Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દેશની બીજા નંબરની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસીસના વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાનો નફો ઘટીને આવ્યો છે.

કંપનીના ગત નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસીક ગાળાના મુકાબલે આ વર્ષના પ્રથમ ક્વાર્ટરનો નફો 3.3% ઘટી ગયો છે.

ઈન્ફોસિસના વર્ષ 2017-18ના જૂન મહિનામાં પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાનો નફો 3,483 કરોડ રૂપિયા રહ્યો હતો.

ઈન્ફોસિસના નેટ પ્રોફિટની જો વાત કરવામાં આવે તો એપ્રિલ-જૂન 2017માં પ્રતિવર્ષના હિસાબથી કંપનીનો નેટ પ્રોફિટ 1.3 ટકા વધ્યો છે. કંપનીની આવક 1.7 ટકા વધીને 17,078 કરોડ રૂપિયા થઈ ગઈ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS