Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લખનઉ- ઉત્તરપ્રદેશ મદરેસા પરિષદ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશ મુજબ ઉત્તરપ્રદેશના તમામ મદરેસાઓમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રગાન ગાવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે. ઉપરાંત ધ્વજારોહણ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. સાથે જ આ કાર્યક્રમની વીડિયોગ્રાફી કરવાનો આદેશ પણ ઉત્તરપ્રદેશ મદરેસા પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે.

મદરેસા પરિષદના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રગીત ગાવા અને ધ્વજારોહણ કરવા ઉપરાંત બધા જ મદરેસાઓમાં દેશના સ્વતંત્રતા સેનાનીઓઅંગે પણ જાણકારી આપવામાં આવે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે તેમ જ રમતગમતનું આયોજન કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશમાં આશરે 8000 જેટલા મદરેસાઓ આવેલા છે. જે મદરેસા પરિષદના કાર્યક્ષેત્રની અંદર આવે છે. આ મદરેસાઓમાંથી લગભગ 560 મદરેસાઓ એવા છે જે ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી 100 ટકા આર્થિક સહાયતા મેળવે છે. એટલે કે ઉત્તરપ્રદેશની રાજ્ય સરકાર આ મદરેસાઓનો તમામ પ્રકારનો ખર્ચ ઉપાડે છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં BMCએ પણ એક પ્રસ્તાવ પાસ કર્યો છે. જે મુજબ કોર્પોરેશન સંચાલિત તમામ શાળાઓમાં વંદેમાતરમ ગાન ફરજિયાત કરવામાં આવ્યું છે. BMCમાં પાસ કરવામાં આવેલા આ પ્રસ્તાવને હવે કમિશનર પાસે સ્વીકૃતિ માટે મોકલવામાં આવ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS