Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં શરૂની મજબૂતી પછી નરમાઈ રહી હતી. અમેરિકા સાથે અન્ય દેશોના બગડેલા સંબધોને કારણે આગામી 13 મે પછી વિશ્વયુધ્ધ થવાની આગાહી કરાઈ છે, પરિણામે શેરબજારમાં સાવેચતીરૂપે તેજીવાળા ખેલાડીઓ દરેક ઊંચા મથાળે વેચવાલ થઈ ગયા હતા. અને માર્કેટ પણ ઊંચા મથાળેથી પછડાયું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 57.09(0.19 ટકા) ઘટી 29,365.30 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 13.15(0.14 ટકા) ઘટી 9123.25 બંધ થયો હતો.

સપ્તાહના છેલ્લા દિવસે  અમેરિકાની કંપનીઓના પ્રોત્સાહક પરિણામો આવ્યા હતા. તેમજ ટેક્સ રીફોર્મ્સને પગલે અમેરિકન સ્ટોક માર્કેટ ઊંચકાઈને આવ્યું હતું. જેની પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ સવારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. આથી ભારતીય શેરોના ભાવ પણ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. શરૂમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી. સેન્સેક્સ વધુ વધી 29,584 અને નિફટી વધુ ઉછળી 9183 થયા હતા. પણ અમેરિકા ગમે ત્યારે નોર્થ કોરિયા કે  સીરિયા પર હૂમલો કરે તેવી શકયતા પાછળ તેજીવાળા ખેલાડીઓ દરેક ઊંચા મથાળે સેલર થઈ ગયા હતા, અને માર્કેટ ઊંચા મથાળેથી પાછુ પડ્યું હતું. સેન્સેક્સ અને નિફટી પણ માઈનસમાં જતા રહ્યા હતા.

– એચડીએફસી બેંકના પરિણામ ધારણા કરતા વધુ પ્રોત્સાહક આવ્યા હતા, જેથી શેરનો ભાવ વધીને 1499.80ની રેકોર્ડ નવી ઊંચાઈ પર પહોંચ્યો હતો
– એચડીએફસી બેંકનો ચોથા ત્રિમાસિકગાળાનો ચોખ્ખો નફો 18.3 ટકા વધી રૂ.3,990 કરોડ આવ્યો છે
– એચડીએફસી બેંકે શેરદીઠ રૂ.11 ડિવિડંડ આપવાની મંજૂરી આપી છે

– એસીસીનો પ્રથમ ત્રિમાસિકગાળાનો નફો 8.9 ટકા ઘટી 211.1 કરોડ આવ્યો

– દેશની ત્રીજા નંબરની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોએ 600 કર્મચારીઓને છૂટા કર્યાના સમાચાર છે
– વિપ્રોની ચોથા કવાર્ટરના અને વાર્ષિક પરિણામો માટે 25 એપ્રિલે બોર્ડ મીટિંગ મળનાર છે
– IRDAI એ કહ્યું છે કે એલઆઈસીએ 15 ટકા કરતા વધારે હિસ્સેદારી હોય તેવી કંપનીઓમાં પોતાની હિસ્સેદારી ઘટાડવી જોઈએ
– ગોલ્ડ બોન્ડ યોજના અક્ષય તૃતીયાની અગાઉ એટલે કે 24 એપ્રિલે ખુલશે, અને 28 એપ્રિલ સુધી તેમાં નાણાનું રોકાણ કરી શકાશે
– લાર્સન એન્ડ ટુબ્રોએ દક્ષિણ કોરિયાની કંપની હેનુવા ટેક સાથે કરાર કર્યા છે, કંપની ભારતમાં સેના માટે પ્રોપેલ્ડ ગન બનાવશે
– ઘટતા માર્કેટમાં પણ બેંક, કેપિટલ ગુડઝ, કન્ઝ્યુમર ગુડ્ઝ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી જળવાઈ રહી હતી
– રોકડાના શેરોમાં પણ ધીમી લેવાલીથી બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 2.43 પ્લસ બંધ હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 38.23 વધ્યો હતો
– આજે ફાર્મા, ઓટોમોબાઈલ, મેટલ, આઈટી, ટેકનોલોજી સેકટરના શેરોમાં ઊંચા મથાળે સેલીંગ પ્રેશર આવ્યું હતું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS