Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લખનઉ- ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના મદરેસાઓને ઝાટકો આપ્યો છે. યોગીએ 46 મદરેસાઓને આપવામાં આવતી સરકારી આર્થિક સહાય અટકાવી દીધી છે. DIOSની રીપોર્ટ બાદ મદરેસાઓને આપવામાં આવતી આર્થિક સહાય અટકાવી દેવામાં આવી છે.

આ મદરેસાઓ સામે ધારાધોરણ મુજબ કામ નહીં કરવાનો અને હિસાબમાં ગોટાળા હોવાની ફરિયાદ મળી હતી. ફરિયાદ બાદ યોગી સરકારે એક્શન મોડમાં આવતા 46 મદરેસાઓની આર્થિક સહાય બંધ કરી છે.

ઉત્તરપ્રદેશ સરકાર રાજ્યમાં કુલ 560 મદરેસાઓને આર્થિક સહાય આપે છે. આ સહાયમાં શિક્ષકોને ચુકવવામાં આવતા પગાર અને સારસંભાળ ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે.

યોગી સરકારને મળેલી ફરિયાદ મુજબ મદરેસામાં શિક્ષકોને પગાર ઓછો ચૂકવવામાં આવતો હતો, અને વધુ પગાર ચૂકવવામાં આવ્યો છે તેવી સ્લીપ ઉપર શિક્ષકોની સહી લેવામાં આવતી હતી. જેથી રેકોર્ડમાં દેખાડવામાં આવતો પગાર અને વાસ્તવિકતામાં ચૂકવવામાં આવતા પગારમાં અસમાનતા જોવા મળી હતી.

એટલું જ નહીં મદરેસાઓમાં દેખાડવામાં આવતો અભ્યાસ માત્ર કાગળ પુરતો મર્યાદિત હોવાનું જાણવા મળ્યું હતું. આ પહેલાં યોગી સરકારે આદેશ જારી કરીને રાજ્યના મદરેસાઓના નામ હિંદીમાં મગાવ્યા હતાં ઉપરાંત મદરેસાના ખુલવા અને બંધ થવાના સમયની વિગતો સહિતની તમામ માહિતી મગાવવામાં આવી હતી.

યોગી સરકારના આદેશ અંગે રાજ્ય સરકારના પ્રધાન બલદેવસિંહ ઓલખે જણાવ્યું કે, આ આદેશ એટલા માટે જારી કરવામાં આવ્યો કારણકે, હિંદીમાં નામ જાહેર કરાયા બાદ વધુ લોકો જાણી શકે કે, તેનું નામ શું છે. અને ત્યાં કેવા પ્રમાણે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. મદરેસાના ખુલવા અને બંધ કરવાનો સમય પણ હવે બોર્ડ ઉપર લખીને દર્શાવવો પડશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS