Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં બે તરફી વધઘટને અંતે નરમાઈ રહી હતી. ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પરિણામે સેન્સેક્સ અને નિફટી વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. તેજીના નવા કારણોનો અભાવ હતો, જેથી નવી લેવાલીમાં ખુબ સાવચેતી રખાતી હતી. માત્ર પસંદગીના સ્ટોકમાં જ ખબરિયાઓની લેવાલીથી મજબૂતી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 32.68(0.12 ટકા) ઘટી 26,726.55 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 7.75(0.09 ટકા) ઘટી 8236.05 બંધ થયો હતો.

સપ્તાહના પ્રથમ દિવસે એશિયાઈ સ્ટોક માર્કેટમાં સામાન્ય વધઘટ વચ્ચે મિશ્ર વાતાવરણ હતું, તેમ છતાં આજે સવારે ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ મજબૂત મથાળે ખુલ્યા હતા. જો કે નવી લેવાલી માત્ર પસંદગીના સ્ટોકમાં જ હતી. પણ ઈન્ડેક્સ આધારિત શેરોમાં વેચવાલી રહી હતી. આમ શેરબજાર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. સટોડિયાઓને જે સેકટર અને સ્ટોકમાં રસ છે, તેમાં લેવાલી અને વેચવાલી આવતી હતી. નોટબંધી પછી 97 ટકા નોટો જમા આવી ગઈ છે. જે પછી આજે નાણાપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે ડિસેમ્બર સુધીમાં વિવિધ કરવેરાની આવકમાં વધારો થયો છે. તે સિવાય કોઈ તેજીનંુ કારણ ન હતું. બજેટમાં કેપિટલ માર્કેટ પર ટેક્સ આવશે, એવો ભય હજી સ્ટોક માર્કેટના શેરદલાલો અને ખેલાડીઓને સતાવી રહ્યો છે. આથી બજેટ સુધી સાવચેતીનું વલણ રાખવા સલાહ અપાઈ રહી છે.

અગ્રણી ટેકનિકલ એનાલીસ્ટોના મતે નિફ્ટી આજે 8250 ઉપર બંધ રહેવામાં નિષ્ફળ ગયો છે. જે માર્કેટમાં વીકનેશ દર્શાવે છે. પણ હાલ માર્કેટ કટપીસ છે. બજેટ સુધી બજારની ટ્રેન્ડ આવો જ રહેશે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS