Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં નીચા મથાળે નવી ટેકારૂપી લેવાલીથી સુધારો આવ્યો હતો. એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટના પોઝિટિવ અહેવાલોને પગલે તેજીવાળા ખેલાડીઓમાં નવા વિશ્વાસનું વાતાવરણ ઉભુ થયું હતું, અને બ્લુચિપ શેરોમાં નીચા મથાળે ટેકો આપ્યો હતો. પરિણામે નિફટી ફરીથી 9100ની ઉપર જ બંધ રહ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 85.82(0.29 ટકા) વધી 29,422.39 બંધ રહ્યો હતો, તેમજ નિફટી ઈન્ડેક્સ 32.90(0.36 ટકા) વધી 9136.40 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. તેમજ ગ્લોબલી પોઝિટિવ ન્યૂઝ હતા. ભારતમાં સારા ચોમાસાની આગાહી થઈ છે. જેને પગલે તેજીવાળા ખેલાડીઓએ બ્લુચિપ શેરોમાં નવી લેવાલી કાઢી હતી. પરિણામે આજે બજારને ટેકો મળ્યો હતો. ખાસ કરીને નિફટીને 9100ના મથાળે ટેકો મળ્યો હતો. ટેકનિકલ એનાલીસ્ટોના મતે નિફટીમાં 9050-9070 એ મજબૂત સપોર્ટ લેવલ ધરાવે છે. જેની આજુબાજુ જ બજારે ટેકો મેળવ્યો છે. ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ, એફએમસીજી, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. સાથે રોકડાના શેરોમાં પણ નવી લેવાલી આવી હતી.

– બિટકોઈનને સરકાર કાયદાકીય દરજ્જો આપવાની તૈયાર કરી રહી છે, સુત્રો દ્વારા સમાચાર

– બિટકોઈનને કાયદાકીય દરજ્જામાં લાવીને સરકાર ટેક્સ લગાવવા ઈચ્છે છે, આરબીઆઈ ગાઈડલાઈન્સ તૈયાર કરે છે

– કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ માટે 3000 કરોડ રૂપિયાના વીવીપીએટી મશીન ખરીદવા મંજૂરી આપી છે, બીઈએલ આવા મશીન બનાવે છે. આથી બીઈએલના શેરમાં આ સપ્તાહમાં 5 ટકાનો ઉછાળો આવ્યો છે

– 28 એપ્રિલથી વાયદામાં 16 નવા શેર સામેલ થઈ રહ્યા છે, જેમાં બજાજ ફિનસર્વ, નેસ્લે, બર્જર પેઈન્ટ, એમઆરપીએલ, એનબીસીસ, મહાનગર ગેસ, ફોર્ટિંસ હેલ્થ, વી-ગાર્ડ, રેમન્ડ, બલરામપુર ચીની, જીએસએફસી, કેનફિન હોમ્સનો સમાવેશ થાય છે

– આજે બેંક, ફાર્મા, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ રહી હતી

– રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 95.23 પ્લસ હા, સ્મોલકેપ ઈન્ડેક્સ 170.78 ઊંચકાયો હતો.

– એડવાન્સ-ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. એનએસઈમાં 1822 શેરના ભાવ વધ્યા હતા, 1048 શેરના ભાવ ઘટ્યા હતા અને 170 શેરના ભાવે ફેરફાર વગર રહ્યા હતા

  • માસ્ટેકનો ચોથા ત્રિમાસિકગાળાનો નફો 5 ટકા વધી 14.4 કરોડ આવ્યો
  • માસ્કેટની બોર્ડે શેરદીઠ રૂપિયા 2.5 ડિવિડંડની ભલામણ કરી
  • રીલાયન્સ ડિફેન્સને સીડીઆર એટલે કે કોર્પોરેટ ડેટ રીસ્ટ્રકચરિંગ કરવાને મંજૂરી મળી છે
  • માઈન્ડ ટ્રીનો ચોથા ત્રિમાસિકગાળાનો નફો 5.8 ટકા ઘટી 97.2 કરોડ થયો


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS