Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે પ્રત્યાઘાતી નરમાઈ રહી હતી. એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર હવામાન હતું, પણ ભારતીય શેરોમાં એકતરફી તેજીને પગલે ઊંચા ભાવે નફારૂપી વેચવાલી ફરી વળી હતી. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં ઓપન થયા હતા, જેથી પ્રોફિટ બુકિંગ ચાલુ રહ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 130.25(0.44 ટકા) ઘટી 29,518.74 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 33.20(0.36 ટકા) ઘટી 9126.85 બંધ થયો હતો.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જીએસટીના ચાર બિલને મંજૂરી મળી ગઈ છે. હવે તે બિલ સંસદમાં ઝડપથી રજૂ કરાશે. જેથી તે જુલાઈમાં નિશ્રિત સમયમર્યાદામાં તેનો અમલ કરાવી શકાય. જે પોઝિટિવ સમાચાર આવ્યા હોવા છતાં ભારતીય શેરોમાં નફારૂપી વેચવાલી ચાલુ રહી હતી. આઈડિયા અને વોડાફોનનું જોડાણ થયું છે, દેશીની સૌથી મોટો ટેલિકોમ કંપની બની છે. તેમ છતાં આજે આઈડિયાના શેરનો ભાવ શરૂના ઉછાળા પછી 9.62 ટકા તૂટી 97.70 બંધ રહ્યો હતો.

વીતેલા સપ્તાહે એકતરફી તેજી થઈ હોવાથી માર્કેટ હાઈલી ઓવરબોટ ઝોનમાં આવી ગયું હતું. પરિણામે આજે નફારૂપી વેચવાલીથી પ્રત્યાઘાતી નરમાઈ આવી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS