Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ શેરોની જાતે-જાતમાં નવી લેવાલીના ઓર્ડર આવ્યા હતા. પરિણામે સેન્સેક્સ અને નિફટી એકતરફી વધ્યા હતા. આજે નિફટી 8250 ઉપર ક્લોઝ આવી ગયો હતો. જેથી ટેકનિકલવાળા પણ બાયર થયા હતા. અને મંદીવાળા ખેલાડીઓએ વેચાણો કાપ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 173.01(0.65 ટકા) ઉછળી 26,899.56 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 52.55(0.64 ટકા) વધી 8288.60 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટની તેજી પાછળ આજે સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. બપોરે યુરોપ અને અમેરિકન સ્ટોક માર્કેટની તેજીના સમાચાર પાછળ નવી લેવાલી ચાલુ રહી હતી. આગામી બજેટ કરરાહતોથી ભરેલું હશે, તેવા આશાવાદ પાછળ નવી વેચવાલી અટકી ગઈ છે. પરિણામે શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. આજે તમામ સેકટરના શેરોમાં લેવાલીનો દોર રહ્યો હતો. આગામી બજેટમાં વિદેશી રોકાણને આકર્ષવા માટે છુટછાટો આવે તેવી ધારણા છે. આથી જ તેજીવાળા ઓપરેટરોએ નવી લેવાલી કાઢી છે. સાથે મંદીવાળા ખેલાડીઓએ વેચાણો કાપવાની ફરજ પડી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS