Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. પણ આજે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. પરિણામે શેરોના ભાવ અને ઈન્ડેક્સ પાછા પડ્યા હતા. એશિયાઈ સ્ટોક માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, જેથી બપોર પછી એશિયાઈ સ્ટોક માર્કેટ પણ પાછા પડ્યા હતા. જો કે બ્લુચિપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે સેન્સેક્સ અને નિફટી પ્લસ બંધ રહ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 55.52(0.17 ટકા) વધી 32,241.93 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 7.30(0.07 ટકા) વધી 10,086.60 બંધ થયો હતો.

સ્ટોક માર્કેટમાં સતત ચાર દિવસથી એકતરફી તેજીની આગેકૂચ રહી છે. સતત ચાર દિવસ સેન્સેક્સ અને નિફટી પ્લસ બંધ રહ્યા છે. પણ આજે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે તંગદિલી ઘટી છે. પરિણામે શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું. પણ જાણકારોના કહેવા પ્રમાણે નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચેની તંગદિલી ગમે ત્યારે વધશે, જેથી દરેક ઊંચા મથાળે સાવચેતી જોવાઈ રહી છે. તેજીવાળા ખેલાડીઓએ નફો બુક કર્યો હતો.

  • રીટેઈલ મોંઘવારી દર વધ્યા બાદ ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 3.24 ટકા આવ્યો હતો, જે જુલાઈમાં 1.88 ટકા હતો.
  • એપેક્સ ફ્રોઝનના નવા શેરમાં આજે 5 ટકાની તેજીની સર્કિટ બ્રેકર લદાઈ હતી. વીતેલા સપ્તાહે આ નવો શેર 14 ટકા પ્રિમિયમથી લિસ્ટીંગ થયો હતો.
  • એપેક્સ ફ્રોઝનનો શેર ઈશ્યુપ્રાઈઝથી 77 ટકા વધી ચુક્યો છે. સતત 8 ટ્રેડિંગ સેશન દરમિયાન એકતરફી તેજી જોવા મળી હતી.
  • આજે મેટલ, આઈટી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલી ફરી વળી હતી.
  • ફાર્મા અને બેંક સેકટર શેરોમાં નવી ખરીદીનું આકર્ષણ જોવાયું હતું.
  • રોકડાના શેરોમાં નવી લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 90.42 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 105.74 પ્લસ બંધ હતો.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS