Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ/રાજકોટ/વડોદરા – દક્ષિણ આફ્રિકાના પર્યટન વિભાગે હાલમાં જ ગુજરાતના ત્રણ શહેર – અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં તેના વાર્ષિક ટ્રાવેલ ટ્રેડ ટ્રેઈનિંગ સત્રની સાતમી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ સત્રના આયોજનનો હેતુ ટ્રાવેલ એજન્ટ્સને દક્ષિણ આફ્રિકામાંના ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ વિશે સ્થાનિક પર્યટકોમાં આકર્ષણ ઊભું કરવાની બેસ્ટ ટિપ્સથી સજ્જ કરાવવાનો હતો. આ સત્રનું નામ રખાયું હતું ‘લર્ન સાઉથ આફ્રિકા 2017’. આ ટ્રેઈનિંગ કાર્યક્રમ 17-શહેરોને આવરી લેશે. આ ત્રણેય શહેરોના કાર્યક્રમમાં ટ્રાવેલ ક્ષેત્રના અનેક અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

ગુજરાતના ગુજરાતીઓને દક્ષિણ આફ્રિકામાં પર્યટન માટે આકર્ષિત કરવા માટે સાઉથ આફ્રિકા ટૂરિઝમ વિભાગે ઉક્ત ત્રણ શહેરોમાં રોડશો સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

સાઉથ આફ્રિકન ટૂરિઝમના કન્ટ્રી મેનેજર (ભારત) હેનેલી સ્લેબરના જણાવ્યા મુજબ, ‘લર્ન SA 2017’ કાર્યક્રમમાં ભારતીય ટ્રાવેલ એજન્ટ્સને એ શીખવાડવામાં આવ્યું હતું કે તેમણે એમનાં ગ્રાહકોને એમનાં બજેટ તથા જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એમને માટે શ્રેષ્ઠ ક્વોલિટીની હોટેલ્સ કેવી રીતે પસંદ કરવામાં કેવી રીતે મદદ કરવી.

અમદાવાદ, રાજકોટ તથા વડોદરાને દક્ષિણ આફ્રિકામાં ટૂરિસ્ટ ટ્રાફિક વધારવા માટે ઉભરતી સોર્સ માર્કેટ્સ તરીકે ગણવામાં આવે છે. આ શહેરોના ગુજરાતી પર્યટનપ્રેમીઓને આકર્ષિત કરવા દક્ષિણ આફ્રિકામાં આતુરતા વધી છે. ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ ‘ક્લિયર-ટ્રિપ’ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, વર્ષ 2016માં ભારતના ટાયર-2/ટાયર-3 શહેરોમાંથી દક્ષિણ આફ્રિકામાં આવનાર પર્યટકોની સંખ્યા 55 ટકા નોંધાઈ હતી જે એક રેકોર્ડ છે.

દક્ષિણ આફ્રિકા માટે ભારતના સૌથી મોટા ટ્રાવેલ સોર્સ માર્કેટ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ, રાજકોટ, વડોદરાના પર્યટકો માટે દક્ષિણ આફ્રિકા વિવિધ પ્રકારના આકર્ષણો, અવિસ્મરણીય અનુભવ, વર્લ્ડ ક્લાસ સુવિધાઓ, અદ્યતન માળખાકીય સવલતો માટે ઉત્તમ ડેસ્ટિનેશન છે. ટ્રાવેલર ટ્રેન્ડ પરથી માલૂમ પડ્યું છે કે રાજકોટ/વડોદરાનાં પર્યટકો વિદેશમાં ટ્રાવેલ કરતી વખતે શાકાહારી ભોજનને પ્રાધાન્ય આપે છે. દક્ષિણ આફ્રિકામાં ઘણી સ્થાનિક વાનગીઓ શાકાહારી હોય છે. તેથી ભારત બહાર વસતા મોટી સંખ્યામાં ભારતીયો માટે દક્ષિણ આફ્રિકા બીજું ઘર સમાન છે.

દક્ષિણ આફ્રિકામાં 300 ભારતીય રેસ્ટોરાં છે જેમાં અનેક ભારતીય સ્વાદ અને પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ છે જેમાં શાકાહારી ઉપરાંત જૈન વાનગીઓનો પણ સમાવેશ થાય છે.

‘લર્ન સાઉથ આફ્રિકા 2017’નો અન્ય હેતુ કેપ ટાઉન, ડરબન, જોહનિસબર્ગ તથા ક્રુગર નેશનલ પાર્ક જેવા લોકપ્રિય સ્થાનો ઉપરાંત આઉટશોર્ન, નિસ્ના, પ્લેટનબર્ગ બૅ, પોર્ટ એલિઝાબેથ અને ડ્રાકેન્સબર્ગ જેવા નવા સ્થાનો વિશે પણ ટ્રાવેલ એજન્ટ્સને તાલીમબદ્ધ કરવાનો હતો.

‘લર્ન SA 2017’ કાર્યક્રમમાં અનેક પ્રોડક્ટ સપ્લાયર કંપનીઓએ ભાગ લીધો હતો જેઓ ગ્રાહકો/પર્યટકો માટે અનેક પ્રકારની વધુ પસંદગીઓ આપશે. આમાં આફ્રિકા ઈનકમિંગ, ટ્રેવ કેર, ટુરવેસ્ટ ડેસ્ટિનેશન મેનેજમેન્ટ, સેન્ચૂરિયન ટ્રાવેલ એન્ડ ટુર્સ તથા સધર્ન આફ્રિકા 360, સોગો સન અને સન ઈન્ટરનેશનલ જેવી હોટેલ ચેઈન્સ તેમજ આફ્રિકાની વિમાન કંપની આરવોન્ડ એરનો સમાવેશ થાય છે.

70થી વધુ ઈન્ટરનેશનલ એરલાઈન્સ દક્ષિણ આફ્રિકામાં વિમાન સેવા પૂરી પાડે છે. હાલ રાજકોટ અને વડોદરા શહેરો એમિરેટ્સ, ઈતિહાદ એરવેઝ, ટર્કિશ એરલાઈન્સ, જેટ એરવેઝ અને એર ઈન્ડિયા દ્વારા દક્ષિણ આફ્રિકાના શહેરો સાથે કનેક્ટેડ છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામકાજ હાલ ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં રાજકોટથી દક્ષિણ આફ્રિકાના બીજા વધુ શહેરોને કનેક્ટ કરી શકાશે. અમદાવાદ શહેર એમિરેટ્સ, ઈથિયોપીયન એરલાઈન્સ અને ઈતિહાદ એરવેઝ સાથે એમનાં સંબંધિત ભારતીય કનેક્ટેડ શહેરો મારફત દક્ષિણ આફ્રિકા સાથે કનેક્ટેડ છે.

રેન્ડ (ZAR)-રૂપિયાનો વિનિમય દર ઘણે અંશે ભારતીય બજાર માટે અનુકૂળ રહે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS