીથી ઘટીને 9200ની નીચે ઉતરી ગયો અને આજે ઈન્ટ્રા-ડેમાં 9100ની સપાટી તોડીને નીચે ગયો હતો. જો કે કેટલાક બ્લુચિપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી લેવાલી આવી હતી, જેથી પસંદગીના સ્ટોકમાં મજબૂતી આગળ વધી હતી.

– આઈએમએફે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના ગ્રોથનું અનુમાન 7.2 ટકા યથાવત રાખ્યું
– H-1B વિઝા નિયમોમાં ફેરફારના ઓર્ડર પર ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા છે, જેનાથી ભારતીય આઈટી ઉદ્યોગ પર વિપરીત અસર પડશે.
– ઓસ્ટ્રેલિયાએ પણ 457 વિઝા પ્રોગ્રામ બંધ કરવાની જાહેરાત કરી છે. જેથી સૌથી વધુ ભારતીયોને વિપરીત અસર પડશે
– જૈન ઈરિગેશનની સબસિડિયરીએ યુએસની બે કંપનીઓમાં 80 ટકા હિસ્સો 4.85 કરોડ ડૉલરમાં ખરીધ્યા
– ઈન્ડુસઈન્ડ બેંકના ચોથા ત્રિમાસિકગાળાનો ચોખ્ખો નફો 21.2 ટકા વધી 751.60 કરોડ આવ્યો
– ઈન્ડુસઈન્ડ બેંકની બોર્ડે શેરદીઠ રૂપિયા 6 ડિવિડંડની જાહેરાત કરી છે
– વડાપ્રધાનની અપીલને પગલે 14 મેથી દેશના 8 રાજ્યોમાં રવિવારે તમામ પેટ્રોલપમ્પ્સ બંધ રહેશે
– આજે બેંક, હેલ્થકેર, ફાર્મા, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ રહી હતી
– રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 94.13 પ્લસ બંધ હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 113.19 વધ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS