Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ- શેરબજારમાં એકતરફી તેજી પછી આજે ગાબડુ પડ્યું હતું. ગ્લોબલ માર્કેટના નેગેટિવ અહેવાલોને પગલે એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં ગાબડા પડ્યા હતા. પરિણામે ભારતીય શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. તેજીવાળા ખેલાડીઓએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું, જેથી તમામ સેકટરના શેરોના ભાવ ઝડપી ઘટ્યા હતા. એક માત્ર આઈટી સ્ટોક વેચાણો કપાતા પ્લસ હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 223.98(0.73 ટકા) ઘટી 30,434.79 બંધ રહ્યો હતો. નિફટી ઈન્ડેક્સ 96.30(1.01 ટકા) ઘટી 9429.45 બંધ થયો હતો.

ગત મોડીરાતે અમેરિકાનો ડાઉ જોન્સ 372 પોઈન્ટ ગબડી 20,606 અને નેસ્ડેક 158 પોઈન્ટ તૂટી 6011 રહ્યો હતો. જેની પાછળ આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ હેવી સેલીંગ પ્રેશર વચ્ચે નીચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ પણ નીચા ખુલ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસમાં ઓપન થયા હતા. બપોરે ડાઉ જોન્સ ફયુચર 103 પોઈન્ટ માઈનસ હતો. નેસ્ડેક ફયુચર 17 પોઈન્ટ માઈનસ હતો. આથી શેરબજારમાં નફારૂપી વેચવાલી રહી હતી. એકતરફી તેજી થયા પછી પ્રત્યાઘાતી ઘટાડો આવવાનો આશાવાદ હતો. જે મુજબ ગ્લોબલ માર્કેટ પાછળ પ્રોફિટ બુકિંગથી નરમાઈ રહી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS